Book Title: Saddrushti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 126
________________ ૧૦૩ સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૩૧ ટીકાર્ય : વર્તાશ્રઘં .... પ્રાખોતિ | સર્વ સુક્યની નિવૃત્તિ હોવાને કારણે, સર્વ લબ્ધિના ફળથી યુક્ત એવી કેવળશ્રીને કેવળજ્ઞાનની લક્ષ્મીને પ્રાપ્ત કરીને, યથાભવ્ય જીવોની યોગ્યતા અનુસાર, સમ્યક્ત્વાદિ સ્વરૂપ પ્રકૃષ્ટ પરાર્થ સંપાદન કરીને ત્યારપછી યોગના અંતને યોગમાર્ગના પર્યાને, નુતે પ્રાપ્ત કરે છે. ૩૧TI ભાવાર્થ - પરાષ્ટિવાળા યોગીઓ જ્યારે ક્ષપકશ્રેણી ઉપર ચઢે છે, ત્યારે ક્ષયોપશમભાવના ધર્મોનો ત્યાગ કરીને ક્ષાયિકભાવના ધર્મોને પ્રાપ્ત કરે છે, અને સર્વ લબ્ધિઓના ફળથી યુક્ત એવી કેવળજ્ઞાનલક્ષ્મીને પ્રાપ્ત કરે છે. અહીં પ્રશ્ન થાય કે કેવળજ્ઞાન સર્વ લબ્ધિના ફળથી યુક્ત છે, તેમ કેમ કહ્યું? તેથી કહે છે – કેવળજ્ઞાનકાળમાં સર્વ સુક્યની નિવૃત્તિ છે, અને સર્વ લબ્ધિઓનું પારમાર્થિક ફળ સુક્યની નિવૃત્તિ છે. જ્યારે આત્મા કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે ત્યારે સંપૂર્ણ ઉત્સુકતાની નિવૃત્તિ થયેલી છે, તેથી સર્વ લબ્ધિઓના ફળરૂપ લૂક્યની નિવૃત્તિ અને તેનાથી યુક્ત કેવળજ્ઞાનને આ પરાદષ્ટિવાળા યોગી પ્રાપ્ત કરે છે. અહીં વિશેષ એ છે કે જીવમાં જે કંઈ પણ ક્ષયોપશમભાવની લબ્ધિઓ પ્રગટે છે, તે જ્ઞાનાવરણીયકર્મના અને વીર્યાન્તરાયકર્મના ક્ષયોપશમથી પ્રગટે છે. વર્તમાનમાં પણ જીવોમાં જે કંઈ મતિજ્ઞાન છે, તે મતિજ્ઞાન પણ જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમની લબ્ધિ છે; અને જેઓ ચૌદપૂર્વી થાય છે, તેઓ પાસે વિશિષ્ટ પ્રકારની જ્ઞાનની લબ્ધિ છે. તે સિવાય અવધિજ્ઞાન કે મન:પર્યવજ્ઞાન પ્રગટે છે, તે પણ વિશિષ્ટ પ્રકારની જ્ઞાનની લબ્ધિ છે. વળી વર્તમાનમાં પણ જીવો પાસે જે વીર્ય પ્રવર્તાવવાની શક્તિ છે, તે વીર્યાન્તરાયકર્મના ક્ષયોપશમભાવની લબ્ધિ છે, અને વીર્યાન્તરાયકર્મના ક્ષયોપશમવિશેષથી અણિમાદિ લબ્ધિઓ પ્રગટે છે. આ સર્વ લબ્ધિઓ ભૌતિક ક્ષેત્રમાં વાપરવી તે તેનું પારમાર્થિક ફળ નથી, પરંતુ જેની પાસે જે લબ્ધિ પ્રગટી છે, તે લબ્ધિને પોતાનામાં વર્તતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130