________________
સદ્દષ્ટિદ્વાત્રિશિકા/બ્લોક-૨૩-૨૪-૨પ નિરોધ અને સમાધિનો તફાવત :
નિરોધમાં વિક્ષેપના સંસ્કારો તિરોભાવ પામેલા હોય છે, પરંતુ તેનો અત્યંત અભિભવ=અત્યંત નાશ નથી હોતો; જ્યારે સમાધિમાં વિક્ષેપના સંસ્કારોનો અત્યંત અભિભવ થાય છે અર્થાત્ ફરી વિક્ષેપના સંસ્કારો ઉત્પન્ન ન થાય, તે રીતે અભિભવ થાય છે.
અત્યંત અભિભવનો અર્થ સ્પષ્ટ કરે છે – વિક્ષેપનો અતીત અધ્વમાં પ્રવેશ છેઃવિક્ષેપવાળું ચિત્ત અતીતકાળનું બન્યું. હવે પછી યોગીનું વિક્ષેપવાળું ચિત્ત ક્યારેય થવાનું નથી. તેથી વિક્ષેપનો અતીત અધ્વમાં પ્રવેશ થયો, તે વિક્ષેપનો અત્યંત અભિભવ છે.
અહીં ‘અધ્ય' શબ્દનો પ્રયોગ કરવાનું તાત્પર્ય એ છે કે ચિત્તના ગમનનો અધ્વ=માર્ગ “ક્ષણો છે, જેથી ચિત્ત દરેક ક્ષણમાં જુદા જુદા પદાર્થોને ગ્રહણ કરવામાં પ્રવૃત્ત છે; અને જ્યારે ચિત્તમાં વર્તતો વિક્ષેપ અતીતમાર્ગમાં પ્રવેશ કરે=ચિત્તની અતીત ક્ષણરૂપ માર્ગમાં પ્રવેશ કરે, ત્યારે વિક્ષેપનો અત્યંત અભિભવ કહેવાય.
તેથી એ ફલિત થાય કે સમાધિવાળું ચિત્ત થયા પછી હવે પછી વિક્ષેપવાળું ચિત્ત ક્યારેય થવાનું નથી; જ્યારે નિરોધમાં તો વિક્ષેપના સંસ્કારોનો તિરોભાવ હોવાને કારણે સામગ્રી મળે તો ફરી વિક્ષેપ થાય, અને સામગ્રી ન મળે તો ન પણ થાય, જ્યારે સમાધિમાં તો વિક્ષેપના સંસ્કારો નાશ પામેલા છે,
સમાધિકાળમાં સર્વાર્થતાનો ક્ષય થાય છે અને એકાગ્રતાનો ઉદય થાય છે. તેથી એકાગ્રતા શું છે ? તે સ્પષ્ટ કરે છે – એકાગ્રતા પરિણામનું સ્વરૂપ -
ચિત્ત જ્યારે કોઈ પદાર્થ ઉપર વિચાર કરતું હોય છે ત્યારે પૂર્વનો વિચાર શાંત થાય છે અને વર્તમાનનો વિચાર ઉદિત થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે પૂર્વનો વિચાર અતીત અધ્વમાં પ્રવિષ્ટ થયો તે પૂર્વનો વિચાર શાંત થયો કહેવાય; અને વર્તમાનમાં કરાતો વિચાર વર્તમાન અધ્વમાં સ્કુરિત છે, તેથી વર્તમાનનો વિચાર ઉદિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org