________________
પારુલ માંકડ
SAMBODHI
છે. કેટલાક આચાર્યોએ આપેલા ઉદાત્ત, મન્થર અને પ્રેયાનું નામના ત્રણ અન્ય રસોનો ઉલ્લેખ પણ આ કૃતિમાં થયો છે. જોકે તેનો અંતર્ભાવ આઠ રસોમાં થઈ શકે એમ સૂચવવામાં આવ્યું છે. શૃંગારના ભેદો તથા કરૂણ અને વિપ્રલંભનો ભેદ પણ બતાવાયો છે. ઉપરાંત રીતિ, વૃત્તિ વગેરેની રસો સાથેની ઉપયુક્તતા દર્શાવાઈ છે.
આરંભમાં જ રસને “આત્મભૂત' કહ્યો છે :
कान्तया गुणशालिन्या सर्वालङ्कारयुक्तया । किं फलं कामयानस्य यदि न स्याद् रसावहा ॥ તદન્ ગુણોત્તર વાળમક #l(રસો(fન?બ્ધિ)* તમ્ ૨
નાત્યામાં પ્રજ્ઞાપનપ્રતિમાત્રમ્ II-(g. ૧૪)
સા. મી. કારના મત મુજબ સ્ત્રી ગુણશાલી અને સર્વ આભૂષણોથી યુક્ત હોય તો પણ જો રસાવહ ન હોય તો તેને ઇચ્છવાથી શું વળે? તે જ રીતે જો કાવ્ય પણ અલંકાર અને ગુણથી યુક્ત હોય પણ રસ વગરનું હોય તો શું વળે? ઉપર ઉપરથી જ આનંદ આપનારા કાવ્ય માટે વિદ્વાનોને આદર થતો નથી માટે જ રસનું બીજ, રૂપ અને સહકારી તથા બીજું જે કંઈ રસને માટે યોગ્ય છે તે બધું પ્રથકાર હવે સ્પષ્ટ કરે છે. રસનું બીજ શું છે? તો કહે છે - स भावो रसनीयत्वं यत्प्रकर्षः प्रपद्यते ।
| (સા. ની. પૃ ૧૪). જેનો પ્રકર્ષ રસનીયતાને પામે છે તે થયો સ્થાયી ભાવ. વૃત્તિમાં કહે છે - વસ્ત્ર રામવત્ (2) સ વિત્તવૃત્તિવિશેષો માવઃ | આમ આવો ભાવ વિશેષ પ્રકારની ચિત્તવૃત્તિ જ છે. એ પછી સ્થાયી વિષે સ્પષ્ટતા કરતાં સા. મી. કાર નોંધે છે :विरुद्धैरविरुद्धैर्वा भावैविच्छद्यते न यः । आत्मभावं नयत्यन्यान् स स्थायी लवणाकः ॥
- (સા. ની. p. ૧૪) અર્થાત વિરુદ્ધ અથવા અવિરુદ્ધ ભાવો વડે જે વિચ્છિન્ન થતો નથી અને તે સર્વને આત્મભાવ–પોતા તરફ દોરી જાય છે તે સાગર' જેવો સ્થાયી ભાવ છે.
વૃત્તિમાં સા. મી. કાર સ્પષ્ટતા કરે છે :
यथा रूमायां निक्षितं सर्व लवणं सम्पद्यते, तथास्मि (न? त्रि) विष्टं सर्वमेतद्रूपतां प्रतिपद्यत ત્યર્થ. I (9. ૧૪)