Book Title: Rani Chellana Akshaytrutiya
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 6
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૮ ت ن . .ت .ن.ت.ن રળિયામણો મગધ દેશ. તેના પર મહારાજા શ્રેણિક રાજ્ય કરે. તે પણ ખૂબ પ્રતાપી, ખૂબ બળવાન. તેમણે આ કન્યાઓનાં રૂપગુણ સાંભળ્યાં. એટલે એક કન્યાની માગણી કરી. રાજા ચેટકે જવાબ આપ્યો : “હે રાજા ! તમારું કુળ અમારાથી ઊતરતું છે એટલે અમારી કન્યા નહિ મળે.” રાજા શ્રેણિકને આ જવાબથી ખોટું લાગ્યું. વસંતના દિવસો આવ્યો. કુદરત આનંદે ઊભરાવા લાગી. બન્ને બહેનો હિંડોળા પર બેઠી છે. અંદર અંદર વાતો કરે છે. સુજ્યેષ્ઠા કહે, “ચલ્લણા ! કેવા રૂડા વસંતના દિવસો છે ? ચલ્લણા કહે, “બહેન ! એમાં પૂછવું જ શું? આખી કુદરત સંગીતથી જ ઊભરાય છે. આ જોઈ મને એમ જ થાય છે કે હું પણ આખો દિવસ ગાયા જ કરું.’ સુજ્યેષ્ઠા કહે : “વાહ, કેવો સુંદર વિચાર ! ચલ્લણા ! તારા મધુર ગીતથી કુદરતનો આનંદ વધશે. માટે જરૂર એક સુંદર ગીત ગા.' ચલ્લણાએ ગાવા માંડ્યું - (દેશી – હું તો ઢોલે રમું ને હરિ સાંભરે રે.) સખી ! આવ્યાં વસંતનાં વધામણાં રે. મારાં હઈડાં ફૂલી ફૂલી જાય રે. આવ્યાં...૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36