Book Title: Ratnakaravatarika Part 3 Author(s): Vadidevsuri, Kalyanbodhivijay Publisher: Jain Dharm Prasaran Trust Surat View full book textPage 5
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી નીતિસૂરીશ્વરજી મ. શ્રીના સમુદાયમાં થયેલા પૂજ્ય શ્રી મલયવિજયજી મ. શ્રીએ આ રત્નાકરાવતારિકાનું ગુજરાતી વિવેચન કર્યું છે. પરંતુ તે ગુજરાતી વિવેચન સંક્ષિપ્ત અને વિદ્ભોગ્ય હોવાથી વધારે વિસ્તૃત અને બાલભોગ્ય વિવેચન લખવાની અમારી ઈચ્છા થઈ. પાઠશાળામાં પૂજ્ય સાધુ-સાધ્વીજી મ. શ્રીઓને વારંવાર આ ગ્રંથ ભણાવતાં વિવેચન લખવાની આ ઈચ્છા વધારે પ્રબળ બની અને સતત ભણાવવાથી વિવેચન લખવાનું કંઈક સરળ પણ બન્યું તથા આ વર્ગમાં અભ્યાસ કરતા પૂજ્ય સાધુ મ. સાહેબો તથા વિશિષ્ટ બુદ્ધિશાળી કેટલાંક સાધ્વીજી મહારાજ સાહેબો, આ ગ્રંથની કઠીન પંક્તિઓના અર્થ ખોલવામાં અતિશય સહાયક થયાં છે. તેઓની સહાયથી જ આ ગ્રંથનું વિવેચન અમે કંઈક અંશે લખી શક્યા છીએ. ૪ આ ગ્રંથના કુલ ૮ પરિચ્છેદ છે. પહેલા-બીજા પરિચ્છેદના વિવેચનવાળો પ્રથમ ભાગ વિક્રમ સંવત ૨૦૫૩માં, ત્રીજા-ચોથા અને પાંચમા પરિચ્છેદના વિવેચનવાળો બીજો ભાગ વિક્રમ સંવત ૨૦૫૬માં પ્રકાશિત કરીને બાકી રહેલા છઠ્ઠા-સાતમા અને આઠમા પરિચ્છેદના વિવેચનવાળો આ તૃતીય ભાગ (ત્રીજો ભાગ) વિક્રમ સંવત ૨૦૬૦માં પ્રકાશિત કરીને પરમ ઉપકારી એવા શ્રી ચતુર્વિધ જૈન સંઘના કરકમળમાં સમર્પિત કરીએ છીએ. , મૂળ ગ્રંથના કર્તા શ્રી વાદિદેવસૂરિજીમ.સા.ના જીવન વિષે, તેઓશ્રીએ કરેલી ગ્રંથરચના વિષે, ઘણી વાતો પહેલા ભાગમાં અમે લખી છે. તેથી તેનું પુનરુચ્ચારણ અહીં કરતા નથી. પહેલા ભાગમાં અને બીજા ભાગમાં ઘણા જ વિસ્તારથી પ્રસ્તાવના પણ અમે લખી છે. તેથી અહીં તેનો ઘણો વિસ્તાર કરતા નથી. વિશેષાર્થીને આ બન્ને ભાગોની પ્રસ્તાવના જોઈ લેવા ખાસ વિનંતિ છે. આ ગ્રંથનું વિવેચન જ્યારે લખાતું હતું ત્યારે વૈરાગ્ય દેશના દક્ષ પરમ પૂજ્ય આચાર્યદેવશ્રી હેમચંદ્રસૂરિજી મહારાજા (પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. સા.ના પ્રશિષ્ય રત), તથા તેઓશ્રીના શિષ્ય૨ત સ૨ળસ્વભાવી પૂજ્ય પન્યાસજી શ્રી કલ્યાણબોધિવિજયજી મહારાજ સાહેબનો સમાગમ થયો. તેઓશ્રીને આ વિવેચન સવિશેષપણે ગમી ગયું. તેઓશ્રીના સદુપદેશથી થયેલા ‘શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટે” આ પુસ્તક પ્રકાશનના ખર્ચનો બોજ ઉપાડી લીધો. આ રીતે તેઓશ્રીના સહયોગથી અમે ગુજરાતી વિવેચનના પહેલા-બીજા ભાગને પ્રકાશિત કરીને અત્યારે આ ત્રીજો ભાગ પ્રકાશિત કરી રહ્યા છીએ. આ રીતે આ ત્રણ ભાગમાં આ ગ્રંથ સમાપ્ત થાય છે. તથા અમેરિકામાં-ડીટ્રોઈટ શહે૨માં રહેતા શ્રી મહેશભાઈ હિંમતલાલ વોરા, તથા શ્રી કીર્તિબેન મહેશભાઈ વોરાએ ત્રણે ભાગમાં દોઢસો-દોઢસો નકલોની આર્થિક કિંમત આપીને પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજશ્રીઓને અભ્યાસ માટે ભેટ આપવાનું સૂચન કરતાં આ વિવેચન લખવામાં અને પ્રકાશિત કરવામાં અમે વધારે ઉત્સાહિત થયા છીએ. આ અવસરે ત્રણે ભાગમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 444