________________
સદ્ધિાત્રિશિકા/પ્રસ્તાવના દૃષ્ટિઓમાંથી ૨૧મી દ્વાત્રિશિકામાં મિત્રાદષ્ટિનું વર્ણન કર્યું, ત્યારબાદ ૨૨મી કાત્રિશિકામાં તારાદૃષ્ટિ, બલાદૃષ્ટિ અને દીપ્રાષ્ટિનું વર્ણન કર્યું છે. આ ચાર દૃષ્ટિઓમાં મિથ્યાત્વ અવસ્થા હોવા છતાં મંદમિથ્યાત્વને કારણે તેમાં રહેલા યોગીઓના ગુણોનો સ્પષ્ટ વિકાસ જોવા મળે છે. આ ચાર દૃષ્ટિથી આગળ વિકાસ કરવા ઇચ્છતા જીવે કુતર્કગ્રહનો ત્યાગ કરવા દ્વારા આવેદ્યસંવેદ્યપદને જીતવું જોઈએ, તેથી ર૩મી દ્વાત્રિશિકામાં કુતર્કગ્રહનિવૃત્તિની વાત કરી; અને શેષ ચાર દૃષ્ટિઓ સ્થિરાદષ્ટિ, કાન્તાદૃષ્ટિ, પ્રભાદ્રષ્ટિ અને પરાષ્ટિ અંગે આ ૨૪મી “સદ્દષ્ટિાત્રિશિકા'માં પ્રકાશ પાડેલ છે.
તત્ત્વનો સાચો બોધ એ સમ્યજ્ઞાન છે, તત્ત્વની સાચી પ્રવૃત્તિ તે સમ્યગુ ચારિત્ર છે અને તત્ત્વનો સાચો બોધ થયા પછી તે જ સાચું છે, તે જ સત્ય છે એવી રુચિ પ્રગટે તે સાચી રૂચિ છે. તત્ત્વનો સાચો બોધ જીવનમાં આત્મસાત્ કરે તે જ આત્માનો મોક્ષ થાય. તેથી મોક્ષનું મૂળભૂત કારણ સમ્યગ્બોધ છે, તેને “દૃષ્ટિ” નામ આપ્યું. સાચો બોધ પાંચમી સ્થિરાદષ્ટિમાં પ્રાપ્ત થઈ, અંતિમ આ ચારે દૃષ્ટિઓમાં છે અર્થાત્ સ્થિરાદિ દૃષ્ટિઓમાં સંવેગ માધુર્ય અને અધ્યાત્મસુખનો રસાસ્વાદ વધતો જાય છે. તેથી તે ચારેનું વર્ણન કરતી આ દ્વાáિશિકાનું નામ “સદ્દષ્ટિદ્ધાત્રિશિકા' સાર્થક છે.
મોક્ષમાર્ગને કે યોગમાર્ગને નહીં પ્રાપ્ત કરેલા જીવોને આધ્યાત્મિક ગુણનો આંશિક પણ રસાસ્વાદ હોતો નથી; તેથી તેમના જે કંઈ ગુણો હોય તે પણ લૌકિક ગુણ કહેવાય. યોગમાર્ગને પ્રાપ્ત મિથ્યાદૃષ્ટિ જીવોમાં તાત્ત્વિક વૈરાગ્ય છે, આંશિક વિવેક ગુણ પણ પ્રગટ્યો છે, જે લોકોત્તર ગુણરૂપ છે. તે જીવો અંશે અંશે પણ મોક્ષના ગુણનો, અધ્યાત્મના સુખનો રસાસ્વાદ માણે છે, અને સ્થિરાદિદૃષ્ટિપ્રાપ્ત જીવોમાં સંપૂર્ણ વિવેક હોય છે.
ચોથા ગુણસ્થાનકથી ચૌદમાં ગુણસ્થાનક પર્વતનો વિકાસ સ્થિરાદિ ચાર દૃષ્ટિઓમાં ગૂંથાયેલ છે.
સ્થિરાદષ્ટિ – ભ્રાંતિદોષ દૂર થતાં જ અનાદિકાળની રાગ-દ્વેષની ગ્રંથિનો ભેદ કરી જીવ સમકિત પામે છે, અને ચોથા ગુણસ્થાનકમાં આવે છે ત્યારે આ દૃષ્ટિ પ્રાપ્ત કરે છે. આ દૃષ્ટિને પ્રાપ્ત યોગીનો હેય-ઉપાદેયનો સૂક્ષ્મ વિવેક હંમેશાં એકધારો એક સરખો રહે છે. તેથી તેમના વિવેકની સ્થિરતાને અનુલક્ષીને અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org