Book Title: Samprat Sahchintan Part 14
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 134
________________ તદા તદા જાતિકુલ પ્રમાણમ) આ સંસારમાં અસંખ્ય કે અનંત પદાર્થોમાં સામ્ય કે વૈષમ્યનાં લક્ષણો જોવા મળે છે. જ્યાં સામ્ય નજરે પડે અને એની પરીક્ષાની જરૂર પડે ત્યારે એના એકાદ નાના અંશને તપાસી જોતાં સમસ્ત ચીજવસ્તુની પરખ થઈ શકે. એક મોટું ફળ હોય તો એની નાની ચીરી કે પતીકું ખાતાં ફળના સ્વાદની ખબર પડી જાય છે. સ્વાદ જાણવા માટે આખું ફળ ખાવાની જરૂર નહિ. તપેલું ભરીને દૂધ હોય તો તે સારું રહ્યું છે કે ફાટી ગયું છે તે જોવા માટે એક ચમચી જેટલું દૂધ લઈને કે આંગળી બોળીને ચાખવાથી ખબર પડે છે કે તે કેવું રહ્યું છે. જમણવારમાં રસોઈયાઓ દાળ, કઢી ઈત્યાદિ કરતી વખતે એકાદ ચમચી જેટલું લઈને સ્વાદ ચાખી જુએ છે કે તે બરાબર થઈ છે કે કેમ. સમુદ્રનું પાણી ખારું છે એ જાણવા માટે ફક્ત એક ટીપું જ ચાખવાની જરૂર છે. જ્યાં વસ્તુમાં વિષમતા હોય અથવા વિષમતાની દૃષ્ટિએ એની પરીક્ષા કરવાની હોય તો ત્યાં ઝીણવટભરી પરીક્ષા આવશ્યક બને છે. સરખાં મોતીની એક સરસ માળા બનાવવાની હોય તો એક એક મોતી, જોઈતપાસીને પસંદ કરવું પડે છે. એકબે મોતી જુદાં ખોટાં રંગ-કદનાં આવી જાય તો આખી સેરની શોભા બગડે છે. ચીજવસ્તુની પરખ માટે મહાવરાથી માણસોની અવલોકનની શક્તિ ખીલે છે. જરાક નજર કરતાં જ માણસ એમાં રહેલી ત્રુટિને પારખી શકે છે. કેટલાક માણસની નજર એવી ઝીણી હોય છે કે એની નજરમાંથી કશું છટકી ન શકે. નાના બાળકમાં સમજશક્તિનો ક્રમે ક્રમે વિકાસ થાય છે. આગળ જતાં તેનામાં પણ અનુમાનશક્તિ વિકસે છે. પછીથી એક અવયવ પરથી તે અવયવીનું અનુમાન કરી શકે છે. મારા પોતાના सित्येण दोणपागं, कविं च एक्काए गाहाए । L[ ૧૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174