Book Title: Samprat Sahchintan Part 14
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 141
________________ ચોર્યાસી લાખ યોનિમાંથી નીકળવા માટે જિનેશ્વરની મૂર્તિના આલંબનની જરૂર છે માટે તે ૮૪ ફૂટની છે. બાવનગજાનો પર્વત ચૂલગિરિ તરીકે ઓળખાય છે. સાતપુડાના ડુંગરોની આ બાજુની હારમાળામાં આ પર્વત ઊંચો છે. તે એવા નક્કર ગૅનાઇટ પથ્થરનો બનેલો છે કે જેમાં કોતરકામ થઈ શકે, મૂર્તિ કંડારાઈ શકે. આ પ્રતિમા કેટલી પ્રાચીન છે એનો અંદાજ લાગતો નથી, પણ વિ.સં. ૧૨૩૩માં એનો જીર્ણોદ્ધાર થયાનો ઉલ્લેખ મળે છે. એ પરથી આ તેરમી સદીથી વધુ પ્રાચીન પ્રતિમા છે. ખુલ્લામાં રહેલી આ પ્રતિમાના પથ્થર ઉપર હવામાનની અસર થવાથી ઘસારો લાગતો રહ્યો છે. એટલે જ એના વખતોવખત જીર્ણોદ્વારની આવશ્યકતા રહી છે. દિગંબરાચાર્ય શ્રી વિદ્યાનંદજી મહારાજની પ્રેરણાથી ઈ.સ. ૧૯૮૮માં આ પ્રતિમાનો જીર્ણોદ્ધાર થયો હતો. પ્રતિમા વધુ ટકે એ માટે નિષ્ણાતો દ્વારા એના ઉપર લેપ વગેરેનું કાર્ય થયું હતું. એથી પ્રતિમાની ભવ્યતા અને દર્શનીયતામાં વૃદ્ધિ થઈ છે. પ્રતિમાની આસપાસ પથ્થરના ગોખલા જેવી વિશાળ અને મજબૂત રચના કરવામાં આવી છે કે જેથી હવામાન તથા પક્ષીઓ પ્રતિમાને બગાડે નહિ. આ જીર્ણોદ્વાર પછી ઈ.સ. ૧૯૯૧ના જાન્યુઆરીમાં અહીં પંચકલ્યાણ પ્રતિષ્ઠાવિધિ થઈ હતી. તે સમયે અનેક મહાનુભાવો પધાર્યા હતા અને સમગ્ર ઉત્સવ દરમિયાન આશરે દસ લાખ યાત્રિકોએ અહીં આવીને દર્શન-પૂજનનો લાભ લીધો હતો. બાવનગજાની ઋષભદેવ ભગવાનની ખડ્ગાસનમાં કાઉસગ્ગ મુદ્રામાં કરવામાં આવેલી આ પ્રતિમા દક્ષિણના ગોમ્મટેશ્વર ૧૩૨ ] Jain Education International For Private & Personal Use Only સાંપ્રત સહચિંતન www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174