Book Title: Samprat Sahchintan Part 14
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 162
________________ બદલે પોતાના આચાર્યની સામે જુએ. વ્યાખ્યાતા શો જવાબ આપે છે એ સાંભળવામાં એને રસ નહિ, પણ પોતે કેવો સરસ પ્રશ્ન કર્યો છે એનો પ્રતિભાવ આચાર્યના ચહેરા પર કેવો છે તે જાણવા ઉત્સુક, બે કલાક સુધી વિદ્યાર્થીઓના પ્રશ્નો આવતા જ રહ્યા અને છેવટે આચાર્યને આજ્ઞા કરવી પડી કે હવે પ્રશ્નો બંધ થાય. પ્રશ્નોત્તરીની બાબતમાં જિજ્ઞાસાથી નહિ પણ બીજાને બતાવવાના આશયથી આવું પણ થાય છે. બીજાઓ સાથેની વાતચીતમાં માણસે બોલતાં પહેલાં પોતાની યોગ્યતાનો, પોતાની પરિસ્થિતિનો, પોતાના અધિકારનો વિચાર કરવો જોઈએ. માણસે મનઃપૂત વાણી ઉચ્ચારવી જોઈએ. કહેવાયું છે કે : વચન રતન, મુખ કોટ હૈ, હોઠ કપાટ બનાય; સમજ સમજ હરફ કાઢિયે, મત પરવશ પડ જાય. વાણી ઉપરના સંયમમાં માણસની ધીરજની કસોટી થાય છે. બોલવું છે, બોલવા જેવું છે અને છતાં નથી બોલવું, ન બોલવામાં જ ઔચિત્ય છે એમ સમજીને મનને સંયમમાં રાખવું ઘણું અઘરું છે. મનને સંયમમાં રાખવાથી સામાજિક અને નૈતિક દૃષ્ટિએ લાભ થાય કે ન થાય, પણ આધ્યાત્મિક દૃષ્ટિએ તો અવશ્ય લાભ થાય જ છે. આપણને પ્રશ્ન થાય કે કોઈ ન પૂછે તો ન બોલવું એ સાચું, પણ કોઈ સહજ ભાવે કે જાણી જોઈને પૂછે તો શું કરવું ? કોઈ ન પૂછે અને ન બોલવું એમાં તો ઉત્તમ ડહાપણ છે, પરંતુ હેતુપૂર્વક પૂછવામાં આવે ત્યારે પણ માણસે ઉત્તર આપવો કે નહિ તેનો પુર્ણ વિચાર કરવો જોઈએ. પૂછનારનો ઈરાદો કેવો છે તે પણ પારખતાં આવડવું જોઈએ. કેટલાક માણસ નફફટ થઈને સીધો સવાલ અચાનક કરે છે ત્યારે માણસની કસોટી થાય છે. અસત્ય બોલવું નથી અને વિષમ પરિસ્થિતિમાંથી બચવું છે. તો તેની કલા માણસને આવડવી अपुच्छिओ न भासेज्जा, भासमाणस्स अंतरा । I ૧૫૩ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174