Book Title: Samprat Sahchintan Part 14
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 163
________________ જોઈએ. ક્યારેક તો એટલો વિચાર કરવાનો પણ સમય રહેતો નથી. પરંતુ વ્યક્તિએ પોતાનું જીવન એવી રીતે ઘડવું જોઈએ કે સહસા પણ અયોગ્ય ન જ બોલાઈ જાય. હિત, મિત, પથ્ય અને સત્ય વાણી માટેનો આગ્રહ જીવનમાં વણાઈ જાય તો અયોગ્ય, અપરિપક્વ વાણી ઉચ્ચારવાનો સમય આવતો નથી. સહસા પણ એવું બોલાતું નથી. ' વગર પૂછ્યું બોલવું ન જોઈએ એ તો સાચું અને ગુરુ મહારાજ પૂછે તો વિનયપૂર્વક ઉત્તર આપવો જોઈએ એ પણ સાચું, પરંતુ કેટલીક સામાજિક બાબતોમાં, રાજકારણમાં કે એવા અન્ય વિષયમાં તો પૂછવામાં આવે છતાં મૌન રાખવામાં ડહાપણ છે. પોતાના ઉત્તરથી જો લેશકંકાસ થવાનો હોય, વાદવિવાદ કે કષાયો થવાના હોય, હિંસા થવાની હોય તો તેવે વખતે પૂછવા છતાં ન બોલવું જોઈએ. એક સુભાષિતમાં કહ્યું છે : ना पृष्ठः कस्याचिद् ब्रूयान्नाऽप्यन्यायेन पृच्छतः । ज्ञानवानपि मेधावी जडवत् समुपाविशेत् ॥ [કોઈના પૂક્યા વગર કશું કહેવું નહિ. વળી અન્યાયથી જો પૂછવામાં આવે તો પણ જ્ઞાનવાન, મેધાવી વ્યક્તિ જડવત્ ચૂપ બેસી રહે.] કેટલાક માણસોની પ્રકૃતિ જ એવી હોય છે કે તેઓ કારણ હોય કે ન હોય, બોલ્યા વગર રહી શકતા નથી. જે બહુ બોલબોલ કરે છે તેઓ જ ભાંગરો વાટતા હોય છે. જે માણસ વારંવાર મૌનનો અભ્યાસ કરે છે તેને પછી વગર કારણે બોલવાની બહુ ઈચ્છા થતી નથી. એટલા માટે સાધકે તો વાણીના સંયમનો, મૌનનો અભ્યાસ સતત રાખતા રહેવું જોઈએ. ઉત્તરાધ્યયનસૂત્રમાં ભગવાનને પૂછવામાં આવે છે : ૧પ૪ ] સાંપ્રત સહચિંતન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174