________________
ત
વિનદાસ ધવજી શાહ
તેરમા શતકની કોઈ કોઈ આરસની જિન પ્રતિમાના પૂઇભાગે પત્ર-ફળ-ફૂલથી લચી રહેલ વો ક ડારેલ જેવામાં આવે છે. આવી એક પ્રતિમા દા ઉમાકાન્ત શાહે થોડા વર્ષ અગાઉ પ્રકાશિત કરી છે. એક બીજી પ્રતિમા કુભારિયાના તેરમા શતકના બીજા ચરણમા નિમાયેલ સંભવનાથના મંદિર તરીકે હાલ પરિચિત જિનભવનના ગૂઢમ ડપમાં વતીય લેખકે જોયેલી શ્રી હરિશ કર પ્રભાશંકર શાસ્ત્રી તેમ જ તૃતીય લેખકે ઘેધામા નીકળેલ પ્રતિમાનિધિ પર સંશોધન કરતી વેળાએ સ ૧૩૫૭/ઈસ. ૧૩૦૧ની એવી એક અન્ય પ્રતિમા ત્યા જોયેલી. આ વૃક્ષોથી જિનનાં સ્વકીય ત્યવૃક્ષો વિવક્ષિત છે કે તેની પાછળ કઈ કથાનક રહેલાં છે તે વિષે વધારે સંશોધન થવું જરૂરી છે
ઉદાહરણાર્થે અમે અહીં ખંભાતમાં થોડા વર્ષો અગાઉ ભૂતિમાથી નીકળી આવેલ જિન પ્રતિમાઓમાંની એક પ્રતિમા ચિત્ર ૩ માં રજૂ કરીએ છીએ 10 આ પ્રતિમા પણ આરસની છે. અહીં વિપયની રજુઆત વિશેષ નાથાભક અને કલાત્મક જણાય છે. ફલક વચાળે ઝાડને પ્રમભ થડના ઊર્ધભાગે ભરાવેલ પિયણું પર ચડાવેલ પિયાના આસનમાં નાની શી ધ્યાનસ્થ અને ભરમ જિન–પ્રતિમા બનાવી છે જિનબિંબ પર વૃક્ષમાથી જ પાગતું મૃણાલ છત્ર ઢાળેલું છે. છત્ર ઉપરના ભાગે નાનામોટા પણું-ચક્રો કડાય છે, ને આજુબાજુ પુષ્પરાજિ અને ફળની લૂમોથી લચકતી લતાઓ બતાવી છે નીચે થડની બન્ને બાજુએ લટકતા લતાના છેડાઓની કલિકાઓમાં સૂઢ પરોવી રહેલ હાથીનું જે બતાવ્યું છે. આ પ્રતિમા વાસુપૂજ્યની તે નથી લાગતી, રોહિણી આદિ પાત્રો અહીં અનુપસ્થિત છે પણ ગજયુમની હાજરીને શું સંકેત હશે, તેની પાછળ કઈ કથા સકળાયેલી હશે, તે શોધી કાઢવું જોઈએ. ક ડાર–શૈલી તો તેરમા શતકની જ જણાય છે
પોરબંદરની વાસુપૂજ્ય-જિનની પ્રતિમા એ જૈન પ્રતિમા–વિધાનનું એક વિરલ દછાત રજૂ કરે છે. વિશેષમાં ઉદકિત પ્રતિષ્ઠા લેખ દ્વારા તેમાં જિનનું નામ પ્રમાણિત હેઈપ્રતિમાનું જિનપ્રતિમાશાસ્ત્રના અધ્યયનમાં વિશેષ મૂલ્ય બની રહે છે.11 ચિત્રો ૧ પિરિબંદરના શ્રી વાસુપૂજ્ય જિનાલયના મૂળનાયક શ્રી વાસુપૂજયસ્વામીની સ ૧૩૦૪ના લેખવાળી મૂર્તિ :
(પુરાતત્વ સ શોધન મંડળ, રબ દરના સૌજન્યથી) ૨ જિન વાસુપૂજ્યની પ્રતિમાના આસન પર સં ૧૩૦નો લેખ .
(પુરાતત્વ સ શોધન મ ડળ, પોરબંદરના સૌજન્યથી ૩ ખંભાતના ચિ તામણિના દેરાસરમા હાલ પ્રતિષ્ઠિત તેરમા શતકની આરસની
સવૃક્ષ જિનપ્રતિમા
(શ્રી લાલભાઈ દલપતભાઇ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના સૌજન્યથી) 9 Cf Umakant Premanand Shah, Studies in Jain Art, Benares 1955, plt.
XXVII, fig 73 10 આ પ્રતિમા હાલ ખ ભાતના ચિ તામણિના દેરાસરમાં પ્રતિષ્ઠિત થયેલી છે, તસ્વીર મુનિશ્રી
પુણયવિજયજીએ છે. વર્ષો અગાઉ લેવડાવેલ || પચીસેક વર્ષ પહેલાં મુનિશ્રી ભુવનવિજયજી તેમ જ પ્રથમ લેખકે કરેલી વાચના દ્વિતીય અને
તૃતીય લેખકે ડીકે શુદ્ધ કરેલી, જેની વિશેષ પરીક્ષણ દ્વારા વિશુદ્ધિ શ્રી અમૃતલાલ ભોજક તથા શ્રી લમણાજ કે કરેલી છે. લેખકે તેમની સહાયને અહી ઉલ્લેખ કરતાં હર્ષ અનુભવે છે