Book Title: Samyag Darshan
Author(s): Ramchandrasuri
Publisher: Jain Pravachan Pracharak Trust
View full book text
________________
આમુખ : અનાદિ અનંતકાળથી સંસારમાં પરિભ્રમણ કરતા જીવને પોતાના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન કરાવનાર જે કંઈપણ હોય તે તે સમ્યગ્દર્શન છે.
સમ્યગ્દર્શન કહે, યથાર્થ દર્શન કહે, આત્મદર્શન કહે, મેક્ષમાર્ગનું દર્શન કહે, તત્વપ્રતીતિ કહો; એ બધા એક જ વસ્તુને જણાવનારા શબ્દો છે.
જ્યાં સુધી જીવ સમ્યગ્દર્શનને કે સમ્યગ્દર્શનને સામીપ્યને પ્રાપ્ત નથી કરતા ત્યાં સુધી એનું સંસારપરિભ્રમણ અવિરત ચાલુ જ રહે છે. એની દિશા, એને પુરુષાર્થ, એનું જ્ઞાન, એને આચાર અને એને વિચાર એ બધું જ ભ્રાન્ત હોય છે. એને ધર્મ પણ અધર્મ બને છે. એનું સંયમ પણ અસંયમ બને છે ટૂંકમાં કહેવું હોય તે તેની સઘળીય શુભકરણી પણ અશુભમાં જ પરિણામ પામે છે; કારણ કે એનું દર્શન જ મિથ્યા છે.
જે મેક્ષને પ્રાપ્ત કરે છે, કર્મથી બદ્ધ આત્માને નિર્બદ્ધ બનાવ હેય, કર્મના ગે ભ્રમણશીલ એવા આત્માને સ્વ સ્વરૂપમાં સ્થિર કર હોય, અનાદિકાળની વિકૃતિઓને વિનાશ કરવો હોય, આત્માનું સુવિશુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવું હોય, સઘળા ય ધર્મને ધર્મનું સ્વરૂપ આપવું હોય અને આચરેલા ધર્મને સાર્થક બનાવે હોય, તે સમ્યગદર્શનનું પ્રગટીકરણ એ અત્યંત આવશ્યક અને અનિવાર્ય વસ્તુ છે. જ પરંતુ પ્રશ્ન એ થાય છે કે
આ સમ્યગ્ગદર્શન મેળવવું કઈ રીતે ? સમ્યગુદર્શનને પ્રાપ્ત કરવા, સ્થિર કરવા અને નિર્મળ કરવા માટે એના સ્વરૂપનું પણ જ્ઞાન જોઈએ અને એને વિરોધી તત્વ મિથ્યાદર્શનનું પણ જ્ઞાન જોઈએ. સમ્યગદર્શન મેળવવાના ઉપાયનું પણ જ્ઞાન જોઈએ અને એમાં આડે આવતા અવરોધેનું પણ જ્ઞાન જોઈએ. એ અવરોધોને આવતા અટકાવવાનું પણ જ્ઞાન જોઈએ અને એવા કેઈ કર્મના ઉદયથી આવી ગયેલા અવરોધોને દૂર કરવાનું પણ જ્ઞાન જોઈએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 540