________________
SAMBODHI
ભારતી શેલત, આર. ટી. સાવલિયા છે, તાડપત્રીયપ્રતો કન્નડ, તેલુગુ, મલયાલમ જેવી દક્ષિણ ભારતની લિપિઓમાં લખાયેલી છે અને ઈ. સ. ની ૧૫થી ૧૯મી સદી સુધીની છે.
આ હસ્તપ્રતો વેદ-વેદાંગ, ઇતિહાસ પુરાણ, બૌદ્ધ સાહિત્ય, જૈન સાહિત્ય, ભક્તિ, તંત્ર, કાવ્ય, વ્યાકરણ, કોશ, નાટ્ય, શિલ્પ, અલંકાર, કામશાસ્ત્ર, આયુર્વેદ, જયોતિષ, કોશ જેવા વિવિધ વિષયોને લગતી છે.
આ સંગ્રહમાં ૧૮ જેટલી સચિત્ર હસ્તપ્રતો છે જેમાં સપ્તશતી, શ્રીમદ્ ભાગવત, કલ્પસૂત્ર, મધુમાલતી કથા જેવી સુંદર ચિત્રોવાળી હસ્તપ્રતોનો સમાવેશ થાય છે.
૧૮મી સદીની ગીત-ગોવિંદની સચિત્ર પ્રતમાં વિષ્ણુના દશાવતારોનાં ચિત્ર અને રાધાકૃષ્ણના મિલન-વિરહના પ્રસંગો ભાવપૂર્ણ રીતે આલેખાયેલા છે. ફારસી લિપિમાં લખાયેલી સચિત્ર હસ્તપ્રતો પણ અહીં જળવાયેલી છે. જ્યોતિષને લગતાં સળંગ સચિત્ર ઓળિયા (વીંટાscroll) અને જૈન સૂરિઓ અને સાધુઓને તેમ જ તેમના સંઘને યાત્રા દરમ્યાન આમંત્રણ આપતું એક સચિત્ર વિજ્ઞપ્તિપત્ર (૧૮મી સદીનું) ઉપલબ્ધ છે.
“બાબીવિલાસ” જેવી ઐતિહાસિક કૃતિઓ મેદપાટ પુરાણ, કાયસ્થ પદ્ધતિ જેવી જ્ઞાતિવિષયક હસ્તપ્રતો તેમ જ મંડપદુર્ગ જેવી સ્થાપત્યની હસ્તપ્રતો પણ અહીં છે.
આમાંની કેટલીક હસ્તપ્રતો સુંદર વેલબુટ્ટાની આકૃતિઓથી શણગારાયેલી, કોઈક સોનેરી શાહીથી લખેલી, લાલ કાળી શાહીના લખાણવાળી છે.
આ મ્યુઝિયમમાં ખેતરો, મકાન કે હાટના ખરીદ-વેચાણ કે ગીરો અંગેના, પલ્લાની ફારગતી અંગેના, મિલકતની વહેંચણીને લગતા ૧૫૦ જેટલા ખતપત્રો (દસ્તાવેજો) છે. ઈ. સની ૧૪મી સદીથી ૧લ્મી સદી સુધીના છે. આ દસ્તાવેજો સાંકડા કાગળ કે કાપડની પટ્ટી પર સળંગ લખેલા છે. લાંબા હોવાથી વીંટો વાળીને સાચવવા પડે છે. આવા ખતપત્રોમાંથી તત્કાલીન રાજકીય, સાંસ્કૃતિક, આર્થિક અને સામાજિક માહિતી મળે છે.
આ ખતો સંસ્કૃત તેમ જ અરબી-ફારસીમાં લખેલા છે. આ ઉપરાંત આ મ્યુઝિયમમાં રમતનાં ચિત્રિત પાનાં ખાસ નોંધપાત્ર છે. આવાં પાનાંઓની સંખ્યા ૧૫૦ની છે. ગોળાકાર પાનાંઓ ઉપર પશુપંખીની આકૃતિઓ છે. પાનાંઓ પરની સંખ્યા કલાત્મક રીતે આલેખવામાં આવી છે. એકની સંખ્યા દર્શાવવા ઘોડા ઉપર સવાર થયેલી રાજાની આકૃતિ અંકિત કરેલી છે. ઘોડાનું આલેખન જીવંત અને ગતિમય લાગે છે.
રાજાની વેશભૂષા રાજપૂત છે. એણે ધારણ કરેલ આયુધો અને અલંકારો ચિત્રની સમૃદ્ધિમાં વધારો કરે છે. કેટલાંક પાનાંના સંખ્યાંક દર્શાવવા છત્રી, લીલાં પાંદડાં કે પર્વતનું આલેખન કરેલું કલાત્મક્તા લાવવા લીલાં, પીળાં અને કાળા ટપકાંનો ઉપયોગ કરાયો છે. પશુ પક્ષીઓમાં ઘોડો, મયૂર, પોપટ વગેરેનું આલેખન સુંદર આબેહૂબ અને સહજ છે.