Book Title: Samprat Sahchintan Part 14
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 165
________________ ગૌતમસ્વામીએ પ્રશ્નો પૂક્યા હતા એવું નથી, પોતે તો જાણતા જ હતા, પણ પોતાના પ્રશ્નોથી ત્યાં બેઠેલા બીજા જીવોની શંકાનું સમાધાન થાય એ આશય હતો. એમના પ્રશ્નોમાં પણ બીજા જીવો માટેનો કરુણાભાવ હતો. જેઓ ઊંચી કોટિના સાધક છે તેઓને તો અકારણ વચન ઉચ્ચારવું જ ગમતું નથી. અકારણ વચન ઉચ્ચારવું એટલે વિશ્વના વ્યવહારમાં હસ્તક્ષેપ કરવો. રાગદ્વેષ વગર હસ્તક્ષેપ થાય નહિ. જ્યાં હસ્તક્ષેપ છે ત્યાં સૂક્ષ્મ હિંસા છે. આત્મા સ્વભાવમાંથી નીકળી વિભાવદશામાં આવે ત્યારે જ હસ્તક્ષેપ થાય છે. એટલે અકારણ બોલવું એ આત્માની વૈભાવિક દશાનું સૂચક છે. જેઓ સાધનાની ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા છે તેઓ તો જગતને એ જેવું છે તેવા સ્વરૂપે જ નિહાળે છે. એમાં તેઓ પ્રમાદી કે કર્તવ્યય્યત બન્યા છે એમ નહિ કહી શકાય. તેઓની આત્મરમણતા એટલી ઉચ્ચ કોટિની હોય છે કે જગતને જુએ છે અને છતાં નથી જોતા. તેઓની એ દશા તો જેઓ સમજે છે તે સમજે છે. ૧૫૬ ] Jain Education International સાંપ્રત સહચિંતન For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172 173 174