________________
અ ૨, શાહ
SAMBODHI
* અંતે એ પણ ઉલ્લેખવું જરૂરી છે કે આ તામ્રપત્રમાં જે ગામનું નામ છે તે કુટ છે જ્યારે આ રાજ્યનું વલભી સંવત ૨૦૭ના તામ્રપત્રમાંના ગામનું નામ કુક્કટ છે. કદાચ આ બંને ગામ એક જ હોઈ શકે. જો બંને ગામ એક જ હોય તો કુફ્ફટમાંથી કુક્કટ નામમાં પરિવર્તન આટલા ટૂંકા ગાળામાં કેમ થયું? લખનારની કદાચ ભૂલ હોઈ શકે. પરંતુ આ બાબતની ઉપેક્ષા કરી શકાય નહીં.
ઉપરોક્ત સઘળા મુદ્દા તલસ્પર્શી અભ્યાસ માંગી લે છે, અને વિદ્વાનો આ બાબતે સારો પ્રકાશ નાંખી શકે તેમ છે.
આ લેખ લખવા માટે સહકાર આપવા બદલ સંગ્રહાલય ખાતું, ગુજરાત રાજ્યના નિયામકશ્રીનો હું આભાર માનું છું. વળી લેખ માટે જરૂરી સહકાર આપવા બદલ સ્વ. ડૉ. શારદા શ્રી નિવાસન, પુરાતત્ત્વ વિભાગ, મસ. યુનિવર્સિટી, વડોદરા. શ્રી એસ. વાય. વાકણકર અને શ્રીમતી વિજયાબેન લેલે, પ્રાચ્ય વિદ્યાભવન, વડોદરાનો હું આભારી છું.
સંદર્ભ :૧. શ્રી મનહર સોલંકી, ક્યુરેટર, બાર્ટન મ્યુઝિયમ, ભાવનગર દ્વારા મળેલ માહિતી. ૨. કોન્વેન્શન ઑફ એન્ટીવીટીઝ એન્ડ વર્કસ ઑફ આર્ટ– એચ. જે. પ્લેન્ડરલીથ ૧૯૫૭. ૩. ટેકનીકલ સ્ટડીઝ ઇન ધી ફિલ્ડ ઑફ મ્યુઝિયમ એન્ડ ફાઈન આર્ટ્સ – સ્વર્ણકમલ. ૪. આલ્કલાઇન રસેલ સોલ્ટનું દ્રાવણ ૫ ભાગ વજનના સોડિયમ હાઇડ્રોક્સાઈડ, ૧૫ ભાગ વજનના સોડિયમ
પોટેશિયમ ટાટરેટને ૧૦૦ ભાગ વજનના પાણીમાં ઓગાળવાથી બને છે.. ૫. ભારતીય પ્રાચીન લિપિમાળા (હિન્દી) ગૌરીશંકર ઓઝા, ૧૯૧૮. ૬. ગુજરાતના ઐતિહાસિક લેખો ભાગ-૧, ગિરજાશંકર આચાર્ય, ૧૯૩૩. ૭. ઇન્ડિયન એન્ટીફવેરી-પાન ૨૦૪, વોલ્યુમ. ૨, ૧૮૭૬.