Book Title: Rani Chellana Akshaytrutiya Author(s): Jaybhikkhu Publisher: Jaybhikkhu Sahitya Trust View full book textPage 8
________________ જેન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧૮ સખી કહે : “મગધ દેશના મહારાજા શ્રેણિકની.' તો બહેન ! લઈ આવ. એ છબી મને પણ જોવાનું મન છે.” - સખી વેપારીની પાસેથી એ છબી લઈ આવી. સુજ્યેષ્ઠા એ જોઈ છક થઈ ગઈ. ધારી ધારીને જોવા લાગી. આ જોઈ તેની સખીએ કહ્યું: “બહેન ! શું જુઓ છો! આખા આર્યાવર્તમાં એવો બીજો રાજવી નથી !' છબી પાછી ગઈ, પણ સુચેષ્ઠા તેના જ વિચાર કરવા લાગી : “અહો ! શ્રેણિકનાં વખાણ સાંભળ્યાં હતાં, પણ રૂપ, જોયું ન હતું. અહા ! આટલા બધા રૂપવાન ! પિતાજીએ કુળના અભિમાનમાં તેમનું અપમાન કર્યું, પણ આથી સારો પતિ ક્યાં છે? પરણવું તો એમને જ પરણવું.' પિતાથી છાનું પરણવું સહેલ નહિ, એટલે તે ચિંતામાં પડી. આ જોઈ તેની સખીએ કહ્યું: “બહેન ! ચિંતા શું કરો છો? એ વેપારીને હાથમાં લઈશું એટલે બધું કામ થશે.” સુજ્યેષ્ઠા કહે: ‘જા, શ્રેણિક સાથે લગ્ન થાય એવો ઉપાય શોધી કાઢ.' સખીએ વેપારીને મળી એક ઉપાય શોધી કાઢ્યો. નગર બહારથી રાજમહેલ સુધી ભોંયરું ખોદાવવું. ત્યાં અમુક દિવસે શ્રેણિક આવે. સુજ્યેષ્ઠા ત્યાં તૈયાર રહે. એટલે શ્રેણિક લઈ જાય. પછી ગાંધર્વ વિવાહથી બંને પરણી લે ! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36