________________
123
Vol. XI, 1997 સાહિત્યમીમાંસામાં વિચારાયેલું રસસ્વરૂપ
123 વિશે રસદર ફૂ (ત્તિ ? ft) મુદ્રા ક્રતિ હિ! - (9. ૮૫) રસનું તાત્પર્યવિષયત્વ એટલા માટે કે કવિ રસને ઉદ્દેશીને જ સૂક્તિ રચે છે.
પુનઃ એક પૂર્વપક્ષ ઉદ્ભવે છે. તેના મત અનુસાર રસ સામાજિકોને આશ્રયે રહેલો હોય છે. તેનું જ વાક્યર્થત્વ ઇષ્ટ છે પણ અહીં (= તાત્પર્યમાં) તે ઘટતું નથી કારણ કે કવિનો ઉદેશ સમાદિને આશ્રિત (= અનુકાર્યને) રસમાં હોય છે. સિદ્ધાંતી આ આશંકાનો જવાબ આપતાં કહે છે - ના, -
સામનિશાનાં હતાં રસ (ાવ ? વેવ) મર્દ થમ્ |
इति प्रवर्तते काव्ये कविस्तत्परमानसः ॥ કારણ કે, સામાજિકોનું હૃદય જ રસનું અધિષ્ઠાન બને માટે – એમ પ્રવર્તિત થતા કાવ્યમાં કવિ તત્પરક – કાવ્ય તરફના કે (રસ તરફના) મનવાળો હોય છે.
પૂર્વપક્ષ કહે છે કે એ સાચું કે કવિનો સામાજિકોના રસ પ્રતિ ઉદ્દેશ હોય છે પણ તેને ઉત્પાદિત કરવા માટે, પ્રતિપાદિત કરવા માટે નહીં, જે અર્થપ્રતીતિ કરાવવા પ્રત્યે ઉદ્દેશ છે તે તો વાક્યર્થ જ છે. એટલે રસ વાક્યર્થ બનતો નથી. સિદ્ધાંતી પ્રત્યુત્તરમાં જણાવે છે -
विशिष्टैः शब्दसन्दभैंपियेयं रसं यतः ।
इति प्रवृत्ते सुकवौ तेषामुत्पद्यते रसः ॥ (पृ. ८६) વિશિષ્ટ શબ્દસન્દર્ભ વડે “હું રસ જણાવું છું એમ સુકવિની પ્રવૃત્તિ છે અને તેમનાથી રસ ઉત્પન્ન થાય છે.
આગળ વૃત્તિમાં સા. મી. કાર જણાવે છે કે ઉત્પત્તિમાં કે જ્ઞાનમાં હેતુ જ આધારરૂપ હોય છે. અથવા ઉત્પન્ન થયેલો રસ સ્વયંપ્રકાશિત હોવાથી પ્રતીતિસિદ્ધ છે તેથી ઉદેશ સાથે તેનો (= પ્રતીતિનો) અવિનાભાવ સિદ્ધ છે. આથી તે પ્રકારની રસોત્પત્તિ વાક્યર્થને હણતી નથી અર્થાત્ રસ સામાજિકોને ગ્રાહ્ય હોય છે.
એ પછીની ચર્ચામાં પાઠ બહુ સ્પષ્ટ નથી (ક્યારેક સંપૂર્ણનન્દવાળી સા. મી.નો આધાર લઈ સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કર્યો છે. પૃ. ૨૦૭)
- પૂર્વપક્ષ શંકા કરે છે કે વિપર્યય કેમ નથી અર્થાત્ વાક્યર્થ કેમ હણાતો નથી? તો સિદ્ધાંતી કહે છે, કારણ કે વાક્ય જ પ્રમાણ છે. અર્થપ્રતીતિને ઉદ્દેશીને જ તે પ્રવૃત્ત થાય છે. આથી રસપ્રતીતિના ઉપાદાનથી તે ત્યાં જ વ્યાપી વળે છે. આથી સામાજિકગત રસ પ્રતિપાદનનો વિષય છે, ઉત્પત્તિનો નહીં એમ સિદ્ધ થયું.