________________
જેન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૮ - - - - - - બાપનો વેરી થશે. સાપને ઉછેર્યો સારો નહિ.' દાસીએ બાળકને હાથમાં લીધો. ચાલી નીકળી દૂર. એક આસોપાલવના વન પાસે આવી. ત્યાં હતો એક ઉકરડો. તેમાં તેને મૂકી દીધો.
દાસી પાછી આવે છે ત્યાં શ્રેણિક મળ્યા. તેમણે પૂછ્યું : આમ ક્યાં ગઈ હતી ?” દાસીએ જેવી હતી તેવી વાત કરી. એટલે શ્રેણિક એકદમ આસોપાલવના વન આગળ આવ્યા. ત્યાં એક બાળક રડી રહ્યો હતો. તેની કૂણી આંગળી એક કૂકડીએ કરડી ખાધી હતી. રાજા શ્રેણિકને આ જોઈ ખૂબ દુઃખ થયું. તેમણે તરત જ પુત્રને ઉપાડી લીધો; અને તેની લોહીવાળી આંગળી મોંમાં નાખી લોહી ચૂસી લીધું. બાળક તરત શાંત થયો. રાજા શ્રેણિકે ઘેર આવી ચેલ્લણાને ઠપકો દીધો: “અરે ઉત્તમ કુળવાળી! આવું કામ તને શોભે ?” ચેલ્લણા કહે : “સ્વામીનાથ ! આ પુત્ર તમારો વેરી છે. એનાં બધાં લક્ષણો ખરાબ છે. એવા પુત્રને હું કેમ ઉછેરી શકું ! મારા સ્વામી કરતાં મારો પુત્ર વધારે નથી.' રાજા શ્રેણિક કહે : ગમે તેમ હોય, પણ તું એ પુત્રને ઉછેર. આપણાથી એને તજી તો ન જ દેવાય.' શ્રેણિકની આજ્ઞાથી ચલ્લણા તેને ઉછેરવા
લાગી.
આ પુત્રની એક આંગળી કૂકડીએ કરડી હતી એટલે તે બુઠ્ઠી થઈ. છોકરાઓ આ જોઈ તેને ચીડવતા: કુણિક! કુણિક ! એટલે કે બુઠ્ઠી આંગળીવાળો! બુઠ્ઠી આંગળીવાળો !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org