________________
18.
પારુલ માંકડ
SAMBODHI
ઉપસંહાર :
સા. મી.માં નિરૂપાયેલા રસસ્વરૂપની મીમાંસા કરતાં નિમ્નોક્ત તારણો પર આવી શકાય. સા. મી. એ રસનું સ્વરૂપ ૬. . આધારે નિર્ધારિત કર્યું છે. આથી ભારતે જેમ રસલક્ષણમાં
સ્થાયી' પદ મૂક્યું નથી તેવું તેમાં નથી. સા. મી. કાર પણ “સ્થાયી' પદને રસલક્ષણની અંદર જ સમાવિષ્ટ કરે છે. આ રીતે ૪. સ્ત્ર અને સા. મી. બન્ને “શાવી વ ર:'ની પરંપરા સ્વીકારે છે. બન્ને “થાયી' ને લવણાકર જેવો કહે છે. આમ છતાં ર. .. કારની જેમ જ સામી. કાર પણ રસને સુખદુઃખાત્મક માનતા નથી પરંતુ આનંદાત્મક જ માને છે. નાટ્યદર્પણકારનું રસલક્ષણ . . ની નજીક છે છતાં તેઓ સુખદુઃખવાદના પુરસ્કર્તા બની રહ્યા છે. પરંતુ સામી. કાર . ની જેમ સ્પષ્ટપણે રસને આનંદમય સ્વીકારે છે, અને આમ અભિનવગુપ્તની નજીક જણાય છે. તેમની જેમ પણ સહેજ જુદા શબ્દોમાં સા. મી. કાર નોંધે છે કે ભગવતી પ્રીતિના વિષયમાં સ્વસંવિત જ શરણરૂપ છે. અભિનવગુપ્ત રસને નિજસંવતની વિશ્રાંતિરૂપ માન્યો જ છે. આમ મમ્મટે જેમ વ્ય: સ સૈમાવા મિાવો : મૃતઃ એ કથનમાં જેમ સ્થાયીનો ઉલ્લેખ કર્યો છે તેવું સા. મી. કારનું પણ માનવું રહ્યું. અહીં અલબત્ત વ્યંજનાનું સ્થાન તાત્પર્યશક્તિ લે છે.
સા. મી. કાર રસનું અધિષ્ઠાન રસિકને જ માને છે. (પૃ. ૮૦) અભિનવગુપ્તની જેમ સામાજિક શબ્દ પણ તેમણે રસિકને માટે પ્રયોજ્યો છે. (પૃ. ૮૨) રસને અનુકાર્યગત માન્યો નથી. અનુકાર્યગત રસને મુખ્ય માનનારાનું તેમણે ખંડન પણ કર્યું છે અને પ્રતિપાદન તો સામાજિકના રસપક્ષે જ મુખ્ય હોય તેવું સિદ્ધ કર્યું છે. આમ રસના આસ્વાદની બાબતમાં . ની જેમ સ. પી. કાર પણ અભિનવગુપ્તની નજીક હોવા છતાં વ્યંજનાને સ્વીકારતા નથી અને રસને તાત્પર્યથી જ ગતાર્થ થતો માને છે. ૪. રણ ની ઘેરી અસર છતાં વ્યંજનાનું ખંડન સામી. કારે કર્યું નથી એ નોંધપાત્ર છે. વળી રસના સંદર્ભમાં સા. મી. કારે વ્યંગ્યવ્યંજકભાવ સંબંધ સ્વીકાર્યો નથી પણ ભટ્ટનાયક અને ધનંજય-ધનિકની જેમ રસને ભાવ્યમાન થતો સ્વીકાર્યો છે અને એટલે ભાવ્ય-ભાવક સંબંધ સ્વીકાર્યો છે. અભિનવગુપ્તની અભિવ્યક્તિ દાર્શનિકોની અભિવ્યક્તિ કરતાં સાવ જુદી છે એટલે રસ તેમને મતે પૂર્વસિદ્ધ માનવો અનિવાર્ય નથી. આ વસ્તુ ભટ્ટનાયક અને રૂ. ૨, કારની જેમ સા. મી. કાર પણ પકડી શક્યા નથી એટલે રસને તેઓ અભિવ્યંજિત માનતા નથી પણ ભાવિત થતો માને છે. વિકાસ, વિસ્તાર વગેરે ૪ અવસ્થાઓ ઃ ને અનુસરીને સી. બી. એ સ્વીકારી છે. ભારતના ૪ પ્રકૃતિ અને ૪ વિકૃતિ રસો સાથે તેનું સામ્ય છે.
સા. મીની શૃંગારવિભાવના ભોજ અને અગ્નિપુરાણ(અ. પુ)કારને મળતી આવે છે. આમ છતાં આ સમગ્ર ભાગ ભ્રષ્ટ અને અસ્પષ્ટ પાઠોને કારણે બહુ સ્પષ્ટ થતો નથી. છતાં એટલું નોંધી શકાય કે સામી. કાર અભિમાન-અહંકારરૂપ શૃંગારને સ્વીકારે છે. ભોજે સૂચવેલી રસની પરા વગેરે કોટિઓ વિષે સા. મી. કાર સ્પષ્ટતા કરતા નથી. રસનું સ્વરૂપ અહંકારરૂપ શૃંગાર હોવા છતાં આનંદસ્વરૂપ છે. અંતે આત્મામાં ઉત્પન્ન થતા આનંદને તેમણે “રસ' કહ્યો છે. અ. પુ. કાર પણ આનંદને શૃંગારનો સ્વાભાવિક ધર્મ ગણાવે છે. ભોજ તો અહંકારમાંથી ઉદ્ભવતા આનંદને