Book Title: Samprat Sahchintan Part 14
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 164
________________ वइगुत्तयाए णं भंते, जीवे कि जणयइ ? [હે ભગવાન ! વચનગુપ્તિથી જીવ શું પ્રાપ્ત કરે છે ? ભગવાને કહ્યું કે : वइगुत्तयाए णं निव्विकारं जणयइ । निव्विकारे णं जीवे वइगुत्ते अज्झप्पजोगसाहणजुत्ते यावि भवइ । [વચનગુપ્તિથી જીવ નિર્વિકારતા પ્રાપ્ત કરે છે. નિર્વિકાર થવાથી તે અધ્યાત્મયોગની સાધનાથી યુક્ત થાય છે.] એટલે અધ્યાત્મસાધના માટે વચનગુપ્તિની અત્યંત આવશ્યકતા છે. જેમ જેમ વાણી પરનો સંયમ આવતો જાય તેમ તેમ યોગ્ય સમયે યોગ્ય વચન જ ઉચ્ચારાય, નિરર્થક વાણીવિલાસ થાય નહિ. વાણીના સંયમથી અંતર્મુખ થવાય અને ચિત્ત વિકારરહિત, વિશુદ્ધ બનવા લાગે. શું પૂછ્યા વગર ક્યારેય બોલાય નહિ ? ના, એવું નથી. વ્યવહારમાં ક્યારેક ન પૂછવામાં આવ્યું હોય તો પણ બોલવું એ કર્તવ્યરૂપ બને છે. હેમચંદ્રાચાર્યે કહ્યું છે કે જયાં ધર્મની હાનિ થતી હોય ત્યાં વગર પૂછ્યું પણ બોલવું જોઈએ. એ દોષરૂપ નથી, બલ્ક કર્તવ્યરૂપ છે. પરંતુ આવા પ્રસંગે માણસે પ્રેમથી, સૌમ્યતાથી વિવેકબુદ્ધિપૂર્વક વચન ઉચ્ચારવું જોઈએ. પ્રશ્નો પૂછવાની બાબતમાં ગુરુ ગૌતમસ્વામીની તોલે કોઈ ન આવે. ગૌતમસ્વામી એટલે પ્રાગ્નિકનો આદર્શ. ભગવાન મહાવીર સ્વામીને એમણે પૂછેલા પ્રશ્નોમાંથી છત્રીસ હજાર પ્રશ્નો અને ભગવાને એના આપેલા ઉત્તરો ભગવતીસૂત્રમાં સચવાયા છે. ગૌતમસ્વામી કેટલા વિનયપૂર્વક પ્રશ્નો પૂછે છે અને ભગવાન પણ “હે ગોયમા” એમ કહીને કેટલા વાત્સલ્યપૂર્વક જવાબ આપે છે ! પોતે જાણતા નહોતા માટે अपुच्छिओ न भासेज्जा, भासमाणस्स अंतरा। Jain Education International For Private & Personal Use Only [ ૧૫૫ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174