________________
સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૨૧ એવી આત્માની અવસ્થામાં જવા માટેનો પ્રયત્ન હોય છે, અને આ પ્રયત્ન વચનાનુષ્ઠાનકાળમાં કરાયેલા પ્રયત્નથી ઉત્પન્ન થયેલા સંસ્કારોને કારણે થાય છે. વળી, આ પ્રયત્ન કર્મથી પ્રેરાઈને થતો નથી, પરંતુ જીવના સ્વરસથી થાય છે. તેથી ઇચ્છાથી થયેલ નથી; પરંતુ ઇચ્છા વગર સહજ રીતે થાય છે.
આશય એ છે કે વચનાનુષ્ઠાનકાળમાં “હું ભગવાનના વચનાનુસાર યત્ન કરું' તેવી ઇચ્છાથી ધ્યાનાદિમાં પ્રવૃત્તિ થાય છે. તેથી વચનાનુષ્ઠાન ઇચ્છાનિરપેક્ષ થતું નથી; પરંતુ મોક્ષમાં જવાની પ્રશસ્ત ઇચ્છા છે, તે ઇચ્છાના બળથી મોક્ષના ઉપાયભૂત અનુષ્ઠાન સેવવાની ઇચ્છા થાય છે. તેથી વચનાનુષ્ઠાનકાળમાં ભગવાનના વચનાનુસાર અનુષ્ઠાન કરવાનો અભિલાષ વર્તે છે, જ્યારે અસંગઅનુષ્ઠાનકાળમાં ધ્યાનમાં પ્રવૃત્તિ કરવાની ઇચ્છા હોતી નથી, પરંતુ જીવના સ્વરસથી ધ્યાનમાં પ્રવૃત્તિ થાય છે, અને આ પ્રવૃત્તિનું કારણ વચનાનુષ્ઠાનના સેવનકાળમાં આત્મા ઉપર પડેલા ધ્યાનના સંસ્કારો છે.
તેથી એ ફલિત થાય કે વચનાનુષ્ઠાનના પ્રયત્નથી થયેલા સંસ્કારોના કારણે સ્વરસથી મોક્ષને અનુકૂળ એવી ધ્યાનમાં પ્રકૃષ્ટ પ્રવૃત્તિ અસંગાનુષ્ઠાનકાળમાં થાય છે. હવે અસંગાનુષ્ઠાન પ્રકૃષ્ટ પ્રયત્નથી મોક્ષનું કારણ છે, તેમાં દૃષ્ટાંત બતાવે છે –
દૃઢ પ્રયત્નથી દંડને ચક્ર ઉપર ભમાડવામાં આવે, તો જેમ ભ્રમણના સંસ્કારને કારણે ઉત્તરમાં દંડને જમાડવાનું છોડી દેવામાં આવે તોપણ, પૂર્વમાં દંડથી ચક્રમાં ભ્રમણના સંસ્કારો પડેલા તે સંસ્કારના અનુવેધથી જ પછીથી ચક્રનું ભ્રમણ ચાલુ રહે છે; તેમ વચનાનુષ્ઠાનકાળમાં ધ્યાનનો અભ્યાસ કરાય છે, તે ધ્યાનના સંસ્કારનો અનુવેધ હોવાને કારણે, વચનાનુષ્ઠાનના ધ્યાન પછી તેના સદશ પરિણામના પ્રવાહરૂપ ધ્યાન વર્તે છે, અર્થાત્ વચનાનુષ્ઠાનકાળમાં જેમ ધ્યાનનો પ્રવાહ હતો, તત્સદશ ધ્યાનના પરિણામનો પ્રવાહ વર્તે છે, તે અસંગઅનુષ્ઠાન સંજ્ઞાને પ્રાપ્ત કરે છે.
અહીં વિશેષ એ છે કે દંડથી ચક્રનું ભ્રમણ કરવામાં આવે છે, ત્યારપછી દંડને ભમાવવાની પ્રવૃત્તિ છોડી દેવામાં આવે તોપણ ચક્રનું ભ્રમણ ચાલુ રહે છે. તેની જેમ અસંગઅનુષ્ઠાનવાળા જીવોની ધ્યાનમાં પ્રવૃત્તિ પ્રયત્ન વગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org