Book Title: Samprat Sahchintan Part 14
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 33
________________ એમના લઘુબંધુ પ્રેમાશંકરભાઈનો પૂરો સહકાર. પરંતુ આટલી બધી પ્રવૃત્તિઓ માટેનું કાર્યાલય ફક્ત એક ઓરડામાં હતું. કાર્યાલય સવારથી સાંજ સુધી બારે માસ ખુલ્લું રહે. રવિવારની કે પર્વ-તહેવારની કોઈ રજા નહિ. કોઈ પણ માણસને “અત્યારે ટાઇમ નથી, પછી આવજો” એવું કહેવાનું નહિ. ધ્યેય હતું બીજાને મદદરૂપ થવાનું. બંધારણ, મિનિટ્સ, નિયમો, સભ્યપદ, લવાજમ ઇત્યાદિની કોઈ જટિલતા કે જડતા નહિ. ફાઈલો, પત્રો, પત્રિકાઓ, ફૉર્મ, રજિસ્ટર, નામસરનામાં, નોંધો, બિલ-વાઉચર, હિસાબો બધું વ્યવસ્થિત. તરત મળે. ટપાલ, પાર્સલ પર માનભાઈ પોતે નામ સરનામાં લખે. ઘણુંખરું મોઢે હોય. કયો કાગળ કઈ ફાઈલમાં હશે એ એમને યાદ હોય. કંઈ પણ શોધતાં વાર ન લાગે. માનભાઈ એટલે one man institution. માનભાઈના જીવનના ઘણા રસિક પ્રસંગો વાંચવા-સાંભળવામાં આવ્યા છે. એમાંના કેટલાક જોઈએ. બહેન શ્રી મીરાંબહેન ભટ્ટ “હાથે લોઢું, હૈયે મીણ'ના નામથી માનભાઈનું પ્રેરક રસિક જીવનચરિત્ર લખ્યું છે. એમાં એવા કેટલાક પ્રસંગો વર્ણવ્યા છે. એક વખત માનભાઈ રક્તદાનનું કામ કરતા હતા તે સ્થળે બે શ્રીમંત યુવાનો આવ્યા. તેમને અમુક દર્દી માટે રક્ત જોઈતું હતું. યુવાનો વાતચીતમાં ઉદ્ધત હતા, એટલું જ નહિ, બંનેનાં મોઢાંમાં તમાકુવાળા પાનનો ડૂચો હતો. માનભાઈ સાથે વાતચીત કરતાં કરતાં બંને વારાફરતી ઊભા થઈ બહાર પગથિયાં ઉપર પાનની પિચકારી છોડી આવતા. માનભાઈને એ ગમ્યું નહિ. પરંતુ તેમણે યુવાનોને ટોક્યા નહિ કે મોઢું બગાડ્યું નહિ. વાતચીત દરમિયાન પોતે ઊભા થયા, હાથમાં ઝાડુ અને પાણીની બાલદી લઈ પગથિયું સાફ કરી પાછા આવીને પોતાની ખુરશીમાં બેસી ગયા. પેલા બંને યુવાનો ભોંઠા પડી ગયા. ૨૪ ] Jain Education International સાંપ્રત સહચિંતન For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174