Book Title: Sambodhi 1998 Vol 21
Author(s): J B Shah, N M Kansara
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 189
________________ 182 જયન્ત છે. ઠાકર SAMBODHI કરવાની પ્રેરણા મળેલી. મૂળ રૂપો જોતાં સ્પષ્ટ થાય છે કે અસલ અર્ધમાગધી ભાષા સંસ્કૃત તેમ જ પાલિની અત્યન્ત નજીક છે જેથી ત નો 2 કે 3 નો જ એવા ફેરફારો ત્યારે નહોતા થતા તેમ સમજાય છે. ડૉ. ચન્દ્ર સાચી દિશામાં પ્રયત્ન કરી રહ્યા છે અને તેમણે રજૂ કરેલા નમૂનારૂપ અભ્યાસ ઉપરથી સ્પષ્ટ થાય છે કે આ અત્યન્ત આવશ્યક પણ છે. તેમની સૂક્ષ્મણિકા અને આવશ્યક કાર્યમાંની પહેલ માટે તેઓ ખૂબ જ અભિનંદનને પાત્ર છે, ધન્યવાદને પાત્ર છે, અને આવા મન્થન દ્વારા પ્રાચીન આગમોના અધ્યેતાઓ ઉપર તેમના દ્વારા મોટો ઉપકાર થયો છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. આ નવિ દષ્ટિએ બધાં આગમોની સમીક્ષિત આવૃત્તિ (Critical edition) તૈયાર કરાય એ જરૂરી છે. આ માટે તેઓ “આચારાંગસૂત્ર”થી પ્રારમ્ભ કરવા ધારે છે. આવું ભગીરથ કાર્ય કોઈ સંસ્થા જ કરી શકે, અનેક વ્યક્તિઓનું જૂથ મંડે તો જ સફળ થાય. આ માટે ડૉ. ચન્દ્ર સર્વ દિશાઓથી પ્રોત્સાહનના અધિકારી છે. જૈન આચાર્યવર્યો તરફથી પણ તેમને પૂરતું પ્રોત્સાહન પ્રાપ્ત થાય તેવી શ્રદ્ધા રાખીએ. જો તેમ થશે, તો આ મહત્ત્વપૂર્ણ ક્ષેત્રમાં ક્રાન્તિ થઈ ગણાશે. જયન્ત છે. ઠાકર

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196