________________
97
Vol. XXI, 1997
ધ્રુવસેન-પહેલાનું તામ્રપત્ર દટાઈ રહેવાને કારણે તેની ઉપર ચૂનો રેતી વગેરે સખત રીતે ચોંટી જાય તે પણ સ્વાભાવિક છે. રાસાયણિક સારવાર
તામ્રપત્રની ઉપર રહેલ ચૂના અને રેતીનું સખત પડ જે સહેલાઈથી તામ્રપત્ર ઉપરથી છૂટું પાડી શકાય તેમ ન હતું તે સખત ચોટેલ પડને છૂટું પાડવા માટે સૌ પ્રથમ સોડિયમ હેક્ઝામેટાફોફેટનો ઉપયોગ કરવામાં આવ્યો. આ રસાયણના દ્રાવણમાં (પ%) બંને પતરાં ડૂબેલાં રાખીને અલ્ટાસોનીક મશીનના ઉપયોગથી કાટના પડમાં રહેલ રેતી, ચૂનો વગેરેને દૂર કરવામાં આવ્યાં, ત્યાર બાદ બંને પતરાં ઉપર લીલાશ પડતો ભૂરો કાટ દૂર કરવાનો બાકી રહેતો હતો. સદર કાટ ૧૫% આલ્કલાઈન રસેલ સોલ્ટના દ્રાવણમાં તામ્રપત્ર ડુબાડી રાખીને દૂર કરવામાં આવ્યો. આ પ્રક્રિયા બધા રંગીન કાટ દ્રાવણમાં જાય ત્યાં સુધી કરવામાં આવી હતી જેથી તામ્રપત્ર સુંદર વાંચી શકાય તેવું થઈ ગયું હતું તેમ જ બધો જ કાટ દૂર થઈ ગયો હોય તેમ લાગતું હતું. પરંતુ તામ્રપત્રના બંને પતરાં ઉપર કેટલેક ઠેકાણે લાલ રંગનો કાટ દેખાતો હતો. આ લાલ રંગના કાટ નીચે લીલા રંગનો કાટ જણાતો હતો. આવો કાટ તાંબાને ખૂબ જ ઝડપથી ખાઈ જતો હોય છે. (કટાઈ જાય છે.) આ કાટ તે ક્યપ્રસ કલોરાઈડનું ભેજ અને હવા-પ્રાણવાયુની હાજરીમાં થયેલ ક્યુપ્રીમ કલોરાઇડમાં પરિવર્તન, આવો કાટ જે સળંગ પતરા ઉપર ન હોતાં કોઈક જગાએ જોવા મળે છે અને તે કાટથી તામ્રપત્રની કટાઈ જવાની પ્રક્રિયા ઝડપી બને છે. અને તે પતરા માટે જોખમી હોય છે. આવા કાટને અંગ્રેજીમાં “બ્રોન્ઝ ડીસીઝ” કહે છે.
આ કાટને દૂર કરવા પ્રથમ પ% ગંધકનો તેજાબ અને ત્યારબાદ ઉપર જણાવેલ આવ્હાલાઈન રસેલ સોલ્ટની રાસાયણિક ઉપચારવિધિ કરવામાં આવી અને આમ તામ્રપત્રને સંપૂર્ણ કાટમુક્ત કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત સારવાર બાદ તામ્રપત્રને પાણીથી બરાબર ધોઈને નિર્યાદિત પાણીથી બરાબર ધોવામાં આવ્યું. ધોવાની પ્રક્રિયા પાણીમાં કલોરીન આવતો બંધ થાય ત્યાં સુધી ચાલુ રાખવામાં આવી હતી. અંતે બંને પતરાંને બરાબર સૂકવીને ભવિષ્યમાં સામાન્ય પરિસ્થિતિમાં તામ્રપત્ર ફરીથી કટાય નહીં તે માટે તેની ઉપર પોલીમીથાઈલ મેથાકીલેટ (૧, ૨, ડાય કલોરો ઇથેનમાં)નું પાતળું પડ ચઢાવવામાં આવેલ હતું. આમ કરવાથી તામ્રપત્ર સુરક્ષિત થયું અને સહેલાઈથી વાંચી શકાય તેવું બન્યું છે. (ચિત્ર-૨) તામ્રપત્ર :
આ તામ્રપત્ર બે તાંબાના પતરાંમાંથી બનાવેલ છે. બંને પતરાં ઉપર લખાણ ફક્ત અંદરની બાજુએ જ છે. બંને પતરાં ઉપરનું લખાણ પતરાના ઘસારાથી ઘસાઈ ન જાય અને સુરક્ષિત રહે તે માટે પતરાની કિનારી ઉપસાવવામાં આવેલી છે. વળી બંને પતરાંના ખૂણા ગોળ કરેલા છે. તામ્રપત્રના પહેલા પતરાની નીચેની બાજુએ અને બીજા પતરાની ઉપરની બાજુ બબ્બે કાણાં છે તે ઉપરાંત પહેલા પતરાની ડાબી બાજુએ ઉપર ખૂણામાં એક કાણું છે. આ કાણામાં રાજમુદ્રા સાથેની એક તાંબાની કડી છે. આ મુદ્રા જે પિત્તળની છે તેમાં બેઠેલ નંદી છે જેની નીચે “શ્રી ભટક્ક: