________________
Vol.
XI, 1997
જૈન આચાર્યો મતે કવિનું....
135 કાવ્યકવિના સાત પ્રકારો છે – (૧) રોચિક, (૨) વાચિક, (૩) આર્થ, (૪) શિલ્પિક, (૫) માર્દવાનુગ, (૬) વિવેકી અને (૭) ભૂષણાર્થી. તેમનું સ્વરૂપ નીચે પ્રમાણે છે –
(૧) રોચિક–જે કવિ પોતાની રુચિ પ્રમાણે વારંવાર શબ્દ અથવા અર્થનો ત્યાગ અથવા ગ્રહણ કરે છે.
(૨) વાચિક–માત્ર શબ્દોના આડંબરને ઇચ્છનાર, (૩) આર્થ–માત્ર અર્થવૈચિત્ર્યને ઇચ્છનાર. (૪) શિલ્પિક – શબ્દ અને અર્થ એ બંનેનું વર્ણન ઇચ્છનાર. (૫) માર્દવાનુગ– મૂદુ શબ્દ અને અર્થની રચના કરનાર,
(૬) વિવેકી – શબ્દ અને અર્થ સંબંધી ગુણ અને દોષોને જાણનાર, મહાકવિઓના માર્ગનો જ્ઞાતા તેમ જ અનેક શાસ્ત્રોમાં નિપુણલ.
(૭) ભૂષણાર્થી – દિવ્યાલંકાર સંયોજનમાં તત્પર.
જૈનાચાર્ય અજિતસેને કવિના ત્રણ પ્રકારો માન્યા છે– મહાકવિ, મધ્યમ કવિ અને અન્ય (અધમ) કવિ. તેમનું સ્વરૂપ નીચે પ્રમાણે છે :
(૧) મહાકવિ કાશિક્ષાનો અનુગામી, સંપૂર્ણ રસો અને ભાવોનો જ્ઞાતા તેમ જ શાબ્દિક સંપૂર્ણ કાવ્યાંગોના જ્ઞાનથી પ્રસન્નચિત્ત હોય છે,
(૨) મધ્યમ કવિમાં કોઈ કવિ શબ્દસૌંદર્ય, કોઈ અર્થસૌંદર્ય, કોઈ સમાસયુક્ત તો કોઈ સમાસરહિત પદસમૂહની ઇચ્છા કરનારો હોય છે. કોઈ કોમલ રચનાની ઇચ્છા કરે છે, કોઈ ફુટ પ્રસાદગુણવિશિષ્ટ રચના ઈચ્છે છે, કોઈ મધ્યમ પ્રકારની રચના ઇચ્છે છે. આ બધા મધ્યમ કવિ છેર,
(૩) અન્ય કવિ- ઉપર જણાવી તેનાથી ભિન્ન પ્રકારની રચનાની ઈચ્છા કરનારો અન્ય કવિ કહેવાય છે.
ઉપર કરેલા વિવેચન પરથી જણાય છે કે રાજશેખરે જે રીતે વિભિન્ન આધારોને ધ્યાનમાં રાખીને કવિના પ્રકારોનું નિરૂપણ કર્યું છે, તેવું અન્ય જૈન આચાર્યોએ કરેલું નથી તોપણ જૈનાચાર્ય વિજયવર્ટી દ્વારા કાવ્યકવિના પ્રકારના નિરૂપણમાં કરેલો પ્રયાસ ઉત્તમ છે. જૈન આચાર્ય અજિતસેને કવિના સામાન્ય ત્રણ પ્રકારો પાડેલા છે. તેમણે મધ્યમ કવિની અંતર્ગત અનેક કવિપ્રકારોનો સમાવેશ કરેલો છે, તે એક રીતે યોગ્ય જ છે.