Book Title: Ratnapal Nrup Charitram Author(s): Yogtilaksuri, Dharmtilakvijay Publisher: Smruti Mandir Prakashan View full book textPage 7
________________ છે. છોડો તો દાન ધર્મ થઈ શકે છે. જ્યારે શીલધર્મ માટે ભોગો છોડવાના છે. જે એનાથી અઘરું છે. તપ ધર્મની તો શરત વળી એથીય આકરી છે. જે તમારું જીગરજાન છે, જેને તમે ખૂબ પાળ્યું છે, પંપાળ્યું છે તેવા શરીર પર કઠોરતા લાવવી પડશે અને ભાવધર્મ જનમ જનમના મમતાના બંધનો છૂટે તો જ આવે, સૌથી કપરું કામ. આ એક દષ્ટિકોણ છે બીજો દૃષ્ટિકોણ એવો ય છે કે નશીન-તપોમવ-મેલાદ્ધ વસ્તુર્વિદમ્ .. મને યુગપાક્યાતું, વતુર્વવત્રોડકવર્ મવાનું છે વી.સ્તો.૩-૪ ગ્રન્થકારશ્રી નવતરવાત મૂકે છેઃ દાન જ સૌથી શ્રેષ્ઠ છે. કેવી રીતે? પાછળના ત્રણના આરાધનથી તો આરાધક એક જ મોક્ષે ચઢે છે જ્યારે દાનધર્મમાં દેનાર અને લેનાર બન્ને મોક્ષમાર્ગમાં આગળ વધે છે. આ એક જ વાત દાનને ચારેયમાં મોખરાનું સ્થાન અપાવી દે છે. ' આટલી પીઠિકામાં પ્રથમ પરિચ્છેદ પૂર્ણ થાય છે. પછી સુપાત્રદાન અંગે રત્નપાળરાજાનું સવિસ્તર જીવન આલેખાયું છે જેનો વિષય તો બૃહવિષયાનુક્રમથી જાણી શકાશે, ગ્રન્થ ખૂબજ સહેલી ભાષામાં રચાયો છે. સંસ્કૃત પદ્ય વાંચનના શરૂઆતના અભ્યાસુને ઉપયોગી થાય એવું છે અને એજ ઉદેશથી તેનું પુનઃ સંપાદન કરવામાં આવ્યું છે. - પુનઃ સંપાદન - આ ગ્રન્થનું પૂર્વસંપાદન પૂ. મુનિશ્રી ચતુરવિજયજી મ.સા.એ કરેલુ, તેના જ આધારે આ સંપાદન કર્યું છે તેઓશ્રીએ જે ટીપ્પણીઓ કરેલી તે યથાવત્ રાખી છે અમોએ જે કેટલેક સ્થળે નવી ટીપ્પણીઓ ઉમેરી છે તે અંગ્રેજી આંકથી દર્શાવી છે. સંસ્કૃત અંકોવાળી તમામ ટીપ્પણી પૂર્વ સંપાદકશ્રીની જ છે આગળ બૃહદ વિષયાનુક્રમ તથા બે પરિશિષ્ટ નવા જોડ્યા છે જે અધ્યેતાઓને ઉપયોગી થશે. આવા ગ્રન્થોના અધ્યયન દ્વારા આત્માને ઉર્ધ્વગતિમાં મોકલવાનુ આપણા સૌનું અંતિમ લક્ષ્ય વહેલામાં વહેલું પ્રાપ્ત થાય એજ એકની એક અને સદાની શુભાભિલાષા. - આચાર્ય વિજય યોગતિલકસૂરિ...Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 106