________________
૨૪
સદ્દષ્ટિદ્વાિિશકા/શ્લોક-૬ તે પ્રવૃત્તિથી રત્નત્રયીની વૃદ્ધિ થાય છે; પરંતુ કર્મબંધ થતો નથી, ફક્ત ગુણસ્થાનકકૃત કર્મબંધ થાય છે. તેથી અવિરતિ ગુણસ્થાનકવાળા, દેશવિરતિ ગુણસ્થાનકવાળા કે સર્વવિરતિ ગુણસ્થાનકવાળા મહાત્માઓ ધર્મસાર ચિત્તવાળા હોય તો લેશ પણ પ્રમાદ વગર પોતાની ભૂમિકાને અનુરૂપ યોગમાર્ગની પ્રવૃત્તિ કરતા હોય છે, અને ક્વચિત્ અવિરતિના ઉદયને કારણે ભોગાદિની પ્રવૃત્તિ કરતા હોય તોપણ ચિત્ત અપ્રમાદભાવવાળું હોવાથી કર્મબંધ થતો નથી; જ્યારે વિરતિના પરિણામવાળા પણ મુનિ જ્યારે પ્રમાદવાળા હોય છે, ત્યારે પડિલેહણાદિ ક્રિયા કરતા હોય તોપણ પકાયની વિરાધનાકૃત કર્મબંધ થાય છે.
તેથી એ ફલિત થાય કે સમ્યગ્બોધ અને અપ્રમાદભાવથી યત્ન થતો હોય તો મોક્ષમાર્ગને અનુકૂળ પ્રયત્ન ચાલુ છે, સમ્યગ્બોધ હોવા છતાં પ્રમાદ વર્તતો હોય તો કર્મબંધ થાય છે, અને સમ્યગ્બોધમાં ખામી હોય તો અજ્ઞાનકૃત પણ કર્મબંધ થાય છે.
અહીં પ્રશ્ન થાય કે શુદ્ધ ધર્મના સેવનથી દેવલોકાદિ ભવમાં ગયેલા યોગીઓ ભોગકાળમાં પણ પ્રમાદવાળા નથી, માટે તેઓને કર્મબંધ નથી, તેમ કહેવામાં આવે તો ભોગોની સાથેનો સંબંધ શું કાર્ય કરે છે ? તેથી કહે છે –
ઇન્દ્રિયોનો વિષયોની સાથેનો સંબંધ કર્મબંધ પ્રત્યે ઉદાસીન છે, માટે દેવલોકમાં કરાતા ભોગોથી લેશ પણ કર્મબંધ નથી.
આશય એ છે કે જીવના અંતરંગ પરિણામથી કર્મબંધ થાય છે; અને ધર્મસાર ચિત્તવાળા યોગીઓને આગમ પ્રત્યે અભિનિવેશ હોય છે, તેથી જે કંઈ મન, વચન, કાયાની પ્રવૃત્તિ કરે છે તે આગમવચનાનુસાર કરે છે, અને આગમવચનાનુસાર પ્રવૃત્તિ થતી હોવાને કારણે ચિત્તમાં લેશ પણ પ્રમાદ નથી. તેથી ઇન્દ્રિયોનો જે વિષયો સાથેનો સંબંધ છે તે કર્મબંધ પ્રત્યે કારણ નથી, પરંતુ કર્મબંધ પ્રત્યે ઉદાસીન છે. આથી આવા યોગીઓ નિર્લેપભાવમાં વર્તતા હોય છે. તેથી તેમને કોઈ મહારાજ્યની પ્રાપ્તિ થાય તો રાજ્યની વૃદ્ધિકૃત પણ તેઓને કર્મબંધ થતો નથી; કેમ કે ચિત્ત આગમથી નિયંત્રિત છે અને વિષયોના ભાવોને સ્પર્શતું નથી; પરંતુ જે યોગીઓમાં કંઈક પ્રમાદભાવ વર્તે છે, તેવા યોગીઓને વિષયોની સાથેનો ઇન્દ્રિયોનો સંબંધ પ્રમાદ કરાવીને કર્મબંધ કરાવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org