________________
સદ્દષ્ટિદ્વાત્રિંશિકા|પ્રસ્તાવના
3
તત્ત્વનો સ્થિર નિર્ણય થવાને કારણે આ દૃષ્ટિનું સાર્થક એવું‘સ્થિરા’નામ આપેલ છે. અહીં વેદ્ય એવા પદાર્થોનું યથાર્થ સંવેદન થાય છે. ચોથી દીપ્રાદ્યષ્ટિમાં પ્રાપ્ત બોધ દીપક સદ્દેશ છે. દીપકનો પ્રકાશ ઝીણી વસ્તુ બતાવી શકતો નથી, પવનમાં કંપાયમાન થાય છે અને વંટોળમાં બુઝાઈ જાય છે; જ્યારે આ દૃષ્ટિમાં બોધ રત્નના પ્રકાશ જેવો સ્થિર છે, જે ક્યારેય બુઝાતો નથી. આ યોગીની શ્રદ્ધા ક્યારેય કંપાયમાન થતી નથી, તેથી અપ્રતિપાતી, પ્રવર્ધમાન અને નિપાય બોધ છે. વળી નિશ્ચયનયનું પ્રણિધાન આ દૃષ્ટિમાં આવે છે, તેથી આ દૃષ્ટિપ્રાપ્ત યોગીઓનો બોધ પ્રણિધાન યોનિવાળો છે અને ઊંડો સૂક્ષ્મ અને ગ્રંથિભેદના કારણે મર્મગ્રાહી હોય છે. તત્ત્વને જોવામાં બાધક તમોગ્રંથિનો ભેદ થવાના કારણે તેમનામાં જ્વલંત વિવેક હોવાથી અને અસ્થિર ભોગોથી ચિત્તનું નિવર્તન થવાથી સંસારની તમામ ચેષ્ટા, બાળકની ધૂળમાં રમવાની ક્રિયા તુલ્ય લાગે છે. ‘સુરનર સુખ તે દુઃખ કરી લેખવે, વંછે શિવસુખ એક.' ઇન્દ્રિયના ભોગો સંસારરૂપી સર્પની ફણાના આટોપ તુલ્ય ભાસે છે. તેથી તેનું આકર્ષણ નષ્ટપ્રાયઃ હોય છે અને જગતમાં સર્વશ્રેષ્ઠ તત્ત્વ હોય તો તે એક આત્મતત્ત્વ જ તેમને ભાસે છે અર્થાત્ રાગાદિ ઉપદ્રવોરહિત એવી જીવની નિરાકૂળ અવસ્થા જ તત્ત્વ છે, તેમ ભાસે છે. તેથી શક્તિઅનુસાર યોગમાર્ગમાં પ્રવૃત્તિ છે. ‘નમુન્થુણં' સૂત્રનું ‘બોહિદયાણં' પદ અહીં સંગત થાય છે. આ સ્થિરાદષ્ટિનું વર્ણન ગ્રંથકારશ્રીએ શ્લોક-૧ થી ૭માં કર્યું છે.
કાન્તાદૃષ્ટિ :- કાન્ત એટલે મનોહર-પ્રિય. આ દૃષ્ટિમાં રહેલા જીવોના પરિણામ અતિશય કાન્ત-મનોહર હોય છે, તેમનો સ્વભાવ ઉપશાંત હોય છે. તેઓ પ્રકૃતિગત સૌજન્ય અને સુંદરતાદિ ગુણોથી સહુને પ્રિય હોય છે. તે અપેક્ષાએ આ દૃષ્ટિનું ‘કાન્તા’ નામ સાર્થક છે, અથવા કાન્તા એટલે પત્ની. જીવનો અનાદિકાલીન અવિનાભાવી સ્વભાવ, તેની મૂળ પ્રકૃતિ સમતા છે. સંસારમાં પત્ની જેમ સુખને આપનારી છે, તેમ આ દૃષ્ટિપ્રાપ્ત યોગીને સમતા નામની પત્નીના સંયોગથી સુખ હોય છે. તેથી પણ આ દૃષ્ટિનું ‘કાન્તા' નામ સાર્થક છે.
પાંચમી સ્થિરાદષ્ટિમાં એક રત્નના પ્રકાશ જેટલો બોધ હતો, જ્યારે આ દૃષ્ટિમાં ઝગારા મારતાં ઘણાં રત્નોનો પ્રકાશ છે; એટલે સ્થિરા કરતાં અનેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org