Book Title: Samprat Sahchintan Part 14
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 154
________________ જો શ્રી આનંદઘનજી કહે કે ‘મારે મન રામ અને રહેમાન સરખા છે' તો એમાં તેમની ઉદાર તત્ત્વદૃષ્ટિનું દર્શન થાય છે, પરંતુ કોઈ સામાન્ય માણસ જો એમ કહે કે મારે મન રામ અને રહેમાન વચ્ચે કંઈ ફરક નથી' તો એમાં એની અજ્ઞાનયુક્ત મિથ્યાર્દષ્ટિ કદાચ હોઈ શકે. યોગ્ય અધિકારની પ્રાપ્તિ વિના જો માણસ બંનેને સરખા ગણવા જશે તો સમય જતાં તે ભ્રમિત થઈ જશે, અતોભ્રષ્ટ તતોભ્રષ્ટ તે બની જશે. અને કદાચ કોમી વિખવાદનું નિમિત્ત બની જશે. કોઈ સામાન્ય હિંદુ કે સામાન્ય મુસલમાન એમ નહિ કહે કે રામ અને રહેમાનમાં કંઈ ફરક નથી. તે પોતાના ઇષ્ટદેવને જ મુખ્ય અને શ્રેષ્ઠ માનશે. કેટલાક તો બીજાના ઇષ્ટદેવનાં દર્શન કરવામાં કે એમનું નામ લેવામાં પણ પાપ સમજે છે. દુનિયામાં લોકોનો મોટો વર્ગ આવી ચુસ્ત, સંકુચિત પરંપરાવાળો જ રહેવાનો. કોઈ એમ કહે કે ‘દુનિયામાં બધા ધર્મો સરખા છે', તો પ્રથમ દૃષ્ટિએ આવું વિધાન બહુ ઉદાર, ઉમદા અને સ્વીકારી લેવા જેવું ગણાય. જગતમાં વિવિધ ધર્મો વચ્ચે સુસંવાદિતા, સુલેહ, સંપ, શાન્તિ, ભાઈચારા માટે આવી ભાવનાની આવશ્યકતા જણાય. આવી સામાન્ય વાત થતી હોય ત્યાં વ્યવહાર દૃષ્ટિએ એ સ્વીકારાય અને સંકલેશ, સંઘર્ષ કે વૈમનસ્ય ન થાય એ માટે એ ઇષ્ટ પણ ગણાય છે. પરંતુ જ્યાં થોડાક સમજુ, પ્રામાણિક, ખુલ્લા મનના વિચારકો બેઠા હોય અને વસ્તુસ્થિતિનો સ્વીકાર કરવામાં ક્ષોભ ન અનુભવાતો હોય તો ત્યાં કહી શકાય કે દુનિયામાં વિવિધ ધર્મોને વિવિધ દૃષ્ટિથી સ્થાન હોવા છતાં બધા ધર્મોને એકસરખા ન ગણી શકાય. જે ધર્મો જન્મજન્માંત૨માં માનતા ન હોય અને ઐહિક જીવનને વધુમાં વધુ સુખસગવડભર્યું બનાવવું જોઈએ અને એ રીતે જીવન ભોગપ્રધાન હોવું જોઈએ એવી માન્યતા ધરાવતા હોય તે ધર્મો અને આનંદઘનજીની ઉદાત્ત તત્ત્વદૃષ્ટિ Jain Education International For Private & Personal Use Only [ ૧૪૫ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174