Book Title: Rani Chellana Akshaytrutiya
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust
Catalog link: https://jainqq.org/explore/005460/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 'જૈન બાલગ્રંથાવલિ શ્રેણી - ૧ રાણી ચેલણા અમકુમાર 1tjill WAVA VVVV BOUT jlimitlt Illn યભિખુ For Personal & Private Use Only www.jalnelibrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૧ [કુલ પુસ્તક ૧] ૧. તીર્થકર શ્રી ઋષભદેવ, ભરત – બાહુબલી ૨. તીર્થકર શ્રી મહાવીર, તીર્થકર શ્રી પાર્શ્વનાથ ૩. આચાર્ય શ્રી જંબુસ્વામી, આર્દ્રકુમાર ૪. મહાસતી અંજના, સતી ચંદનબાળા ૫. કાન કઠિયારો, અક્ષયતૃતીયા, સત્યનો જય ૬. રાજા શ્રીપાળ, શેઠ જગડુશાહ ૭. મુનિશ્રી હરિકેશ, આચાર્ય શ્રી સ્થૂલિભદ્ર ૮. રાણી ચેલ્લણા, અમરકુમાર ૯. અર્જુનમાળી, ચંદનમલયાગિરિ ૧૦. મહારાજા કુમારપાળ, વસ્તુપાળ-તેજપાળ, મહાત્મા દઢપ્રહારી For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ જયભિખ્ખું જન્મશતાબ્દી ગ્રંથાવલિ જેન બાલગ્રંથાવલિ : શ્રેણી ૧ - પુ.૮ શણી ચેલાણા અક્ષયતૃતીયા સંપાદક જયભિખ્ખ I શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Jain Balgranthavali Shreni-1 Ed. by Jaybhikhkhu Published by Jaybhikhkhu Sahitya Trust, Ahmedabad-380 007 આવૃત્તિ : જયભિખ્ખું જન્મશતાબ્દી ગ્રંથાવલિ, ૨૦૦૮ ISBN : 978-81-89160-94-4 કિંમત : રૂ. ૧૫ ૧૦ પુસ્તિકાના સેટની કિંમત રૂ. ૧૫૦ પ્રકાશક કુમારપાળ દેસાઈ (માનદ્ મંત્રી) શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ, ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭ મુખ્ય વિક્તા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ગૂર્જર એજન્સીઝ. ૫૧-૨, રમેશપાર્ક સોસાયટી, રતનપોળ નાક સામે, ઉસ્માનપુરા, ગાંધી માર્ગ, અમદાવાદ -૩૮૦ ૦૧૩ અમદાવાદ -૩૮૦ ૦૦૧ ફોન : ૨૭૫૫ ૧૭૦૩ ફોન : ૨૨૧૪ ૯૬૬૦ મુદ્રક ષ્નિા ગ્રાફિક્સ, નારણપુરા ગામ, અમદાવાદ-૩૮૦૦૧૩ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ રાણી ચેલ્લાણા એક હતું મોટું શહેર. તેનું નામ વૈશાલી. ત્યાં હતા એક રાજા. ન્યાયી અને પ્રજાને પાળનાર. પ્રતાપી ને બળવાન. તેમનું નામ ચેટક. પ્રભુ મહાવીરના એ મામા થાય. તેમને સાત કુંવરીઓ : પાંચ પરણેલી ને બે કુંવારી. તેમાં એકનું નામ સુચેષ્ઠા ને બીજીનું નામ ચલ્લણા. બંને બહેનો ખૂબ ગુણિયલ. બધી કળામાં પારંગત. ધર્મનું જ્ઞાન તો ઘણું જ ઊંડું. તેમને કોઈ વાતની ખોટ નહિ. રહેવાને સુંદર મહેલ. ફરવાને સુંદર બગીચા. પહેરવાને સુંદર કપડાંલત્તાં. ખાવાને મનગમતાં મેવામીઠાઈ, પણ આ બહેનો તેમાં બહુ ન લોભાય. તે તો સારું સારું વાંચે, સારું સારું ગાય, દેવદર્શને જાય ને ધર્મની જ વાતો કરે. બંનેનાં રૂપગુણ દેશોદેશમાં વખણાય. For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૮ ت ن . .ت .ن.ت.ن રળિયામણો મગધ દેશ. તેના પર મહારાજા શ્રેણિક રાજ્ય કરે. તે પણ ખૂબ પ્રતાપી, ખૂબ બળવાન. તેમણે આ કન્યાઓનાં રૂપગુણ સાંભળ્યાં. એટલે એક કન્યાની માગણી કરી. રાજા ચેટકે જવાબ આપ્યો : “હે રાજા ! તમારું કુળ અમારાથી ઊતરતું છે એટલે અમારી કન્યા નહિ મળે.” રાજા શ્રેણિકને આ જવાબથી ખોટું લાગ્યું. વસંતના દિવસો આવ્યો. કુદરત આનંદે ઊભરાવા લાગી. બન્ને બહેનો હિંડોળા પર બેઠી છે. અંદર અંદર વાતો કરે છે. સુજ્યેષ્ઠા કહે, “ચલ્લણા ! કેવા રૂડા વસંતના દિવસો છે ? ચલ્લણા કહે, “બહેન ! એમાં પૂછવું જ શું? આખી કુદરત સંગીતથી જ ઊભરાય છે. આ જોઈ મને એમ જ થાય છે કે હું પણ આખો દિવસ ગાયા જ કરું.’ સુજ્યેષ્ઠા કહે : “વાહ, કેવો સુંદર વિચાર ! ચલ્લણા ! તારા મધુર ગીતથી કુદરતનો આનંદ વધશે. માટે જરૂર એક સુંદર ગીત ગા.' ચલ્લણાએ ગાવા માંડ્યું - (દેશી – હું તો ઢોલે રમું ને હરિ સાંભરે રે.) સખી ! આવ્યાં વસંતનાં વધામણાં રે. મારાં હઈડાં ફૂલી ફૂલી જાય રે. આવ્યાં...૧ For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ રાણી ચેલ્લા થયાં ભૂરાં આકાશનાં આંગણાં રે, ત્યાં સોનેરી સાથિયા પુરાય રે, આવ્યાં...૨ સખી આંબાનાં વન રૂડાં હોરિયાં રે, ત્યાં કોયલે કરે ટહુકાર રે, આવ્યાં...૩ ખીલી જાઈ જૂઈ ને વળી માલતી રે, ત્યાં ભમરા કરે ઝંકાર રે, આવ્યાં...૪ સખી ! ભર્યા સરોવર શોભતાં રે, ત્યાં હંસ રહ્યા હરખાય રે, આવ્યાં...૫ જ્યાં આવી વસંત ઉર ઊતરે રે, ત્યાં આનંદ પૂર રેલાય રે. આવ્યાં...૬ વાહ! ચલણા વાહ ! કેવું મધુર છે આ ગીત !' આમ નિર્દોષ આનંદ લૂંટી બંને બહેનો જુદી પડી અને પોતપોતાના કામે વળગી. સુજ્યેષ્ઠા પોતાના ઓરડામાં આવી એટલે એક સખીએ વાત કરી : “બહેન ! આજે મેં એક અદ્ભુત છબી જોઈ. શું તેનું રૂપ ? મેં તો જિંદગીમાં એવું રૂપ ક્યાંય જોયું નથી.' સુજ્યેષ્ઠાએ કહ્યું : “ક્યાં છે એ છબી?” સખી કહે : “બહેન ! એક અત્તરિયાની દુકાને.' સુજ્યેષ્ઠા કહે : કોની છે એ છબી?” For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ જેન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧૮ સખી કહે : “મગધ દેશના મહારાજા શ્રેણિકની.' તો બહેન ! લઈ આવ. એ છબી મને પણ જોવાનું મન છે.” - સખી વેપારીની પાસેથી એ છબી લઈ આવી. સુજ્યેષ્ઠા એ જોઈ છક થઈ ગઈ. ધારી ધારીને જોવા લાગી. આ જોઈ તેની સખીએ કહ્યું: “બહેન ! શું જુઓ છો! આખા આર્યાવર્તમાં એવો બીજો રાજવી નથી !' છબી પાછી ગઈ, પણ સુચેષ્ઠા તેના જ વિચાર કરવા લાગી : “અહો ! શ્રેણિકનાં વખાણ સાંભળ્યાં હતાં, પણ રૂપ, જોયું ન હતું. અહા ! આટલા બધા રૂપવાન ! પિતાજીએ કુળના અભિમાનમાં તેમનું અપમાન કર્યું, પણ આથી સારો પતિ ક્યાં છે? પરણવું તો એમને જ પરણવું.' પિતાથી છાનું પરણવું સહેલ નહિ, એટલે તે ચિંતામાં પડી. આ જોઈ તેની સખીએ કહ્યું: “બહેન ! ચિંતા શું કરો છો? એ વેપારીને હાથમાં લઈશું એટલે બધું કામ થશે.” સુજ્યેષ્ઠા કહે: ‘જા, શ્રેણિક સાથે લગ્ન થાય એવો ઉપાય શોધી કાઢ.' સખીએ વેપારીને મળી એક ઉપાય શોધી કાઢ્યો. નગર બહારથી રાજમહેલ સુધી ભોંયરું ખોદાવવું. ત્યાં અમુક દિવસે શ્રેણિક આવે. સુજ્યેષ્ઠા ત્યાં તૈયાર રહે. એટલે શ્રેણિક લઈ જાય. પછી ગાંધર્વ વિવાહથી બંને પરણી લે ! For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ રાણી ચેલ્લા બધી તૈયારી થઈ. દિવસ નક્કી થયો. શ્રેણિક થોડા બહાદુર યોદ્ધાઓ સાથે આવી ગયા. સુયેષ્ઠા પણ જવા તૈયાર થઈ. એવામાં સુજ્યેષ્ઠાને ચેલ્લણા યાદ આવી. તેનાથી વાત છાની ન રાખવી એવો વિચાર થયો, એટલે મળવા ગઈ. ચલ્લણા કહે : “બહેન, આજે ઉદાસ કેમ છે?” સુયેષ્ઠા કહે : ‘તારા વિયોગના વિચારે.” ચલ્લણા કહે : “મારો વિયોગ ? બહેન ! હું અને તમે તો સાથે જ છીએ. અને સાથે જ રહીશું.' સુજ્યેષ્ઠા કહે : “ચલ્લણા, લગ્ન નથી થયાં ત્યાં સુધી. લગ્ન પછી તો છૂટાં જ પડીશું ને.' ચલ્લણા કહે : “ના રે ! સુજ્યેષ્ઠા ! આપણે બંને એક જ પતિ પરણીશું. પછી છૂટાં કેવી રીતે પડીશું? જા, જે તારો પતિ એ જ મારો પતિ.' સુયેષ્ઠા કહે : ‘તો થા તૈયાર. મારા પતિ તારી રાહ જોઈને ઊભા છે.' ચેલણાએ પૂછયું : “ક્યાં?” સુજ્યેષ્ઠા કહે, ભોંયરામાં. પછી બધી વાત વિસ્તારથી કહી. રાજા શ્રેણિક ભોંયરાના મોઢે ઊભા છે. સાથે પોતાના For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૮ . . . . . . બહાદુર યોદ્ધાઓ છે. તેઓ અંદર વાત કરે છે. “મહારાજ ! શત્રુની રાજધાનીમાં બહુ વખત રહેવું સારું નહિ. હજી સુધી કોઈ જણાતું નથી, માટે જરૂર કાંઈક દગો હશે.' શ્રેણિક કહે : “દગો ન હોય. ચેટક રાજાની એ પુત્રી દગો કરે તેમ નથી.” યોદ્ધાઓ કહે : “મહારાજ ! આપ વિશ્વાસુ છો. અમને તો લાગે છે કે જરૂર કાંઈક દગો હશે.' શ્રેણિક કહે: થોડી વાર રાહ જોવા દો. સુજ્યષ્ઠા આવે કે રથ ઉપાડીશું!' શ્રેણિક રાજાને ખબર નથી કે એકને બદલે બંને બહેનો આવવાની છે. ચલ્લણા ને સુયેષ્ઠા તૈયાર થયાં. ભોંયરામાં ચાલવા લાગ્યાં. રથ થોડે દૂર રહ્યો એટલે સુજ્યેષ્ઠા બોલી : “બહેન, ઉતાવળમાં મારાં ઘરેણાંનો દાબડો રહી ગયો.” ચેલણા કહે : બહેન ! તમે રથમાં બેસો. હું લઈ આવું.' સુજ્યેષ્ઠા કહે : ના, ચલ્લણા ! તું રથમાં બેસ. હું દાબડો લઈ આવું છું.” ચલ્લણા આવીને રથમાં બેઠી. સહુ સમજ્યા કે તે સુયેષ્ઠા છે, એટલે રથ પવનવેગે ઉપાડ્યો. અહીં સુયેષ્ઠા આવી જુએ તો રથ નહિ ! તે સમજી કે મારા બદલે ચેલ્લણાનું હરણ થયું અને હું રહી ગઈ. તેણે બૂમ પાડી, દોડો ! દોડો ! ચલ્લણાનું હરણ થયું.” ચેટક રાજાના યોદ્ધાઓ દોડ્યા, પણ તેઓ મોડા પડ્યા. For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ રાણી ચેલ્લા - - - - રાજા શ્રેણિક ઘણે દૂર નીકળી ગયા હતા. સુયેષ્ઠાને આ બાબતની ભારે અસર થઈ. વિચાર કરતાં તેને લાગ્યું કે આના કરતાં વધારે ઊંચું જીવન જીવવાની જરૂર છે. તેણે દીક્ષા લીધી. * રાજા શ્રેણિકને ઘણી રાણીઓ હતી. તેમાં ચલ્લણા સહુથી વહાલી. રાજા ઘણો વખત તેની સાથે જ ગાળે. ચેલણા પણ પોતાના પતિને ખૂબ ચાહે. રાજા-રાણી કિલ્લોલ કરે. રાણી ચલ્લણાને પ્રભુ મહાવીરનો ઉપદેશ ખૂબ ગમતો; એટલે શ્રેણિકને પણ તે ઉપદેશ સમજાવવા લાગી. ચેલ્લણાની સમજાવટથી પ્રભુ મહાવીર પર રાજા શ્રેણિકને ખૂબ શ્રદ્ધા થઈ અને આખરે તેઓ પ્રભુ મહાવીરના સાચા ભક્ત બન્યા. ધન્ય છે પતિને ધર્મ પમાડનાર આવી સ્ત્રીઓને ! પતિની સાચી સેવા કરનાર ચેલણાને ગર્ભ રહ્યો, પણ તે વખતે તેને એક દુષ્ટ ભાવના થઈ, કે મારા પતિના કાળજાનું માંસ ખાઉં. આવો ખરાબ વિચાર આવતાં જ ચલ્લણાને ગર્ભ તરફ તિરસ્કાર છૂટ્યો. તે સમજી ગઈ કે આ ગર્ભ એના પિતાનો વેરી છે, નહિતર આવો વિચાર ન આવે. સવા નવ માસ પૂરા થયા. ચેલ્લણાને એક તેજસ્વી પુત્ર જન્મ્યો, પણ તે જ વખતે તેણે દાસીને આજ્ઞા કરી : “દાસી ! આ દુષ્ટ પુત્રને કોઈક દૂર જગ્યામાં મૂકી આવ. એ એના For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ જેન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૮ - - - - - - બાપનો વેરી થશે. સાપને ઉછેર્યો સારો નહિ.' દાસીએ બાળકને હાથમાં લીધો. ચાલી નીકળી દૂર. એક આસોપાલવના વન પાસે આવી. ત્યાં હતો એક ઉકરડો. તેમાં તેને મૂકી દીધો. દાસી પાછી આવે છે ત્યાં શ્રેણિક મળ્યા. તેમણે પૂછ્યું : આમ ક્યાં ગઈ હતી ?” દાસીએ જેવી હતી તેવી વાત કરી. એટલે શ્રેણિક એકદમ આસોપાલવના વન આગળ આવ્યા. ત્યાં એક બાળક રડી રહ્યો હતો. તેની કૂણી આંગળી એક કૂકડીએ કરડી ખાધી હતી. રાજા શ્રેણિકને આ જોઈ ખૂબ દુઃખ થયું. તેમણે તરત જ પુત્રને ઉપાડી લીધો; અને તેની લોહીવાળી આંગળી મોંમાં નાખી લોહી ચૂસી લીધું. બાળક તરત શાંત થયો. રાજા શ્રેણિકે ઘેર આવી ચેલ્લણાને ઠપકો દીધો: “અરે ઉત્તમ કુળવાળી! આવું કામ તને શોભે ?” ચેલ્લણા કહે : “સ્વામીનાથ ! આ પુત્ર તમારો વેરી છે. એનાં બધાં લક્ષણો ખરાબ છે. એવા પુત્રને હું કેમ ઉછેરી શકું ! મારા સ્વામી કરતાં મારો પુત્ર વધારે નથી.' રાજા શ્રેણિક કહે : ગમે તેમ હોય, પણ તું એ પુત્રને ઉછેર. આપણાથી એને તજી તો ન જ દેવાય.' શ્રેણિકની આજ્ઞાથી ચલ્લણા તેને ઉછેરવા લાગી. આ પુત્રની એક આંગળી કૂકડીએ કરડી હતી એટલે તે બુઠ્ઠી થઈ. છોકરાઓ આ જોઈ તેને ચીડવતા: કુણિક! કુણિક ! એટલે કે બુઠ્ઠી આંગળીવાળો! બુઠ્ઠી આંગળીવાળો ! For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ રાણી ચેલ્લણા * ચેલણાને બીજા પણ બે પુત્રો થયા. એકનું નામ હલ્લા અને બીજાનું નામ વિહલ્લ. એ ત્રણે ભાઈ આનંદે ઊછરતા મોટા થવા લાગ્યા. એક વખત રાજારાણી સૂતાં હતાં. શિયાળાની રાત. કડકડતી ટાઢ પડે. એટલામાં ચલ્લણાનો હાથ સોડમાંથી બહાર નીકળી ગયો. એક તો કોમળ હાથ ને તેમાં કડકડતી ટાઢ. હાથ તો જાણે ઠરીને ઠીકરુ થઈ ગયો. પીડા, પીડા, તે તેનો પાર નહીં. એ જાગી ગઈ, પણ તે જ વખતે તેને વિચાર આવ્યો: ‘એક મુનિરાજ અત્યારે નદીકિનારે ઊભા છે, તેમણે એક પણ કપડું ઓઢ્યું નથી. રાજમહેલમાં, મખમલ મશરૂની તળાઈમાં – મારી આ દશા છે, તો આવી ટાઢમાં એમનું શું થયું હશે?” છેલ્લું વાક્ય મોટેથી બોલી જવાયું. બરાબર તે જ વખતે શ્રેણિક રાજા જાગતા હતા. તે આ સાંભળી વિચારવા લાગ્યા : “આ ચેલ્લણા અત્યારે કોના વિચાર કરે છે ! જરૂર એનું મન બીજા કોઈમાં છે. જેના તરફ હું આટઆટલો પ્રેમ રાખું છું તે પણ બીજાનો વિચાર કરે છે. બસ ન જોઈએ આ રાણીઓ.” તેમણે આવા જ વિચારમાં રાત પસાર કરી. વહાણું વાતાં પ્રધાન અભયકુમારને બોલાવ્યા. તેમને આજ્ઞા કરી કે, “મારું અંતઃપુર બગડી ગયું છે. માટે એને For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૮ બાળી મૂક. ખબરદાર ! માનો પ્રેમ વચ્ચે લાવીશ નહિ.' અભયકુમાર કહે : જેવી પિતાની આજ્ઞા.’ બરાબર આ જ વખતે નગર બહાર બગીચામાં પ્રભુ મહાવીર પધાર્યા, એટલે શ્રેણિક રાજા તેમનાં દર્શન ક૨વા ગયા. ૧૨ અભયકુમારે વિચાર્યું : ‘પિતાજી કાંઈક ગુસ્સામાં આવી ગયા છે, નહીંતર આવો હુકમ ન કરે ! મારી બધી માતાઓ સ્વભાવથી જ સતીઓ છે. તેમાં કલંક હોય નહિ. નક્કી તેમની કાંઈક ગે૨સમજ થઈ હશે, માટે સાહસ તો ન જ કરવું.’ તેણે હાથીખાના પાસેની થોડી ઓરડીઓ સળગાવી અને ગામમાં પડાવી બૂમ : રાજાનું અંતઃપુર સળગ્યું, અંતઃપુર સળગ્યું !’ શ્રેણિકે પ્રભુને વંદન કર્યું. પછી સવાલ પૂછ્યો : ‘પ્રભુ ! ચેલ્લણાને એક પતિ છે કે અનેક ?” પ્રભુ કહે : ‘એક. હે શ્રેણિક ! એ સતી પર કોઈ પણ જાતનો વહેમ લાવીશ નહિ.’ શ્રેણિકને પ્રભુના વચનમાં શ્રદ્ધા હતી એટલે તે સમજ્યા કે પોતે ભારે ભૂલ કરી છે. તે ઉતાવળા ઉતાવળા ગામમાં આવ્યા. ત્યાં અભયકુમાર સામે મળ્યા. તેમને એકદમ શ્રેણિકે પૂછ્યું : ‘અભય, શું કર્યું ?' અભયકુમાર કહે : 'આપની આજ્ઞાનું પાલન, પિતાજી !' શ્રેણિક કહે : “અરે મૂર્ખ ! મારો અવિચારી હુકમ અમલમાં કેમ મૂક્યો ? તારી માતાઓને બાળતાં તારો જીવ ભલો For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ રાણી ચેલ્લા . . .ن.ت.ت. ચાલ્યો ! અભયકુમારે જાણ્યું કે પિતા પોતાની ભૂલ સમજ્યા છે, એટલે તેણે બધી હકીકત જાહેર કરી. હવે ચેલ્લણા પર શ્રેણિકને વધારે પ્રેમ થયો. તેના માટે સુંદર એકથંભીઓ મહેલ બાંધ્યો. સુંદર બગીચો બનાવ્યો. બંને આનંદથી ત્યાં રહેવા લાગ્યાં. કુણિક મોટો થયો એટલે તેને ગાદીએ બેસવાની ખૂબ ઇચ્છા થઈ. શ્રેણિક તેને જ ગાદી આપવાના હતા, પણ કુણિકને તેમના જીવતાં જ ગાદી લેવી હતી. એટલે તેણે ખટપટ કરવા માંડી. તેમાં તે ફાવ્યો. શું રાજ્યલોભ ! પિતાને કેદમાં પૂરી પુત્ર ગાદીએ બેઠો. પણ એટલેથી જ કુણિક અટક્યો નહિ. પોતાને પૂર્વભવનું વેર હતું, એટલે તેમને બરાબર દુઃખી કરવાનો વિચાર કર્યો. તેણે કેદની આસપાસ સખત ચોકીપહેરો મૂક્યો અને આજ્ઞા કરી કે, ખબરદાર ! કોઈ પણ માણસ શ્રેણિક પાસે જાય નહિ.” ચેલુણાએ શરૂઆતથી ધારેલી વાત ખરી પડી. ચેલણા પતિને પ્રાણથી પણ વહાલા ગણે. તેનાથી આ ન જ ખમાય, પણ રાજ્યની બધી સત્તા કુણિકના હાથમાં એટલે એનો ઉપાય શું ચાલે? છતાં એણે નિશ્ચય કર્યો કે કુણિકના અન્યાયી હુકમને તાબે ન થવું. તે હિમ્મત ધરી શ્રેણિકના કેદખાના તરફ ચાલી. For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૮ ચેલ્લણાનો પ્રભાવ એટલો બધો હતો કે સિપાઈઓ તેને અટકાવી શક્યા નહિ. ત્યાં પાંજરામાં રહેલા પોતાના પતિને મળી. આથી તેને આનંદ થયો, પણ સાથે જ તેની દુર્દશા જોઈ શોક થયો. તેણે અહીં જાણ્યું કે પોતાના પતિને અન્નપાણી આપવાનું પણ બંધ કર્યું છે, અને હંમેશાં સવારે ચાબુકના માર પડે છે; એટલે પારાવાર દુઃખ થયું. ૧૪ તેણે વિચાર કર્યો : ‘બીજું ન બને તો કાંઈ નહિ, પણ પતિનું આ દુઃખ તો જરૂર ઓછું કરવું.’ તેણે કુણિક આગળ શ્રેણિકને મળવાની ૨જા માગી. કુણિક ના કહી શક્યો નહિ. ચેલ્લણા હંમેશાં મળવા જાય. તે વખતે પોતાના વાળ દવાવાળા પાણીથી ભૂંજવે અને અંબોડામાં અડદનો લાડુ ઘાલે. તે અડદનો લાડુ ભૂખ્યા પતિને ખવરાવે ને અંબોડો નિચોવીને પાણી પાય. આ પાણી પીવાથી શ્રેણિકને ઘેન ચડે એટલે ચાબુકની પીડા ઓછી થાય. * કુણિક પોતાના પુત્ર પર ખૂબ પ્રેમ રાખતો. એક વખતે તેણે ચેલ્લણાને પૂછ્યું, માતા, મારા જેવો પુત્રપ્રેમ કોઈને હશે ?? એટલે ચેલ્લણા બોલી : અરે ! તારો પુત્રપ્રેમ શું હિસાબમાં છે ? પ્રેમ તો તારા પિતાનો જ ! તું ગર્ભમાં આવ્યો ત્યારથી મેં જાણ્યું હતું કે તું તારા બાપનો વેરી છે. એટલે તારો જન્મ થતાં જ મેં તને ઉકરડામાં ફેંકી દીધો હતો, પણ For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ રાણી ચેલ્લા ૧૫ .ت.من.ت.توت તારા પિતાનો તારા પર અથાગ પ્રેમ એટલે તે દોડ્યા ને તને ઊંચકી લીધો. તે વખતે કૂકડીએ કરડેલી લોહીવાળી તારી આંગળી એમણે મોંમાં લીધી અને તને રડતો છાનો રાખ્યો. ત્યાર બાદ અત્યાર સુધી તેમણે તારા તરફ અનહદ પ્રેમ બતાવ્યો છે. રાજ્ય પણ તને જ આપવાની ઇચ્છા હતી.' આ સાંભળી કુણિકનું વેર શાંત થઈ ગયું. પોતાની ભારે ભૂલ ખ્યાલમાં આવી. હવે પિતાને કેદમાંથી જલદી છૂટા કરી તેમની ક્ષમા માગવાનો વિચાર આવ્યો. લુહારને બોલાવતાં વાર થાય એટલે પોતે જ હાથમાં લોઢાનો દંડ લઈ જેલ ભણી દોડ્યો. - કુણિકને આ પ્રમાણે જોઈને ચોકીદારોએ ખબર આપ્યા : ‘કુણિક હાથમાં લોઢાનો દંડ લઈને આવે છે. એટલે જરૂર આપનું મોત થશે.” શ્રેણિકે વિચાર્યું : “કુણિક મારું મોત બગાડશે. માટે હું જ મારી જાતે મરી જાઉં તો ઠીક છે. એમ વિચારી તેમણે પોતાની પાસે છુપાવી રાખેલું હળાહળ ઝેર ખાધું ને તત્કાળ મરણ પામ્યો. કુણિક આવીને જુએ તો પિતાનું મડદું. તે વિચારવા લાગ્યો : “અરરર ! આ શું? પિતાની છેલ્લી મુલાકાત પણ ન થઈ. મને જ્યારે ભૂલ જણાઈ ત્યારે પિતાજી ચાલ્યા ગયા. હા ! હું જ મહાદુષ્ટ કે પિતાને કમોતે મરવું પડ્યું. પણ હવે શું For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૬ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - .૮ થાય ?” તેને ખૂબ શોક થયો. ચેલ્લણાને જાણ થઈ કે શ્રેણિક ઝેર ખાઈ મરણ પામ્યા એટલે તેને પારાવાર દુઃખ થયું. તે ખૂબ શોક કરવા લાગી, પણ એવામાં પ્રભુ મહાવી૨ પધાર્યા. તેમની અમૃતવાણી સાંભળી એટલે તેનું મન શાંત થયું અને તેને સમજાયું, કે જ્યાં મોહ છે ત્યાં જરૂ૨ શોક છે. માટે મોહ છોડ્યા વિના શોક કે દુઃખ કદી ઓછાં નહિ થાય, એટલે તેણે સઘળો મોહ છોડી દીધો અને સાધુજીવનની પવિત્ર દીક્ષા લીધી. ચેટક રાજાની વિદ્વાન પુત્રી અને મગધ દેશની મહારાણી ચેલ્લણા પવિત્ર સાધુજીવન ગાળવા લાગી. જે પ્રેમ શ્રેણિક તરફ હતો તેવો પ્રેમ જગતના સઘળા જીવો પર દર્શાવવા લાગી. તેણે તપ અને સંયમથી પોતાના જીવનને ખૂબ સુંદર બનાવ્યું. છેવટે પોતાનું આયુષ્ય પૂરું કરી નિર્વાણ પામી. ધન્ય હો સતી ચેલ્લણાને ! ધન્ય હો ભારતવર્ષની ભૂમિને દીપાવનાર પવિત્ર આર્યાઓને ! For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ અક્ષયતૃતીયા સુંદર એવી કથા છે. પવિત્ર એવું પર્વ છે. અનુમોદનાર-આરાધનાર, વાંચનાર-સૂણનાર, કરનારકરાવનાર સહુનું આ ભવનું તેમ પરભવનું કલ્યાણ થાય તેવી કથા છે. જયવંતો જંબુદ્વીપ છે. ભાગ્યશાળી ભરતખંડ છે. સુંદર એવી સરયુ નદી છે. એના કાંઠે નગરીઓમાં વડી એવી વિનીતાનગરી વસેલી છે. પૃથ્વીના આદિનાથ ભગવાન ઋષભદેવ ત્યાં રાજ કરે છે. રાજ તે કેવું છે? ન પૂછો વાત. વાઘબકરી એક આરે પાણી પીએ. રાજા તે કેવા છે ? પ્રજા પોતાનાં સગાં માબાપનાં હેત ભૂલી જાય તેવા. આઠ સિદ્ધિ ને નવે નિધાન ત્યાં પ્રગટ્યાં છે. એક દિવસની વાત છે. વસંતની રળિયામણી ઋતુ છે આખું નગર વસંતોત્સવ માણવા નીકળ્યું છે. For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ * . જે બાલસંથાવલિ શ્રેણી 1-૬ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૮ ભગવાન ઋષભદેવ પણ વસંતના વધામણે સંચર્યા છે, સુંદર એવા નંદનવનમાં આવ્યા છે. તેઓ વિચારી રહ્યા છે : “અરે, આવી વસંતક્રીડા મેં બીજે અવશ્ય જોઈ છે.!” જન્મથી અવધિજ્ઞાન પામેલા સ્વામીને તરત જ યાદ આવ્યું, કે પોતે પૂર્વે ઉત્તરોત્તર ભોગવેલ ભોગોનું એ સ્મરણ છે. ફરીથી તેમનાં નયનો ઊઘડ્યાં, પણ ચિંતવન તો ચાલુ જ રહ્યું : અહા, નાશવંત આ સુખોમાં મુગ્ધ થનાર રાગ દ્વેષ અને મોહના કારણે સંસાર વધારવામાં ઉદ્યમવંત બનેલાં પ્રાણીઓનો જન્મ વ્યર્થ ચાલ્યો જાય છે. મેં માણસમાં માણસાઈ જગાડી, નીતિભવનાનું બી વાવ્યું. સમાજ ઘડ્યો, સમાજનીતિ ઘડી. રાજ્ય રચ્યું, રાજ્યનીતિ રચી. લગ્નવિધિ યોજી, પશુતામાં પ્રભુતા આણી. લોકોને વ્યવહાર વિશેની બધી વિદ્યાઓ શીખવી દીધી. સામ, દામ, દંડ ને ભેદ એ ચાર ઉપાયો પણ લોકમાં સારી રીતે પ્રવર્તી ગયા છે. જીવનવ્યવહારને લગતી તમામ કળાઓમાં લોકો કુશળ થઈ ગયા છે. ખેડૂતો ન્યાયપૂર્વક ખેતરો ખેડે છે. ગોવાળો પોતાનાં જાનવરો તરફ પ્રીત રાખે છે. એકબીજાનું લૂંટી લેવાની કોઈ દાનત કરતું નથી. માતાઓ પુત્રોનું પાલન કરે છે. પિતાઓ પિતૃધર્મમાં બરાબર સમજ્યા છે. પતિપત્ની પણ એકબીજા સાથે પ્રેમથી રહે છે. સંસાર For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ અક્ષયતૃતીયા ૧૯ આખો બંધારણપૂર્વક ચાલવા લાગ્યો છે.' “હવે ધર્મતીર્થ પ્રવર્તાવવાની જરૂર છે. મારા આયુષ્યનાં ૨૦ લાખ વર્ષ યુવરાજ પદમાં ગયાં ને ૬૩ લાખ પૂર્વ રાજ્યની ધુરા વહેતાં ગયાં. હવે ધર્મતીર્થ પ્રવર્તાવવા માટે રાજત્યાગ કરવાનો સમય આવી પહોંચ્યો છે.' “સંસારના શિખરરૂપ ધર્મચક્રને સમજાવવાની જરૂર છે. પૃથ્વી ધર્મથી જ ધારણ કરાશે. ધર્મ નહિ પ્રવર્તાવું તો આ ક્ષણભંગુર રાજ્યને સહુ સારું રાજ્ય માનશે. આ નાશવંત દેહની આળપંપાળ પાછળ માનવી ગાંડો રહેશે. ધર્મ નહિ હોય તો રાજા રાજા નહિ રહે, પ્રજા પ્રજા નહિ રહે. આ દુનિયા ચોર અને લૂંટારાનું પેડું બની રહેશે. આપવાની મહત્તા નહિ દાખવું તો સહુ બીજાનું લેવામાં આનંદ માનશે. દુનિયામાં બળિયાના બે ભાગ રહેશે. કોઈ પણ ધર્મનું દર્શન પોતાની જાત પર જ પહેલું થવું ઘટે. મારે મારી વાણીમાત્રથી જ નહીં, પણ મારા આચરણથી પણ ધર્મ આચરી બતાવવો જોઈએ.” પૃથ્વીનાથ આ વિચારોમાં મગ્ન છે, ત્યાં પાંચમા દેવલોકથી લોકાંતિક દેવોએ આવીને નમસ્કારપૂર્વક પ્રાર્થના કરી : “હે નાથ ! હવે ધર્મતીર્થ પ્રવર્તાવી જગતનું કલ્યાણ કરો !” પૃથ્વીનાથ ઋષભદેવે સ્મિતપૂર્વક તેનો ઉત્તર વાળ્યો. લોકાંતિક દેવો સહર્ષ વિદાય થયા. ધર્મતીર્થ પ્રવર્તાવવાની For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૮ ઇચ્છાવાળા પૃથ્વીપતિ ઋષભદેવ શાંત ચિત્તે રાજમહેલ તરફ પધાર્યા. ૨૦ રાજમહેલમાં પધારીને રાજત્યાગનો ને સંયમધર્મ સ્વીકાર કરવાનો પોતાનો નિશ્ચય જાહેર કર્યો. યુવરાજ ભરતને રાજ આપ્યું. એક વર્ષ માટે ભગવાને દાનની શરૂઆત કરી. ઘોષણા કરાવી કે, જે જેનો અર્થી હોય, તેણે આવીને તે લઈ જવું. ભગવાન મોં-માગ્યું આપશે.’ શ્રી ઋષભદેવસમા દાતા ક્યાંથી મળે ? આમ દાન દેતાં એક વર્ષ વીત્યું, ને રાજત્યાગનો સમય આવી પહોંચ્યો. * ગ્રીષ્મની ઋતુ છે. ચૈત્રનો મહિનો ચાલે છે. (ગુજરાતી ફાગણ મહિનો) અંધારી આઠમનો ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્રમાં બિરાજે છે. એક સુંદર સવારે પૃથ્વીનાથે રાજધર્મનો અંચળો ઉતાર્યો ને સંયમધર્મ સ્વીકાર્યો. કચ્છ અને મહાકચ્છ રાજાઓ, અને જેઓને ભગવાને જ સુધા૨ી સંસ્કારી રાજા બનાવ્યા હતા, એ ચાર હજાર રાજાઓ પ્રભુ પાછળ બધું રાજપાટ ત્યાગીને ચાલી નીકળ્યા. દીક્ષા વખતે કરેલા ઉપવાસના પારણાનો સમય થઈ ગયો, પણ ભગવાન કંઈ ગ્રહણ કરતા નથી. ફળનાં ઝાડ તો ફળથી ઝૂમી રહ્યાં છે, પણ પ્રભુ એને અડતા નથી. સ્વાદિષ્ટ જળનાં નવાણ ભર્યાં છે, પણ ખારોધ્ધ દરિયો સમજી પીતા For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ અક્ષયતૃતીયા ૨૧ નથી. દિવસોથી મૌન છે. સ્નાન નથી, વિલેપન નથી. પ્રભુ સૂતા નથી, પ્રભુ થાકતા નથી. આ એક માનવીએ ચાર હજાર રાજાઓને થકવી દીધા. ભૂખ્યા પેટે, તરસ્યા જીવે, વનેચરની જેમ ગામ-ખેડામાં કષ્ટ સહન કરવું એમને ભારે પડવા લાગ્યું. તેઓને ટૂંક સમયમાં ખાતરી થઈ કે આ તો મીણના દાંતે લોઢાના ચણા ચાવવાના છે. તેઓ ધીરે ધીરે રસ્તામાં જ્યાં ઠેકાણું સારું જોયું ત્યાં તાપસ બનીને રહી ગયા. ત્રિલોકના નાથ, પૃથ્વીપતિ એકલા રહ્યા. મેરુ ડગે, પણ તેમનો નિશ્ચય ડગે તેમ નહોતો. પણ શરીર છેવટે તો તો શરીર જ છે ને ! આત્માનું વાહન દેહ તો પુદ્ગલોનો છે ને! એ વાહન ધીરે ધીરે નિર્બળ પડવા લાગ્યું. જે દેહ પર તપેલા સુવર્ણ જેવી કાંતિ હતી, ત્યાં કાળાશ પથરાઈ. કાયાનું પિંજર ડોલવા લાગ્યું. ગજ-મસ્તક જેવું શિર કંપી રહ્યું. દિવસો વીતી ગયા, મહિનાનું વર્ષ થયું. પૃથ્વીપાલનું પેટ હજી ખાલી છે. ખાલી પેટે એ ઘૂમી રહ્યા છે. દેદાર તો હવે જોવાય તેવા નથી રહ્યા. આજ હસ્તિનાપુર નગરીનાં મહાભાગ્ય જાગ્યાં હતાં. આદિનાથ ઋષભદેવ નગરીમાં પધારતા હતા. જ્યાં જ્યાં For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ જેન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૮ .ن.ت.نك.نت આ સમાચાર પહોંચ્યા, ત્યાં ત્યાંથી નગરજનો દોડી આવ્યા, પણ આ શું? પૃથ્વીના પતિ ઉઘાડે મસ્તકે, ખુલ્લે પગે, કશાય રાજચિહ્નો વિના રાજમાર્ગ પર એકલોઅટૂલા ચાલ્યા આવે છે! જોતજોતામાં નગરજનો પ્રભુને વીંટળાઈ વળ્યા. મણિમુક્તાના વરસાદ વરસ્યા. કેસર, ચંદન, કપૂરના કીચ રચાયા. બધે જેમ બનતું હતું તેમ અહીં પણ બન્યું : બધા વચ્ચેથી, ખાલી હાથે ભગવાન આગળ વધ્યા. લોકોએ પોકાર પાડ્યો : “આપણા ભર્યા નગરને શું પ્રભુ આમ ને આમ છાંડીને ચાલ્યા જશે ? તો પછી શું, આપણું જીવતર જીવવા જેવું રહેશે? આપણો જન્મ ધિક નહીં લાગે અરે, શું આપણે ત્યાં ડાહ્યાઓનો દુકાળ પડ્યો છે? કોઈ કાંઈ રસ્તો કાઢો, કોઈ પ્રભુને મનાવો.” એ વેળા દેશમાં રાજા ડાહ્યો માણસ ગણાતો, એનું ડહાપણ પ્રજાનું ને પૃથ્વીનું પાલન કરતું. એ પ્રજાને જમાડીને જમતો, પ્રજાને સુવાડીને સૂતો. બધા હસ્તિનાપુરના રાજવી સોમયશ પાસે દોડ્યા. પણ રાજા સોમયશ પણ ક્યાં પારકા હતા ? ભગવાન ઋષભદેવના બીજા પુત્ર બાહુબળીના એ પુત્ર હતા. એ પણ રાજમહેલમાં રાજકુમાર શ્રેયાંસ અને નગરશેઠ સુબુદ્ધિ સાથે કાંઈ વિચારણામાં પડ્યા હતા. ત્રણેને પ્રભાત કાળે એકસાથે સુંદર સપનાં લાધ્યાં હતાં. For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ અક્ષયતૃતીયા રાજા સોમયશને સપનું આવ્યું હતું, કે એક પરાક્રમી રાજા લડાઈમાં શત્રુથી ચારે તરફથી ઘેરાઈ ગયો. કુમાર શ્રેયાંસ એની મદદે ધાયો. શત્રુને હરાવી કુમારે એ રાજાને મુક્ત કર્યો. - કુમાર શ્રેયાંસને સપનું લાધ્યું હતું, કે કોઈ કારણે શ્યામ બનેલા સુવર્ણગિરિને એણે અમૃતકળશે અભિષેક કરી ઊજળો કર્યો. નગરશેઠ સુબુદ્ધિને પણ એ જ વેળાએ ને એવું જ એક સપનું લાધ્યું હતું, કે હજારો કિરણોથી ઓપતા સૂર્યના કિરણો જાણે એક પછી એક ખરવા લાગ્યાં, કુમાર શ્રેયાંસે ખરી ગયેલાં કિરણોને જાણે ફરી સૂર્યમાં સ્થાપન કર્યા. અરે, અ સ્વપ્નાંનાં ફળ શાં હશે? સહુ ભારે વિમાસણમાં પડ્યા હતા. સપનાંના ફળ વિષે તો એકદમ નિર્ણય ન થઈ શક્યો. પણ એટલો તો નિર્ણય થયો કે, જરૂર કુમાર શ્રેયાંસને હાથે કોઈ ઉત્તમ કાર્ય થવાનું છે ! દ્વારપાળ એ જ વેળા શુભ સંદેશ લઈને હાજર થયો : સ્વામી, ત્રણ લોકથી પૂજ્ય, પૃથ્વીનાથ ભગવાન ઋષભદેવસ વન-જંગલોમાં વિચરતા આજે નગરમાં પધાર્યા પ્રપિતામહનું નામ સાંભળી યુવરાજ શ્રેયાંસકુમાર ભરી સભામાંથી દોડ્યો. ન પહેર્યા એણે ઉપાન કે ન ઓઢ્યું છત્ર !. For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૪ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૮ ઉઘાડે માથે ને અડવાણે પગલે ! પ્રભુ મંદગતિએ ચાલતા શ્રેયાંસકુમારના આંગણામાં આવી પહોંચ્યા. શ્રેયાંસકુમાર પ્રભુના પગમાં આળોટી પડ્યો. પોતાના સુગંધી કેશથી તેમના પગ લૂછ્યું, પ્રદક્ષિણા કરી ને ફરીફરી નમસ્કાર કર્યા. નમસ્કાર કરી પૂર્ણિમાના ચંદ્રસમા પ્રભુમુખનું એ દર્શન ક૨વા લાગ્યો. દર્શન કરતાં કુમાર શ્રેયાંસનું હૃદયકમળ ખીલી ઊઠ્યું. એને કંઈક સ્મરણ થવા લાગ્યું : અરે ! પૂર્વે મેં પ્રભુને ક્યાંક જોયા છે !' આમ વિચારતાં એને જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ થયું. ‘હું કોણ ? પ્રભુનો પૂર્વભવનો સારથિ ! સ્વયંપ્રભાદિક અવતા૨માં પણ હું તેમનો સાથી હતો. આજે એ મારા પ્રપિતામહ છે. અરે ! મારે અને એમને તો નવ ભવનાં સગપણ છે. એ સગપણ સાચું ક૨વા એ આજે પધાર્યા લાગે છે. અહા, એ તીર્થંકર થશે એવી વાણી મેં વજ્રસેન અરિહંતના મુખે પૂર્વભવમાં સાંભળી હતી. એ જ આ ભાવિ તીર્થંકર, એ જ આ ભાવિ અરિહંત, એ જ આ પોતે ત્રણ લોકના નાથ !’ શ્રેયાંસકુમાર આનંદથી નાચી ઊઠ્યો; પણ તરત જ એની નજર પ્રભુના દેહ પર ગઈ. રાજા સોમયશ ને નગરશેઠ સુબુદ્ધિ પણ આવીને ચરણે પડ્યા. એમણે પણ બીજાની જેમ મણિ, મુક્તા ને ગજ-૨થની ભેટ ધરવા માંડી, પણ કુમાર શ્રેયાંસ તરત બોલી ઊઠ્યોઃ ‘અરે, આપણે કેવા મૂર્ખ છીએ ઃ ભગવાને : For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ અક્ષયતૃતીયા 2પ "= : " * 3: * મ - હું કે - - * છે - Titlmt fishTr'}}thiITAb ૪ * * * * * * * * જે છાંડ્યું, તે જ તેમને ભેટ ધરીએ છીએ! અહા, પ્રભુએ વર્ષદહાડાથી ભોજન કર્યું નથી. પ્રભુને અન્નનો ખપ છે. ચાલ, હું પ્રભુને પારણું કરાવું!' બરાબર આ જ વેળા કોઈ નગરજન, ખેતરોના કોલમાં For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૮ પીલીને કાઢવામાં આવેલા શેરડીના તાજા રસના ઘડા લઈને આવી પહોંચ્યો. શ્રેયાંસકુમારે જોયું કે નિર્દોષ શે૨ડીનો રસ પ્રભુને યોગ્ય છે ! શ્રેયાંસે શેરડીનો રસ લેવા વિનંતી કરી. ૨૬ પ્રભુએ હાથ લંબાવ્યા. ચારે તરફ જયજયકાર થઈ રહ્યો. એ કરપાત્રમાં શ્રેયાંસકુમા૨ે શે૨ડીનો રસ ઠાલવવા માંડયો. એ કરપાત્ર જાણે મહાસાગર બની ગયું. એકસો આઠ ઘડા એમાં સમાઈ ગયા. પણ શ્રેયાંસના નાનાશા હૈયામાં હરખ ન સમાયો. એણે ઘડો લઈ હર્ષનૃત્ય આરંભ્યું. પૂરા ૪૦૦ દિવસ પછી પ્રભુએ પારણું કર્યું. નગરજનોએ ફરી જયજયકાર વર્તાવ્યો. આકાશમાં પંચદિવ્ય પ્રગટ થયાં. વાતાવરણ દુંદુભિ નાદથી ગાજી ઊઠ્યું. શેરડીના રસમાં શ્રેયાંસકુમાર ભવોભવની બાજી જીતી ગયા. વૈશાખ શુક્લા તૃતીયા (સુદિ ત્રીજ)નો એ દહાડો ઇક્ષુરસના દાનથી અમર થઈ ગયો. પ્રભુએ એ દહાડે પારણું કર્યું. ત્રણ જગતના નાથનો અભિગ્રહ પૂરો થયો. પ્રભુ પારણું કરી આગળ વિહાર કરી ગયા. ૪ દાન દઈ શ્રેયાંસકુમાર મહેલ આવ્યા. નગરજનોના આશ્ચર્યનો પાર નહોતો. આ વાતનું રહસ્ય જાણવા બધા For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ અક્ષયતૃતીયા ૨૭ નગરજનો શ્રેયાંસકુમારના ભુવનમાં ભેગા થવા લાગ્યા. કચ્છ મહાકચ્છ આદિ તાપસો પણ આવી પહોંચ્યા. અત્રે શ્રેયાંસકુમારે સહુને તપ તથા ત્યાગથી ભરેલો મુનિધર્મ સમજાવ્યો. નગરજનો એ સાંભળી કહેવા લાગ્યાઃ પ્રભુ, સાથે તમારો પૂર્વજન્મનો સંબંધ શો હતો, અને કોઈના હાથે ભિક્ષા ન લેતાં તમારા હાથે લીધી તેનું શું કારણ એ અમને જણાવશો કે ?' શ્રેયાંસકુમારે જણાવ્યું : સ્વર્ગ અને મૃત્યુલોકમાં પ્રભુ સાથે હું આઠ ભવ સુધી ફર્યો છું. મિત્ર તરીકે, પત્ની તરીકે, સારથિ તરીકે મેં એમની સેવા કરી છે. આ ભવથી અતિક્રાન્ત ત્રીજા ભવમાં ભગવંત વજનાભ નામે ચક્રવર્તી હતા. હું તેમનો સારથિ હતો. તેમના પિતા વજસેનને મેં તીર્થકર રૂપે જોયા હતા. વજનાભે તેમની પાસે દીક્ષા લીધી. મેં પણ તેમની પાસે દીક્ષા લીધી. સ્વયંપ્રભાદિક ભવમાં પણ હું તેમની સાથે હતો. “આ ઉપરાંત ગઈ રાત્રે મને મારા પિતાશ્રીને તથા શેઠ સુબુદ્ધિને એકસરખાં સ્વપ્ન લાધ્યાં હતાં. સવારે એનો ખુલાસો આપોઆપ થઈ ગયો. એ સ્વપ્ન અને તેનો અર્થ નીચે મુજબ છે : મેં ગઈ કાલે રાત્રે સ્વપ્નમાં, શ્યામ મેરુપર્વતને દૂધથી ઊજળો કર્યો, એમ જોયું. તેથી આજે આ પ્રભુ, કે જેઓ વ્રતમાં મેરુની જેમ અડોલ છે, પણ તપથી શ્યામ થયેલા છે, તેમને For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૮ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૮ ઇક્ષુરસ વડે પારણું કરાવ્યું. મારા પિતાશ્રીએ સ્વપ્નમાં જોયું કે ઘણા શત્રુઓ વડે ઘેરાયેલા કોઈ રાજાને મા૨ી મદદથી મુક્ત કર્યો. એ રાજા તે પ્રભુ, ઘણા શત્રુઓ તે ભૂખતરસ વગે૨ે. તેનો મેં મારા ઇન્નુરસ વડે પારણું કરાવીને પરાભવ કર્યો. ‘સુબુદ્ધિ શેઠે સ્વપ્નામાં ભાળ્યું કે, ‘સૂર્યનાં ખરેલાં હજારો કિરણો મેં સૂર્યમાં પુનઃ સ્થાપન કર્યાં અને આથી સૂર્ય વધુ પ્રકાશવા લાગ્યો. સૂર્ય સમાન તે આ પ્રભુ, એમનાં સહસ્રકિરણ રૂપ જે કેવળજ્ઞાન તે આ અંતરાયથી દૂર હતું, તે આજે મારા ઇક્ષુરસ વડે કરાયેલા પારણાથી જોડી દીધું, ને આથી પ્રભુ વધુ દીપવા લાગ્યા. પ્રજાજનો, આજે આપણો પુણ્યોદય જાગ્યો.’ આ વખતે ભાવભીના થયેલા પ્રજાજનોએ કુમાર શ્રેયાંસને પ્રશ્ન કર્યો: ‘ઓ ઋષભકુલદીપક, અમે તમારી પાસેથી એટલું જાણવા ઇચ્છીએ છીએ કે, આવા ત્રિલોકના નાથને પણ આટલો સમય ભૂખ-તરસ શા કારણે નડ્યાં ?” ભાઈઓ, તમે ઠીક પૂછ્યું. એ કર્યાં કર્મનો બદલો હતો. કરેલાં કર્મ પૃથ્વીનાથને પણ છોડતાં નથી. ભગવાનના પાછલા ભવની વાત છે. કોઈ ખેતરના ખળામાં અનાજનાં ડૂંડાં પિલાતાં હતાં. ભૂખ્યા બળદો વારંવાર એમાં મોં નાખતા હતા, ને અનાજનાં ડૂંડા ખાતા હતા. ખેડૂતો પરોણાથી બળદોને આ માટે મારતા હતા.’ For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ અક્ષયતૃતીયા પૂર્વભવમાં ભગવાન ત્યાંથી નીકળ્યા. તેઓએ માર ખાતા ને છતાં કૂંડાં ખાતા બળદ જોયા. તેઓને દયા આવી. તેમણે પાસે જઈને ખેડૂતને કહ્યું: ‘ભાઈ, બળદને આટલા બધા શું કામ મારો છો? એને મોઢે છીંકું બાંધો, એટલે અનાજમાં મોં ઘાલશે નહિ.” ખેડૂતો કહે : “બાપજી, અમે તો છીંકું બાંધવાનું જાણતા નથી. આપ બાંધી આપો.” ભગવાને પોતાને હાથે છીંકું બાંધ્યું. બળદોને લાગ્યું કે અરેરે, આપણાથી હવે ડુંડાં નહિ ખવાય, એટલે એમણે મોટા નિશ્વાસ નાખ્યા. એ નિશ્વાસ ૪૦૦ હતા, એટલે ભગવાનને ૪૦૦ દિવસ અન્નનો અંતરાય રહ્યો, પણ ભાઈઓ, એમાં પણ એમની હિતભાવના હતી, એટલે એ અંતરાય પણ મહાન લાભનું નિમિત્ત બન્યો. આ પ્રમાણે શ્રેયાંસકુમારના મુખેથી બધું જાણીને નગરજનો પોતપોતાનાં સ્થાને ગયાં. શ્રેયાંસકુમારને પોતાનું જીવન આજ ધન્ય લાગતું હતું. આમ પ્રભુના આ ઇક્ષરસના પારણાનો મહિમા જગેજગ ગવાયો. એ ગાતાં ગાતાં હજારોનાં કર્મનાં દળિયાં હલકાં થઈ ગયાં. એ સુભગ દિવસને અનંત ને અક્ષય સુખ આપનાર માનીને લોકોએ તે તિથિનું નામ અક્ષય તૃતીયા રાખ્યું. રૂડું આ પર્વ છે. રૂડાં દાન આપો, રૂડી રીતે પાળો ચિત્ત For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ચોખ્ખું કરો, રૂડી તપસ્યા કરો; વિકારોને પરહરો, રૂડી ભાવના ભાવો; ઐહિક નહીં, પણ આત્મિક સુખ વાંછો. જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૮ પૂર્વ કાળે એ તિથિની ઉપાસના કરી અનેક જીવોએ પોતાનું કલ્યાણ કર્યું છે; આજે પણ અનેક જીવો અક્ષયતૃતીયાનું મહાતપ કરી આખ્યાન સાંભળી જીવનને સાર્થક કરે છે. ww For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ અક્ષયતૃતીયા . ઈક્ષ તૃતીયાઃ અક્ષયતૃતીયા (વૈશાખ સુદિ ત્રીજ) ઋષભદેવ સંવત્સર તપ (વર્ષીતપ) વિધિ * હાલમાં આ તપ કરવાનો પ્રચાર આ પ્રમાણે છે : ગુજરાતી ફાગણ વદ ૮ ને દિવસે ઉપવાસથી શરૂ કરી, એકાંતરે પા૨ણે બેસણું કરી, ૧૩ મહિના ને ૧૧ દિવસે એટલે અખાત્રીજ–અક્ષયતૃતીયાને દિવસે પારણું કરવામાં આવે છે. પારણામાં ૧૦૮ ઘડા શેરડીના રસના અથવા સાકરના પાણીના પીએ છે. (ઘડો રૂપનો નાનો બનાવે છે.) આ તપમાં બે દિવસ ભેગા ખાવાના ન આવવા જોઈએ તેમજ ચૌદશને દિવસે ખાધાવાર ન આવવો જોઈએ. ત્રણ ચોમાસીના ચૌદશ-પૂનમના છઠ્ઠ ક૨વા જોઈએ, તપ દરમ્યાન આવતી અખાત્રીજના દિવસે ઉપવાસ કરવો જોઈએ અને છેવટે છઠ્ઠથી ઓછે તપે પારણું કરવું જોઈએ. દરેક તપ કરવામાં સામાન્ય વિધિ ૩૧ સાત ક્ષેત્ર – સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, જિનભુવન, જિનબિંબ, પુસ્તકમાં યથાશક્તિ દ્રવ્ય વાપરવું. બે વખત પ્રતિક્રમણ કરવાં. અષ્ટ દ્રવ્યથી પ્રભુ-પૂજા કરવી. For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૨ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૮ વિશેષ જ્ઞાનીની પૂજા કરવી. ગુરુવંદન કરવું, વ્યાખ્યાન-શ્રવણ કરવું. ગુરુ પાસે પચખ્ખાણ રોજ લેવું અને વિધિપૂર્વક પાળવું. અનુકંપાદાન દેવું, ભૂમિશયન કરવું, બ્રહ્મચર્ય પાળવું, સચિત્ત વસ્તુનો ત્યાગ કરવો, ચૌદ નિયમ ધા૨વા. શ્રાવકનાં બાર વ્રત ગ્રહણ કરવાં. આરંભ-સમારંભનો ત્યાગ કરવો. તપસ્યાનું ફળ ક્ષમા છે, એ ખ્યાલમાં રાખી હંમેશાં સમતા કેળવવી. વર્ષીતપનો વિશેષ વિધિ શ્રી ઋષભદેવસ્વામિનાથાય નમઃ જાપની નવકા૨વાળી ૨૦ રોજ ગણવી. લોગસ્સ ૧૨ નો કાઉસ્સગ્ગ કરવો. ખમાસમણાં ૧૨ દેવાં. સ્વસ્તિક ૧૨ ક૨વા. અક્ષયતૃતીયાને દિવસે શેલડી રસનો રૂપાનો ઘટ ભરી દેવ આગળ ધરવો. દેવ-ગુરુની પૂજાપૂર્વક સંઘવાત્સલ્ય કરી પારણું કરવું. વૈશાખ સુદ ત્રીજ–અક્ષયત્રીજના દિવસે આદિનાથાય નમઃ એ પદનો જાપ ૨૦૦૦ (બે હજાર) વાર કરવો. For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: 2 [કુલ પુસ્તક 1). 1. તીર્થકર શ્રી શાંતિનાથ, તીર્થકર શ્રી મલ્લિનાથ 2. શ્રી ભદ્રબાહુસ્વામી, શ્રી સિદ્ધસેન દિવાકર 3. રાજર્ષિ પ્રસન્નચંદ્ર, મહામંત્રી અભયકુમાર 4. મહાસતી સીતા, સતી મૃગાવતી 5. શ્રેણિક બિંબિસાર, જ્ઞાનપંચમી 6. ખેમો દેદરાણી, વીર ભામાશા 7. શ્રી નંદિષેણ, જૈન સાહિત્યની ડાયરી 8. મયણરેખા, ઈલાચીકુમાર, ધન્ય અહિંસા 9. ચક્રવર્તી સનતકુમાર, વીર ધનો 10. મંત્રી વિમળશાહ, મહામંત્રી ઉદયન For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ णमोमिन्दा ગPI/ णमोआयरिया - ચરિત્ર ચારિત્ર્યને ઘડે છે. એને લક્ષમાં રાખીને જૈન ધર્મના મહાન તીર્થકરો, પ્રતાપી વીરપુરુષો અને દાનવીરોના ચરિત્રોનું અહીં સંક્ષિપ્તમાં પ્રેરક આલેખન કરવામાં આવ્યું છે. એક આખી પેઢીના ધર્મસંસ્કારોનું ઘડતર કરનારી જૈન બાલગ્રંથાવલિ આજે પણ એટલી જ પ્રેરક અને પ્રભાવક લાગે છે. સતી સ્ત્રીઓ અને પાવન પર્વોનો પણ આમાંથી પરિચય મળે છે. એમાંથી મળતો નીતિ, સદાચાર અને સંસ્કારના વનમાં Serving Jin Shasan સંસ્કારઘ |Mulu , હો For Personal & Private Use Only