________________
Vol.
XI, 1997
ગુજરાતના પ્રસિદ્ધ હસ્તલિખિત....
113
ગુજરાત અને રાજસ્થાનના લોકસાહિત્યમાં ગોપીચંદની કથા ઘણી લોકપ્રિય છે. આ ગોપીચંદની કથા વર્ણવતો “ગોપીચંદ કી શાબ્દી” નામનો હિંદુપટ આ સંસ્થામાં સચવાયેલો છે. એમાં આ રાજાના જીવનને લગતાં ચિત્રોનું આલેખન કરેલું છે. આ ચિત્રોનો સમય આશરે ૧૮મી સદીનો છે. ચિત્રોની શૈલી પશ્ચિમ-ભારતીય છે. પાત્રોની વેશભૂષા રાજસ્થાની છે.
બીજા એક હિંદુપટમાં કોઈ હિંદુ ધર્મગુરુના ગાદીવારસા વખતના પ્રસંગોનું જુદાં જુદાં દશ્યોમાં આલેખન કરાયું છે. ૧૯મી સદીના પૂર્વાર્ધમાં આ કપડાના પટ્ટમાં જુદા જુદા ખંડ પાડી પ્રસંગની ઉજવણીનાં દશ્યો ચીતરેલાં છે. એના એક દશ્યમાં નટનર્તકી ઊંધા માથે નૃત્ય કરતાં કરતાં પગની મદદથી તીર છોડતી બતાવાઈ છે. એની બાજુમાં એને મદદ કરનાર બીજી નટનર્તકી ઊભી છે. અંગકસરતના દાવ સાથે નૃત્ય દર્શાવતું આ ચિત્ર એ સમયની નૃત્યકલાની ઝાંખી કરાવે છે. બીજા એક ચિત્રમાં નૃત્યકાર સ્ત્રી એક હાથમાં કપડાનું બનાવેલું કમળનું ફૂલ રાખી નૃત્ય કરતી જોવા મળે છે. એના માથા પર પાંચ ગાગરનું બેડું છે. એની પાછળ હાથમાં ઘૂઘરાની પટ્ટી લઈ બે વાદક સ્ત્રી નૃત્ય કરી રહી છે. પુરુષપાત્ર બે હાથમાં મંજીરા વગાડે છે. સ્ત્રીપાત્ર મૃદંગ વગાડે છે. એક પુરુષ સારંગી જેવું વાદ્ય વગાડે છે. આ સમગ્ર ચિત્ર ગુજરાત-સૌરાષ્ટ્રમાં લોકપ્રિય હાલના બેડા-નૃત્યનો ખ્યાલ આપે છે. આખ્યાનો અને ચિત્ર :
ગુજરાતી ભાષામાં લખાયેલ મધ્યકાળના કવિ પ્રેમાનંદનાં આખ્યાનોની હસ્તપ્રતો આ સંગ્રહમાં ઉપલબ્ધ છે. “કુંવરબાઈના મામેરા”ની ૧૯મા સૈકાની હસ્તપ્રતમાંના એક ચિત્રમાં વહેલમાં બેસીને જતાં શેઠશેઠાણીનું આલેખન ભાવવાહી છે. પણ વેશભૂષા સૌરાષ્ટ્રની છે. વહેલ લાકડાની બનાવેલી છે. એમાં કોતરકામ અને ચિત્રકામ આકર્ષક છે. શણગારેલા બળદથી હંકારાતી આ વહેલનાં પૈડાં જાણે ગતિમાન દર્શાવાયાં છે.
જૈનેતર ચિત્રકલાનો વિકાસ વૈષ્ણવ, શૈવ અને શક્તિ સંપ્રદાયો દ્વારા થયો. વૈષ્ણવ સંપ્રદાયની અસર નીચે લિપિબદ્ધ થયેલી હસ્તપ્રતોમાં જયદેવ કવિનું ગીતગોવિંદ, બાલગોપાલસ્તુતિ અને નારાયણ કવચ મુખ્ય છે. શૈવ સંપ્રદાયની અસર નીચે લખાયેલ કાગળની હસ્તપ્રતમાં શિવકવચ અને છાયા પુરુષજ્ઞાન મહત્ત્વની છે. એમાં ભગવાન શિવનાં ચિત્રોનું આલેખન કરેલું છે. છાયાપુરુષ જ્ઞાનની ૧૮મા સૈકાની એક હસ્તપ્રત આ સંગ્રહમાં છે. એમાં વાઘ પર બેઠેલા શિવનું ચિત્ર અત્યંત આબેહૂબ, મોહક અને આકર્ષક છે. શિવે કંઠમાં ખોપરીની માળા પહેરી છે. જટામાં સર્પ, બે હાથમાં ડમરું અને ત્રિશૂળ ધારણ કરેલ છે.
શાક્ત સંપ્રદાયની હસ્તપ્રતોમાં દેવી ભાગવત, ચંડીપાઠ માહાભ્ય જેવા ગ્રંથો મળે છે. આ સંસ્થામાં ૧૮મી સદીની એક દેવી ભાગવતની હસ્તપ્રતમાં દેવીનાં જુદાં જુદાં સ્વરૂપોનાં ચિત્ર આલેખાયેલાં છે. એમાં મહિષાસુરમર્દિનીનું એક જીવંત ચિત્ર નોંધપાત્ર છે.
સૂર્યના ઉપાસકોનો સૌર સંપ્રદાય કહેવાય છે. આ સંપ્રદાયની સૂર્ય સહસ્રનામસ્તોત્રની