Book Title: Samprat Sahchintan Part 14
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 161
________________ ત્યારે એ પ્રશ્ન બધાને માટે હોય છે, પરંતુ તેનો જવાબ તો જેને આપવાનો હોય તે જ આપે છે. કેટલીક વાર શિક્ષક કહે છે, ‘સવાલ સબસે, જવાબ એકસે.' શિક્ષક વર્ગમાં પ્રશ્ન પૂછે અને બધા જ વિદ્યાર્થીઓ એકસાથે બોલે તો ગેરશિસ્ત અને ઘોંઘાટ સર્જાય, સવાલ-જવાબની પદ્ધતિ શાળાઓમાં સારી રીતે શીખવી શકાય છે. જ્યાં આ પ્રમાણે તાલીમ અપાય છે ત્યાં સુંદર શિસ્ત પ્રવર્તે છે. લશ્કરી તાલીમમાં અને પ્રત્યેક દેશના લશ્કરી જીવનમાં બોલવા અંગે, સવાલ-જવાબ અંગે સારી શિસ્ત પ્રવર્તતી હોય છે. કોઈ વચ્ચે બોલે એવું લશ્કરી જીવનમાં જોવા નહિ મળે. કેટલીકવાર વિદ્યાર્થીઓમાં દેખાડો કરવાની વૃત્તિને લીધે કે શિક્ષકને પજવવા માટે પ્રશ્નો પૂછવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટેની એક શિબિરમાં બહારના એક વ્યાખ્યાતા રાતના આઠથી નવ વ્યાખ્યાન આપતા અને છેલ્લે કહેતા કે વ્યાખ્યાનના વિષય અંગે કોઈને કંઈ પ્રશ્ન પૂછવો હોય તો પૂછો. થાકેલા અને ઊંઘમાં આવેલા વિદ્યાર્થીઓ કંઈ પૂછતા નહિ. કદાચ કોઈ વિદ્યાર્થી પૂછે તો બીજા પછીથી ખાનગીમાં એને ઠપકો આપીને કહેતા કે ‘તારે પૂછવું હોય તો એકલો જઈને પૂછી આવજે. અમારો સમય શું કામ બગાડે છે. અમારે વેળાસર ઊંઘવું હોય કે નહિ ?' બીજા દિવસોએ પણ વ્યાખ્યાતા ત્રણચાર વાર કહે છતાં કોઈનોય પ્રશ્ન ન આવતાં તેઓ વિદાય લેતા. છેલ્લા દિવસે વ્યાખ્યાનમાં વિદ્યાર્થીઓના આચાર્ય આવીને બેઠા. વ્યાખ્યાનને અંતે વ્યાખ્યાતાએ રાબેતા મુજબ કહ્યું કે : ‘કોઈને કંઈ પૂછવું હોય તો પૂછો.' તરત એકસાથે આઠ હાથ ઊંચા થયા. એક પછી એક પ્રશ્નો, કેટલાક તો ઢંગધડા વગરના થવા લાગ્યા. વ્યાખ્યાતાએ ધીરજપૂર્વક જવાબો આપ્યા. પણ પ્રશ્નો તો આવતા જ ગયા. પ્રશ્ન પૂછનાર પ્રશ્ન પૂછ્યા પછી ધ્યાનથી સાંભળવા વ્યાખ્યાતાની સામે જોવાને ૧૫૨ ] Jain Education International For Private & Personal Use Only સાંપ્રત સહચિંતન www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174