________________
સદ્ધિાતિંશિકા/સંકલના ‘દ્વાચિંશદ્વાáિશિકા' ગ્રંથની ર૪મી સદ્દષ્ટિદ્વાચિંશિકા'ના પદાર્થોની સંકલના
૨૧મી અને રરમી દ્વાáિશિકામાં મિત્રાદિ ચાર દૃષ્ટિઓ બતાવી. તે ચાર દૃષ્ટિઓમાં રહેલા યોગીઓ યોગમાર્ગમાં હોવા છતાં અવેદ્યસંવેદ્યપદવાળા છે, અને તે અવેદ્યસંવેદ્યપદના જયથી કુતર્કની નિવૃત્તિ થાય છે. તેથી અવેદ્યસંવેદ્યપદનો જય કરવા માટે શું યત્ન કરવો જોઈએ, તે “કુતર્કગ્રહનિવૃત્તિ' નામની પૂર્વની ૨૩મી બત્રીશીમાં બતાવ્યું. તેથી એ ફલિત થયું કે અવેધસંવેદ્યપદના જયથી કુતર્કની નિવૃત્તિ થાય છે, અને તેના ફળભૂત ક્રમસર સદુદ્દષ્ટિઓ પ્રગટે છે; જે સદ્દષ્ટિઓ ચાર છે, અને તેનું વર્ણન પ્રસ્તુત કાત્રિશિકામાં કરેલ છે.
સ્થિરાદષ્ટિ - આ ચાર સદ્દષ્ટિમાં પ્રથમ સ્થિરાદષ્ટિ છે, જેમાં પ્રત્યાહાર નામનું યોગાગ પ્રગટે છે. પ્રત્યાહાર એટલે સૂક્ષ્મબોધપૂર્વક ઇન્દ્રિયોનો વિષયોથી પરાક્ષુખભાવ; અને પ્રત્યાહાર નામનું યોગાંગ જ્યારે સુઅભ્યસ્ત થાય છે, ત્યારે જેમ અત્યંત માંસાહારનો ત્યાગીને માંસ સન્મુખ પડેલું હોવા છતાં ખાવાનો અધ્યવસાય થતો નથી, તેમ વિષયોની સાથે ઇન્દ્રિયોનો સંપર્ક થવા છતાં વિષયો ઇન્દ્રિયોને સ્પર્શતા નથી. તે વખતે યોગીના ચિત્તમાં “મને ઇન્દ્રિયો વશ છે, હું ઇન્દ્રિયોને વશ નથી' એવી પ્રતીતિ થાય છે, અને જ્યાં પોતાનું હિત દેખાય ત્યાં ઇન્દ્રિયોને પ્રવર્તાવે છે; પરંતુ ઇન્દ્રિયોને વશ એવો જીવ પોતાના હિતની ઉપેક્ષા કરીને પણ ઇન્દ્રિયોથી પ્રેરાઈને અહિતમાં પ્રવૃત્તિ કરે છે, તેમ આ યોગી ઇન્દ્રિયોથી પ્રેરાઈને અહિતમાં પ્રવૃત્તિ કરતા નથી.
વળી ગ્રંથિનો ભેદ થયેલો હોવાથી સ્થિરાદષ્ટિવાળા યોગીનું વિવેકવાળું ચિત્ત હોય છે, તેથી સંસારની સર્વ ચેષ્ટા તેને લજ્જાસ્પદ લાગે છે. વળી, મોહના સંશ્લેષ વગરના જ્ઞાન એકસ્વભાવવાળું આત્માનું સ્વરૂપ, તેને પરમાર્થરૂપે દેખાય છે, અને વિકલ્પોથી ઉત્પન્ન થયેલું દેખાતું આ જગત ઉપદ્રવરૂપ દેખાય છે.
વળી, સ્થિરાદષ્ટિવાળા યોગીને ભોગો સાપની ફણાના આભોગ જેવા દેખાય છે, તેથી ભોગો પ્રત્યેનું આકર્ષણ તેઓને નષ્ટપ્રાય હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org