Book Title: Ratnakaravatarika Part 3
Author(s): Vadidevsuri, Kalyanbodhivijay
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 4
________________ આ પ્રસ્તાવના પરમ પૂજ્ય વાદિદેવસૂરિજી મહારાજશ્રી કૃત “શ્રી પ્રમાણ નયતત્તાલોક” નામનો પ્રમાણ અને નયના વિષયને સમજાવતો એક મહાગ્રંથ છે. જેની રચના તેઓશ્રીએ બારમી સદીમાં કરી છે. આ ગ્રંથનો સરળ અને સુંદર અર્થ સમજાવવા માટે તેઓશ્રીએ પોતે જ “સ્યાદ્વાદ રત્નાકર” નામની સ્વોપણ ટીકા બનાવી છે. જે ટીકાગ્રંથ તેના નામ પ્રમાણે સમુદ્રસમાન બન્યો છે. આ ટીકાગ્રંથ અનેક દાર્શનિક ચર્ચાઓથી ભરપૂર છે. સૂત્રે સૂત્રે આવતા દાર્શનિક ભિન્ન ભિન્ન મંતવ્યોનું ખંડન-મંડન કરવાપૂર્વક સત્યનું સ્થાપન ઠેકાણે ઠેકાણે કરેલ છે. સંસ્કૃતભાષા, દાર્શનિક મંતવ્યો, ઘણી સૂક્ષ્મ ચર્ચા, ખંડન-મંડનની તર્કજાળ, વિવિધ પ્રકારે અનેક પક્ષોની રજુઆત ઈત્યાદિના કારણે ખરેખર આ ટીકાગ્રંથ ભણવો અને તેનો પાર પામવો દુર્ગમ અને દુષ્કર બન્યો છે. જેમ સમુદ્ર ઉંડો ઘણો હોય છે. ભૂજાબળે પાર પામવો દુષ્કર હોય છે. તેમ આ ટીકગ્રંથ પણ ઘણો જ કઠીન અને અન્ય આલંબન વિના તેનો પાર પામવો દુષ્કર છે. આ જ કારણે તેઓશ્રીના જ શિષ્ય આચાર્યદેવ “શ્રી રત્નપ્રભાચાર્યજીએ સમુદ્રસમાન તે ગ્રંથમાં અભ્યાસી જીવોનો સુખે સુખે પ્રવેશ થઈ શકે તેવા ઉત્તમાશયથી સમુદ્રમાં પ્રવેશવા જેમ નાવ હોય છે. તેમ સમુદ્રસમાન આ ટીકાગ્રંથમાં પ્રવેશ કરી શકાય તે માટે નાવ સમાન સુંદર એક ટીકા બનાવી છે. જેનું નામ છે. “રવાકરાવતારિકા” ત્યાં રત્નાર એટલે સમુદ્ર (સમુદ્રસમાન ટીકાગ્રંથ), તેમાં પ્રવેશવાગવતરિ એટલે નાવ એ જ આ ગ્રંથ છે. “શ્રી રતપ્રભાચાર્યકૃત “રનાકરાવતારિકા” સ્યાદ્વાદ રત્નાકર કરતાં આ ગ્રંથ ઘણો સરળ-સુગમ અને રસપ્રદ છે. તો પણ તેના કર્તા વિશિષ્ટ કવિ હોવાથી અને સંસ્કૃત ભાષા ઉપર બહુ જ પ્રભુત્વ હોવાથી (૧) ઘણો શબ્દ પ્રાસ, (૨) વિવિધ ગદ્ય-પદ્ય રચના (૩) ઘણા લાંબા લાંબા સમાસો, (૪) સરખે સરખા વર્ણોની રસપ્રદ રચના, (૫) તેર જ વ્યંજનોના પ્રયોગ દ્વારા જગત્કર્તુત્વનું ખંડન ઈત્યાદિ વિષયોના કારણે ક્યારેક ક્યારેક આ રસાકરાવતારિકાગ્રંથ પણ નાવ સમાન હોવા છતાં સમુદ્ર સમાન લાગે છે. તેથી તેમાં પણ પ્રવેશ કરવા-કરાવવા માટે બાલ જીવોના અનુગ્રહના નિમિત્તે “ગુજરાતી અનુવાદની” અત્યન્ત આવશ્યકતા હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 444