________________
Vol. XXI, 1997
ધ્રુવસેન-પહેલાનું તામ્રપત્ર
101
-
લીટી-૧૦
અવલોકન :
તામ્રપત્રમાંની ભાષા અને વ્યાકરણને ધ્યાન સમક્ષ રાખ્યા સિવાય તામ્રપત્રનો અભ્યાસ કરતાં કેટલીક વિશિષ્ટતાઓ જોવા મળી છે જે ધ્યાનાકર્ષક હોઈને નોંધવી જરૂરી છે.
(ક) લખાણમાં એક જ અક્ષર માટે અલગ અલગ લખાણ કોતરવામાં આવ્યું છે. (૧) ઇ ધ્રુવસેનમાં)
લીટી-૨૭ (૨) મિ (સ્વામિમાં અને ભૂમિમાં)
લીટી-૬ લીટી-૨૬ લીટી-૭
લીટી-૨૩ (૩) ભો
લીટી-૧૯, ૨૦
લીટી-૨૪, ૨૫ (૪) લ
I લીટી-૧,૨૦ વગેરે
6લીટી-૨,૨૦ વગેરે આમ એક જ પતરામાં એક જ અક્ષર માટેની વિવિધતા જોવા મળે છે, જે વધુ અભ્યાસ માંગી લે છે.
(ખ) અન્ય તામ્રપત્રોમાં હોય છે તેમ આ તામ્રપત્રમાં બંને પતરાંમાં બબ્બે કાણાં છે. પરંતુ આ તામ્રપત્રમાં પ્રથમ પતરામાં એક વધુ કાણું છે, જે વિશિષ્ટ છે અને અલગ તરી આવે છે.
(ગ) સામાન્યતઃ તામ્રપત્રની સાથે જે રાજમુદ્રા હોય છે. તે તામ્રપત્રનાં પતરાંને જોડતી બે કડીમાંથી એક કડી સાથે જોડેલ હોય છે. જ્યારે આ તામ્રપત્રમાં રાજમુદ્રા ફક્ત પહેલા પતરાની સાથે જ જોડેલી છે, જે અન્ય તામ્રપત્રની સરખામણીમાં ખૂબ જ જુદું પડે છે, અને તે વધુ અભ્યાસ માંગી લે છે.
(ઘ) આ ચર્ચિત તામ્રપત્રમાં કુફ્ફટ ગામ છે. અને વલભી સંવત ૨૦૭ના કાર્તિક સુદ-૭ના રોજ લખાયેલ તામ્રપત્રનું ગામ કુફ્ફટ છે. આ બંને ગામ સરખામણી માંગી લે છે. કદાચ બંને ગામ કુકૂટ અને કુક્કુટ તે ભાવનગર જિલ્લાનું કુકડ ગામ હોઈ શકે.
આમ અક્ષરોમાં વિવિધતા, પહેલા પતરાની અંદર ત્રણ કાંણાં, રાજમુદ્રાનું ફક્ત પહેલા પતરાની સાથે જોડાણ વગેરે આ તામ્રપત્રની વિશિષ્ટાઓ છે જે માટે વિદ્વાનો વધુ પ્રકાશ નાંખી