Book Title: Rani Chellana Akshaytrutiya
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 25
________________ અક્ષયતૃતીયા રાજા સોમયશને સપનું આવ્યું હતું, કે એક પરાક્રમી રાજા લડાઈમાં શત્રુથી ચારે તરફથી ઘેરાઈ ગયો. કુમાર શ્રેયાંસ એની મદદે ધાયો. શત્રુને હરાવી કુમારે એ રાજાને મુક્ત કર્યો. - કુમાર શ્રેયાંસને સપનું લાધ્યું હતું, કે કોઈ કારણે શ્યામ બનેલા સુવર્ણગિરિને એણે અમૃતકળશે અભિષેક કરી ઊજળો કર્યો. નગરશેઠ સુબુદ્ધિને પણ એ જ વેળાએ ને એવું જ એક સપનું લાધ્યું હતું, કે હજારો કિરણોથી ઓપતા સૂર્યના કિરણો જાણે એક પછી એક ખરવા લાગ્યાં, કુમાર શ્રેયાંસે ખરી ગયેલાં કિરણોને જાણે ફરી સૂર્યમાં સ્થાપન કર્યા. અરે, અ સ્વપ્નાંનાં ફળ શાં હશે? સહુ ભારે વિમાસણમાં પડ્યા હતા. સપનાંના ફળ વિષે તો એકદમ નિર્ણય ન થઈ શક્યો. પણ એટલો તો નિર્ણય થયો કે, જરૂર કુમાર શ્રેયાંસને હાથે કોઈ ઉત્તમ કાર્ય થવાનું છે ! દ્વારપાળ એ જ વેળા શુભ સંદેશ લઈને હાજર થયો : સ્વામી, ત્રણ લોકથી પૂજ્ય, પૃથ્વીનાથ ભગવાન ઋષભદેવસ વન-જંગલોમાં વિચરતા આજે નગરમાં પધાર્યા પ્રપિતામહનું નામ સાંભળી યુવરાજ શ્રેયાંસકુમાર ભરી સભામાંથી દોડ્યો. ન પહેર્યા એણે ઉપાન કે ન ઓઢ્યું છત્ર !. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36