Book Title: Samprat Sahchintan Part 14
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
View full book text
________________
આવા સાધુ ભગવંતનો મહિમા કેટલો બધો છે એ નીચેની. થોડીક ઘટનાઓ ઉપરથી સમજાશે.
(૧) સાધુતાના બાહ્યવંશનાં દર્શન માત્રથી ઉદયન મંત્રીને મરણ સમયે સમાધિ પ્રાપ્ત થઈ હતી, (૨) સાધુનો બાહ્ય વેશ ધારણ કરવા માત્રથી સંપ્રતિ રાજાને સમ્યગદર્શન પ્રાપ્ત થયું હતું, (૩) સાધુઓનો ઇર્યાસમિતિપૂર્વકનો પાદવિહાર જોઈને તામલી તાપસને સમ્યગદર્શન થયું હતું, (૪) સાધુને સંયમપૂર્વક ગોચરી વહોરતાં જોઈને ઇલાચીકુમારને કેવળજ્ઞાન થયું હતું, (૫) મુનિસુવ્રત સ્વામીના શાસનકાળ દરમિયાન ધ્યાનસ્થ ગુણસાગર મુનિને જોઈ રાજકુમાર વજબાહુને દીક્ષા લેવાના ભાવ જગ્યા અને એમની એ વાતથી પ્રભાવિત થઈને એકસાથે ત્રીસેક જણે દીક્ષા લીધી હતી, (૬) શ્રીકૃષ્ણ અઢાર હજાર સાધુઓને પ્રત્યેકને વિધિપૂર્વક વંદન કરી તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું હતું.
જૈન ધર્મની દીક્ષા અત્યંત કઠિન છે. વળી તે ગમે તેને આપવાથી શાસનની અવહેલના થવાનો ભય રહે છે. એટલે યોગ્ય પાત્રને જ દીક્ષા આપવાની શાસ્ત્રકારોએ ભલામણ કરી છે. શ્રી હરિભદ્રસૂરિજીએ ધર્મબિંદુમાં પ્રવ્રયાઈ એટલે કે દીક્ષા લેવાને યોગ્ય વ્યક્તિનાં લક્ષણો આ પ્રમાણે આપ્યાં છે :
(૧) આર્ય દેશમાં ઉત્પન્ન થયેલ હોય (આમાં અપવાદ હોઈ શકે), (૨) વિશિષ્ટ જાતિ અને કુળવાળો હોય, (૩) જેનો કર્મમળ લગભગ ક્ષીણ થયો હોય, (૪) નિર્મળ બુદ્ધિવાળો હોય, (૫) મનુષ્યજન્મની દુર્લભતા, જન્મમરણનાં નિમિત્તો, સંપદાની ચંચળતા, વિષયોની દારુણતા, સંયોગ-વિયોગ, આયુષ્યની ક્ષણભંગુરતા, કર્મના વિપાકો ઇત્યાદિનો વિચાર કરતાં સંસારની નિર્ગુણતા (અસારતા) જાણવાવાળો
૧૧૪ ]
સાંપ્રત સહચિંતન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174