________________
૧૪
લક્ષમણભાઈ ભોજક :
SAMBODHI પંક્તિઓમાં આશરે ૩૦ અક્ષરો છે અને કડી માટેનું છિદ્ર પત્રમાં નીચેના ભાગમાં છે. બીજા પત્રનું વજન ૭૧૦ ગ્રામ છે. ૧૨ પંકિતઓ સંપૂર્ણ છે અને ૧૩મી પંક્તિ અડધી છે. દરેક પંક્તિમાં ૩૨ અક્ષરો છે. કડી છિદ્ર પત્રમાં ઉપરના ભાગમાં છે.
આ દાનપત્રમાં વિક્રમ સંવત ૧૧૩૧ ચૈત્ર સુદ પૂનમ શુક્રવારના દિવસે મેઘ ગામમાં વાપીની ભૂમિનું દાન આપ્યાનો ઉલ્લેખ છે.
પાટણમાં પાશુપતાચાર્ય વિશુદ્ધ રાશિના શિષ્ય પંડિત બૃહસ્પતિ રાશિના શિષ્ય પાશુપતાચાર્ય મેઘરાશિએ પોતાના ભોગવટાના સઘ ગ્રામમાં સમગ્ર મઠપુરુષો તપસ્વીઓ અને નગરલોકોને જણાવવાપૂર્વક ચંદ્રગ્રહણ પર્વ નિમિત્તે ભગવાન ભવાની-પતિનું પૂજન કરી જીવનની સફળતા માટે જલ મૂકવાપૂર્વક સંઘગ્રામમાં પોતે બનાવડાવેલી વાપીની તે ભૂમિ કુટુંબિક ગણિયાના નામથી ઓળખાતી હતી. હલવાહઅર્ધભૂમિ દાનમાં આપી.
આ ભૂમિની ચાર દિશાની મર્યાદા-પૂર્વદિશામાં સોઢાક્ષેત્ર દક્ષિણમાં પૂનાક્ષેત્ર, પશ્ચિમમાં ક્ષેત્રોનો માર્ગ, ઉત્તરમાં શ્રીપતિક્ષેત્ર. આમ ચાર આઘાટા સાથેની હલવાહઅધભૂમિ ગામના અગ્નિ ખૂણામાં છે. જેનું દાન અપાયું છે. તે ગ્રામ નિવાસીઓએ સ્વીકારવું અને આ પુણ્યફળ છે તેમ માની અમારા વંશજો અને બીજા ભાવિ વારસદારોએ અમારા આપેલા આ ધર્મ ભાગનો સ્વીકાર કરવો અને પાલન કરવું.
સંઘ ગ્રામના બ્રાહ્મણ-પાહિલ, જસતડ, પદ્ધ, નરવાહણ, મહસુયણ, મહિપાલ, ચાંદય, દાદા, વાલહુલ, ચાહિલ, ગૌહડ આદિ સમસ્ત ગામે મેઘરાશિ ગુરુના કહેવાથી વાપીનું હલવાહના બે દ્રમ્મ આપવાનું સ્વીકાર્યું.
જે ભૂમિ વહે છે તે ભૂમિ પેટે આપવું, અને જે ભૂમિ નિબંધ મધ્યમાંથી જાય છે તે ભૂમિના હલવાહપ્રતિ બે દ્રમત ગામમાંથી આહેજ (ઉઘરાણું) કરીને આપવા.
અંતમાં - ભગવાન વ્યાસનાં નામે ત્રણ શ્લોકો દ્વારા દાનના સમર્થનમાં સ્વર્ગપ્રાપ્તિ અને ઉલ્લંઘનમાં નરકપ્રાપ્તિનો ઉલ્લેખ કર્યો છે.
. વર્ષ-સહસ્ત્રાનિ ૨. વર વસુધા મુpl.... ૩. યાદ સત્તાનિ પુરા નરેન્દ્ર .... અંતે શ્રી મેઘરાશિ ગુરુની સહી છે. આ તામ્રપત્રના લિપિકાર લેખક લક્ષ્મણ છે.