Book Title: Ratnapal Nrup Charitram Author(s): Yogtilaksuri, Dharmtilakvijay Publisher: Smruti Mandir Prakashan View full book textPage 6
________________ (પ્રાસ્તાવિકમ્) અપશ્ચિમ તીર્થકર શ્રીવીરવિભુની પરમી પાટ જેમના થકી શોભી હતી તે આચાર્યદેવશ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજાના પુણ્યનામધેયથી કોણ અજાણ છે? તેમના જ વિનેયરત્ન વાચનાચાર્ય શ્રી સોમમંડન ગણિએ બનાવેલ એક સુપાઠ્યચરિત્ર-રત્નપાળના જીવન વૃત્તને વર્ણવતું.અત્રે પ્રસ્તુત છે. ગ્રન્થકાર - ગ્રન્થકારનું ખુદનું વિશેષ જીવનચરિત્ર તો જો કે પ્રાપ્ત નથી પણ ટેટા વડ જેવા જ હોય એ ન્યાયે શિષ્ય ગુરુને અનુસરનારા જ હોય એમ અનુમાન થઈ શકે છે. જે મહાનગુરુપરંપરા ગ્રીકારશ્રીને પ્રાપ્ત થઈ છે તેનું વર્ણન થઈ શકે તેમ નથી. તેમની ગુરુપરંપરા માટે જિજ્ઞાસુઓને સોમસૌભાગ્યમહાકાવ્ય અધ્યાત્મકલ્પદ્રુમની મો. ગી. કાપડીયાની પ્રસ્તાવના વિગેરે જોવા ભલામણ છે. - તેઓશ્રીજીના અન્ય ગ્રન્થો - પ્રસ્તુત ગ્રન્થકારશ્રી સોમમંડન ગણિવરે બનાવેલા અન્ય બે ગ્રન્થો હાલ મળે છે. પહેલો છે યુગાદિ તેના જે લગભગ ૨૫૦૦ શ્લોક પ્રમાણ છે જેમાં અનેક બોધદાયક દૃષ્ટાંતોની ગૂંથણી ખૂબજ સરળ સંસ્કૃત પદ્યોમાં કરવામાં આવી છે. આ ગ્રન્થ વિ. સં. ૨૦૪પમાં પૂ.આ. શ્રી જિનેન્દ્રસૂરીશ્વરજી મ.સા. દ્વારા સંપાદિત થઈ પ્રગટ થયો છે. તથા આ. વિ. ચિદાનંદસૂરિજી મ. ના સાનુવાદ સંપાદન દ્વારા પણ પ્રગટ થયેલ છે. બીજો ગ્રન્થ છે : ઉત્તમનરેન્દ્રથાને જે ૮૧૨ શ્લોક પ્રમાણ છે. આ ગ્રન્થ અપ્રગટ છે તેની એક હસ્તપ્રત શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર કોબામાં છે. પ્રકાશન વિચારણા ધિન છે.] - ગ્રન્થ - સુપાત્રને અપાયેલ માત્ર પાણીનું દાન પણ આત્માને કેટલો ઉંચે લઈ જવા સક્ષમ છે તે આ ચરિત્રનો મુખ્ય વર્ણનવિષય છે. ગ્રન્થકારશ્રીએ ઉપાડ ખૂબજ મજેનો કર્યો છે. દાન-શીલ-તપ અને ભાવમાં કોણ ચડે? આપણી દૃષ્ટિએ જવાબ સીધોને સટ છે. પૈસો- જે દૂરની વસ્તુ - 5 -Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 106