________________
وو
સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૨૧-૨૨ સહજભાવથી થાય છે, તેટલા અંશમાં દંડ દ્વારા ચક્રભ્રમણનું દૃષ્ટાંત છે. વસ્તુતઃ દંડથી ચક્રને ભગાવ્યા પછી દંડને જમાડવાનું મૂકી દેવાથી ચક્રનું ભ્રમણ ચાલુ રહે છે, અને તે ચક્રભ્રમણ ક્રમસર ઘટતું જાય છે, અને અમુક કાળ પછી એ ચક્રનું ભ્રમણ અટકી પણ જાય છે; અને વચનાનુષ્ઠાનમાં ધ્યાનને અનુકૂળ કરાયેલા પ્રયત્નથી અસંગઅનુષ્ઠાનકાળમાં જે ધ્યાનનો યત્ન થાય, તે પ્રયત્ન વગર સહજ છે, તોપણ વચનાનુષ્ઠાનકાળમાં વર્તતા ધ્યાન કરતાં પ્રકૃષ્ટ ધ્યાનરૂપ છે, અને ઉત્તરોત્તર ધ્યાનનું સંતાન અધિક અધિક બળવાન થાય છે; પરંતુ ચક્રભ્રમિની જેમ મંદગતિવાળું થતું નથી. તેથી દંડથી થતી ચક્રબ્રમિનું દૃષ્ટાંત ફક્ત વગર દંડે ચક્રભ્રમણ થાય છે, તેટલા અંશમાં જ ગ્રહણ કરવાનું છે. ર૧ અવતરણિકા :
અસંગઅનુષ્ઠાનને કહેનારા તે તે દર્શનને અભિમત નામોને કહે છે – શ્લોક :
प्रशान्तवाहितासङ्गं विसभागपरिक्षयः ।
शिववर्त्म ध्रुवाध्वेति योगिभिर्गीयते ह्यदः ।।२२।। અન્વયાર્થ :
=આકઅસંગઅનુષ્ઠાન પ્રશાન્તવાદિતાસંન્ન વિમાનરિક્ષય: શિવવર્ન ધ્રુવાધ્યા=પ્રશાતવાહિતા સંજ્ઞાવાળું, વિભાગપરિક્ષય, મોક્ષમાર્ગ, ધ્રુવઅધ્વ તિએ પ્રમાણે યોર્જિા=યોગીઓ વડે જીવતે કહેવાય છે. રા. શ્લોકાર્ચ -
આકઅસંગઅનુષ્ઠાન પ્રશાંતવાહિતા સંજ્ઞાવાળું, વિસભાગપરિક્ષય, મોક્ષમાર્ગ, ધ્રુવઅધ્વ એ પ્રમાણે યોગીઓ વડે કહેવાય છે. રસા ટીકા :
प्रशान्तेति-प्रशान्तवाहितासझं साङ्ख्यानां, विसभागपरिक्षयो बौद्धानां, शिववर्त्म शैवानां, ध्रुवाध्वा महाव्रतिकानां, इति एवं हि योगिभिरदा असङ्गानुष्ठानं गीयते ।।२२।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org