Book Title: Ratnakaravatarika Part 3 Author(s): Vadidevsuri, Kalyanbodhivijay Publisher: Jain Dharm Prasaran Trust Surat View full book textPage 6
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ આર્થિક સહયોગ આપવા બદલ અમે શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટનો તથા શ્રી મહેશભાઈ હિંમતલાલ વોરાનો અને શ્રી કીર્તિબેન મહેશભાઈ વોરાનો આભાર માનીએ છીએ. બરાબર લખાઈને તૈયાર થયેલા મૂળમેટરને આદિથી અંત સુધી ખંત અને લાગણીપૂર્વક ધ્યાનથી વાંચીને યથોચિત સુધારા-વધારા કરી આપવા બદલ (પ્રથમ મુનિપદે બીરાજમાન અને હાલ પંન્યાસપદે બીરાજમાન) પૂજ્યપાદ શ્રી કલ્યાણબોધિવિજ્યજી મહારાજ સાહેબનો આ તબક્કે જેટલો ઉપકાર અને આભાર માનીએ તેટલો ઓછો જ છે. તેઓશ્રીની જો લાગણી ન વરસી હોત તો કદાચ આ ત્રણ ભાગ પૂર્ણ ન પણ થયા હોત. તથા જૈન શાસનમાં પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજશ્રીઓને ભણાવનારા પંડિતવર્ષોમાં જેઓનું શ્રેષ્ઠ સ્થાન છે. પ્રુફો સુધારવાની બાબતમાં જેઓની કાળજી પ્રશસ્ય છે. અને જેઓનો સુંદર અને સંગીન ધાર્મિક-સંસ્કૃત-પ્રાકૃત-ન્યાય-વ્યાકરણનો અભ્યાસ છે. એવા પંડિતજી “શ્રી રતિભાઈ ચીમનલાલભાઈ લુદરાવાળાએ” આ ત્રીજા ભાગનાં તમામ પ્રુફો લગભગ૩ થી ૪ વાર તપાસી આપ્યાં છે. પ્રુફ તપાસતી વખતે અનેકવિધ સૂચનો પણ જેઓએ કર્યાં છે. આ ગ્રંથ મારો જ છે એવો ભાવ રાખીને જ જેઓએ પ્રુફો તપાસ્યાં છે. તેઓશ્રીનો પણ આ અવસરે અમે આભાર માનીએ છીએ. ‘‘ટાઈપ સેટીંગ” બાબત તથા સુંદર પ્રકાશન કાર્ય કરવા બદલ ભરત ગ્રાફિક્સના માલિક શ્રી ભરતભાઈ તથા મહેન્દ્રભાઈનો પણ આ અવસરે આભાર સ્વીકાર કરીએ છીએ. આ વિવેચન લખવામાં, પ્રકાશન કરતાં પહેલાં પ્રુફો સુધારવામાં ઘણી ઘણી કાળજી રાખી છે. છતાં છદ્મસ્થતાના કારણે, અનુપયોગ દશાના કારણે, તથા મતિમત્ત્વતા આદિના કા૨ણે કંઈ પણ શાસ્ત્રવિરુદ્ધ લખાઈ ગયું હોય તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડં આપીએ છીએ. અને વાચકવર્ગને વિનંતિ કરીએ છીએ કે અમારી ભૂલો જલ્દી જલ્દી અમને સૂચવશો કે જેથી બીજી આવૃત્તિમાં સુધારો થઈ શકે. ૫ અંતમાં જૈન શાસનમાં દાર્શનિક અભ્યાસ કરતાં પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબો તથા ભાઈઓ અને બહેનો આ ગ્રંથનો વધારેમાં વધારે ઉપયોગ કરી જૈન દર્શનનો વધારેમાં વધારે પ્રસાર-પ્રચાર કરે, અને અમારા ઉપર એવા આશીર્વાદ વરસાવે કે જેનાથી અમે આવા અન્યગ્રંથોનું વિવેચન લખવા સમર્થ બનીએ એજ આશા.... ૭૦૨,રામસા ટાવર્સ, ગંગા-જમના એપા. પાસે, અડાજણ પાટીયા, સુરત-૩૯૫૦૦૯. ફોન : (૦૨૬૧) ૨૬૮૮૯૪૩ Jain Education International For Private & Personal Use Only લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 444