Book Title: Samprat Sahchintan Part 14
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 156
________________ ૧૪ अपुच्छिओ न भासेज्जा,भासमाणरस अंतरा। ભગવાન મહાવીર (વગર પૂળે ન બોલવું, બોલતા હોય ત્યારે વચ્ચે ન બોલવું) ચરમ તીર્થંકર ભગવાન શ્રી મહાવીર સ્વામીએ ગુરુ-શિષ્યના સંબંધોમાં શિષ્ય કેવી રીતે બેસવું, ઊઠવું, ગોચરી વહોરવી, બોલવું, ચાલવું ઇત્યાદિ વિશે નાની નાની પણ અત્યંત મહત્ત્વની શિખામણો આપી છે, જે શિષ્યોને સંયમજીવનમાં, વિનયવ્યવહારમાં અને અધ્યાત્મસાધનામાં અત્યંત ઉપયોગી છે. આવી શિખામણોમાં જીવનનું સૂક્ષ્મ દૃષ્ટિથી કેટલું તલસ્પર્શી અવલોકન થયું છે અને સંયમના માર્ગમાં કેવાં કેવાં ભયસ્થાનો છે તથા અધ્યાત્મમાર્ગના આરોહણમાં કેવી કેવી સાવધાની રાખવી જોઈએ તે વિશેના સચોટ માર્ગદર્શનની આપણને પ્રતીતિ થાય છે. મુનિએ ક્યારે ક્યારે કેવી રીતે બોલવું કે ન બોલવું એ વિશેની ભલામણોમાંથી વગર પૂછ્યું ન બોલવા વિશેની ભલામણ કેટલી બધી ઉપયોગી છે તે અનુભવથી સમજાય એવું છે. દશવૈકાલિક સૂત્રના આઠમા અધ્યયનમાં કહ્યું છે : अपुच्छिओ न भासिज्जा, भासमाणस्स अंतरा । पिट्ठिमंसं न खाइज्जा, मायामोसं वि वज्जए ॥ अपुच्छिओ न भासेज्जा, भासमाणस्स अंतरा। [ ૧૪૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174