Book Title: Samprat Sahchintan Part 14
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 151
________________ કહ્યું છે : શિવશંકર જગદીશ્વર, ચિદાનંદ ભગવાન, લલના. જિન, અરિહા, તીર્થકરું, જ્યોતિ સ્વરૂપ અસમાન, લલના. અલક નિરંજન વચ્છલું, સકલ જંતુ વિશરામ, લલના x x x વિધિવિરંચિ વિશ્વભરુ, દ્રષીકેશ જગનાથ, લલના. અઘહર, અઘમોચન, ધણી, મુક્તિ પરમપદ સાથ, લલના. એમ અનેક અભિધા ધરે, અનુભવગમ્ય વિચાર, લલના. જે જાણે તેહને કરે, આનંદઘન અવતાર, લલના. આત્માનુભવની ઊંચી દશામાં, અનુભવગમ્ય દશામાં જીવ સર્વ દર્શનોને પોતાનાં કરી શકે છે. એને કોઈ દર્શન સાથે વૈમનસ્ય કે પરાયાપણું નથી. અનેકાન્તદર્શન જગતના સર્વ ધર્મોને, જગતના સર્વ નયોને યોગ્ય રીતે ઘટાવીને તેનો સમન્વય કરે છે. વિસંવાદ નહિ પણ સંવાદ એનું જીવાતુભૂત લક્ષણ છે. જેઓની અનેકાન્ત દષ્ટિ સમુચિત રીતે ખૂલી ગઈ છે તેઓની પાસે જગતના કોઈપણ ધર્મના તત્ત્વને ઘટાવીને, રૂપાંતરિત કરીને આત્મસાત્ કરવાની કલા સહજ હોય છે. એમને સમગ્ર વિશ્વ એક અખંડ પિંડરૂપ ભાસે છે કે જેમાં ક્યાંય પરસ્પર વિરોધ કે વિસંવાદ નથી. ભગવતિસૂત્રમાં કહ્યું છે કે સમ્યગ્દષ્ટિ જીવને મિથ્યાશ્રુત પણ સમ્યક્ષણે પરિણમે છે અને મિથ્યાદૃષ્ટિ જીવને સમ્યઋત પણ મિથ્યાપણે પરિણમે છે. ભગવાન મહાવીર પોતે ક્ષત્રિય હતા અને એમના બ્રાહ્મણ ગણધરો વેદ-વેદાન્તમાં પારંગત હતા. વળી જૈન ધર્મની આરાધના કરવાની સર્વ કોઈને છૂટ હતી. વર્ણાશ્રમ કે જાતિવાદને જૈન ધર્મમાં ૧૪૨ ] Jain Education International સાંપ્રત સહચિંતન www.jainelibrary.org For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174