________________
૬૮
સદ્દષ્ટિદ્વાસિંચિકા/શ્લોક-૨૨ ટીકાર્ય :
સાંખ્યદર્શનના મત પ્રમાણે પ્રશાંતવાહિતા સંજ્ઞાવાળું, બૌદ્ધદર્શનના મત પ્રમાણે વિસભાગપરિક્ષય, શૈવદર્શનના મત પ્રમાણે શિવમાર્ગસુખનો માર્ગ, મહાવ્રતિકોના મત પ્રમાણે ધ્રુવઅધ્વા–ધ્રુવપદની પ્રાપ્તિનો માર્ગતિ પર્વ હિં પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે યોગીઓ વડે આકઅસંગઅનુષ્ઠાન, કહેવાય છે. રેરા ભાવાર્થ :અસંગઅનુષ્ઠાનનાં ભિન્ન ભિન્ન દર્શનને અભિમત ભિન્ન ભિન્ન પર્યાયવાચી નામો :
ભિન્ન ભિન્ન દર્શનકારો અસંગઅનુષ્ઠાનને ભિન્ન ભિન્ન નામ વડે સ્વદર્શનમાં જણાવે છે, તે પ્રસ્તુત શ્લોકમાં જણાવે છે. જે આ પ્રમાણે –
(૨) પ્રશાંતવાદિતા :- પ્રભાષ્ટિવાળા યોગી સર્વથા સંગરહિત થઈને ધ્યાનમાં સહજ પ્રવર્તતા હોય છે, ત્યારે ચિત્તમાં કષાયોનો અત્યંત ઉપશમભાવ વર્તતો હોય છે, તેથી તેમનો ચિત્તનો પ્રવાહ પ્રશાંતવાહિતાવાળો છે. તેને સામે રાખીને સાંખ્યદર્શનવાળા યોગીઓ અસંગઅનુષ્ઠાનને પ્રશાંતવાહિતા કહે છે.
(૨) વિમા પરિક્ષય:- સંગના કારણે ચિત્તનો પ્રવાહ જે વિસદશ વર્તે છે, તે વિસભાગ છે, અને તેનો ક્ષય તે વિભાગપરિક્ષય. તેથી અસંગભાવવાળા ચિત્તનો સદેશ પ્રવાહ સતત વર્તે તેવી જે ચિત્તની અવસ્થા, તે વિભાગપરિક્ષય છે.
આશય એ છે કે ચિત્તનો પ્રવાહ ભિન્ન ભિન્ન વિષયોને સ્પર્શે છે, ત્યારે વિસભાગ સંતતિ વર્તે છે, અને પ્રભાષ્ટિવાળા યોગીઓ અસંગભાવમાં હોય છે, તેથી ચિત્તનો પરિણામ વિભાગના પરિક્ષયવાળો હોય છે અર્થાત્ એક સદશ જ ચિત્તની પરિણતિ વર્તે છે, જે પૂર્વપૂર્વ કરતાં વિશુદ્ધ-વિશુદ્ધતર જીવના પરિણામરૂપ છે. તેથી બૌદ્ધો અસંગઅનુષ્ઠાનને વિભાગપરિક્ષય કહે છે.
બૌદ્ધ મતાનુસાર દરેક પદાર્થ પ્રતિક્ષણ વિનશ્વર છે, તોપણ ઉત્તરમાં પોતાના સદૃશ સંતાનને ઉત્પન્ન કરે છે, ત્યારે સભાગ સંતતિ વર્તે છે; અને જ્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org