________________
સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૧૧-૧૨
૪૫ સ્વરૂપથી=સમારોપ વગર, જોતો, કર્મથી આક્ષિપ્ત એવા ભોગોને ભોગવતો પણ અસંગ છતો ભોગો પ્રત્યેના સંશ્લેષ વગરનો છતો, પરં પદ=મોક્ષ પ્રત્યે જાય છે જ; કેમ કે તે પ્રકારનું ભોગના પ્રવૃત્તિકાળમાં ભોગ પ્રત્યે સંશ્લેષ ન થાય તે પ્રકારનું, અનભિળંગપણું હોવાથી=રાગનો અભાવ હોવાથી, અપરવશભાવ છે. I૧૨II
ભાવાર્થ :
કાન્તાદષ્ટિવાળા યોગીના ભોગવિષયક પારમાર્થિક બોધનું સ્વરૂપ :
કાન્તાદૃષ્ટિવાળા યોગીઓનું ચિત્ત હંમેશાં શ્રુતમાં હોય છે. તેથી શ્રુતજ્ઞાન જે રીતે પદાર્થોને બતાવે, તે રીતે તેઓને પદાર્થ દેખાય છે. તેના કારણે કાન્તાદૃષ્ટિવાળા યોગીઓ ભોગોને કઈ રીતે જુએ છે, તે દૃષ્ટાંતથી બતાવે છે –
જેમ કોઈ મુસાફર અન્ય સ્થાને જતો હોય અને વચમાં માયાજળ આવતું હોય અર્થાત્ પાણી નહીં હોવા છતાં પાણીનો પ્રતિભાસ થાય તેવી સ્ફટિકવાળી ભૂમિ આવતી હોય, અને જનાર મુસાફર “આ માયાજાળ છે, વસ્તુતઃ પાણી નથી તેમ જોતો હોય તો તે માયાજળથી ઉદ્વેગ પામતો નથી, પરંતુ વ્યાઘાત વિના તે માયાજળમાંથી જાય છે જ=પસાર થાય છે જ; કેમ કે પાણી જેવું દેખાતું સ્ફટિક ગમનમાં વ્યાઘાત કરવા માટે અસમર્થ છે. તેમ કાન્તાદૃષ્ટિવાળા યોગીઓ ઇન્દ્રિયો સાથે સંબંધમાં આવતા ભોગોને સ્વરૂપથી જુએ છે અર્થાત્ આ ભોગો સુખના કારણ છે, તે પ્રકારના સમારોપ વિના જુએ છે, તેથી નિર્મળ શ્રતવિવેકવાળી તેમની દૃષ્ટિમાં ‘ભોગો સુખના ઉપાય છે,' તેવી બુદ્ધિ પેદા કરાવતા નથી, પરંતુ “માયાજળ અતાત્ત્વિક છે, તેમ ભોગો અતાત્ત્વિક છે,” માટે અસાર છે, તેમ તેમને દેખાય છે.
આશય એ છે કે જેમ સ્થાનાંતર ગમનમાં માયાજળ વ્યાઘાત કરવા માટે અસમર્થ છે, તેમ અસંગભાવ તરફ જવા માટે કરાતા યત્નમાં ભોગો સ્કૂલના કરવા અસમર્થ છે, તેમ જોતા કાન્તાદૃષ્ટિવાળા યોગીઓ કર્મથી આક્ષિપ્ત એવા ભોગોને ભોગવતા હોવા છતાં પણ ભોગમાં સંશ્લેષ પામતા નથી, પરંતુ ભોગકાળમાં પણ અસંગભાવને અનુકૂળ યત્ન કરતા હોય છે. તેથી પરમપદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org