Book Title: Saddrushti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 121
________________ ૯૮ સદ્દષ્ટિકાત્રિશિકાશ્લોક-૨૯ ટીકા : रत्नेति-रत्नशिक्षादृशोऽन्या हि यथा शिक्षितस्य सतस्तन्नियोजनदृक्, तथाचारक्रियाप्यस्य भिक्षाटनादिलक्षणा फलभेदाद्विभिद्यते, पूर्वं हि साम्परायिककर्मक्षयः फलं, इदानीं तु भवोपग्राहिकर्मक्षय इति ।।२९।। ટીકાર્ચ - રત્નશિક્ષાશોચા . વર્મક્ષય તિ પા જે પ્રમાણે રત્નની શિક્ષા ગ્રહણની દૃષ્ટિથી અન્ય જ શિક્ષિત છતાની તેના નિયોજનની દૃષ્ટિ છે-રત્નના વ્યાપારની દૃષ્ટિ છે, તે પ્રમાણે આવી=પરાદષ્ટિવાળા યોગીની, ભિક્ષાટનાદિરૂપ આચારક્રિયા પણ ફળના ભેદથી જુદી પડે છે; જે કારણથી પૂર્વમાં પરાષ્ટિથી પૂર્વમાં સાંપરાયિક કર્મક્ષય ફળ છે, વળી હમણાં પરાષ્ટિમાં, ભવોપગ્રાહી કર્મક્ષય ફળ છે. તિ' શબ્દ કથનની સમાપ્તિમાં છે. ર૯ જ “મિક્ષાટનવત્સસT' – અહીં ‘’થી શરીરના અન્ય ધર્મોરૂપ આચારોનું ગ્રહણ કરવું. ભાવાર્થ :પરાદષ્ટિવાળા યોગીના ભિક્ષાટનાદિ આચારનો અન્ય યોગીના આચારથી ભેદ : જેમ કોઈ પુરુષ રત્નની પરીક્ષા માટે અભ્યાસ કરતો હોય ત્યારે રત્નોના પરસ્પર ભેદને ગ્રહણ કરવાને અનુકૂળ તેની દૃષ્ટિ હોય છે, અને “કયા રત્નમાં કેવા ગુણો છે ? અને કેવા દોષો છે ? તે જાણવાની દૃષ્ટિ હોય છે; અને જ્યારે રત્નની પરીક્ષામાં તે નિપુણ થાય છે, ત્યારે માત્ર તે પ્રકારે રત્નના ભેદને જાણવા માટે તે પુરુષનો યત્ન હોતો નથી, પરંતુ “કયા રત્નની ખરીદીથી મને અધિક ધનની પ્રાપ્તિ થાય તે રીતે રત્નના વ્યાપારની દૃષ્ટિથી રત્નને જુએ છે, તેથી રત્નની શિક્ષા લેનારની દૃષ્ટિ કરતાં શિક્ષિત એવા રત્નના વ્યાપારીની રત્નના વ્યાપારની દૃષ્ટિ જુદા પ્રકારની હોય છે; તેમ પરાષ્ટિવાળા યોગીની ભિક્ષાટનાદિરૂપ ક્રિયા ફળભેદને કારણે જુદા પ્રકારની છે અર્થાત્ પરાષ્ટિની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 119 120 121 122 123 124 125 126 127 128 129 130