________________
૧૬
જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ -
.૮
થાય ?” તેને ખૂબ શોક થયો.
ચેલ્લણાને જાણ થઈ કે શ્રેણિક ઝેર ખાઈ મરણ પામ્યા એટલે તેને પારાવાર દુઃખ થયું. તે ખૂબ શોક કરવા લાગી, પણ એવામાં પ્રભુ મહાવી૨ પધાર્યા. તેમની અમૃતવાણી સાંભળી એટલે તેનું મન શાંત થયું અને તેને સમજાયું, કે જ્યાં મોહ છે ત્યાં જરૂ૨ શોક છે. માટે મોહ છોડ્યા વિના શોક કે દુઃખ કદી ઓછાં નહિ થાય, એટલે તેણે સઘળો મોહ છોડી દીધો અને સાધુજીવનની પવિત્ર દીક્ષા લીધી.
ચેટક રાજાની વિદ્વાન પુત્રી અને મગધ દેશની મહારાણી ચેલ્લણા પવિત્ર સાધુજીવન ગાળવા લાગી. જે પ્રેમ શ્રેણિક તરફ હતો તેવો પ્રેમ જગતના સઘળા જીવો પર દર્શાવવા લાગી. તેણે તપ અને સંયમથી પોતાના જીવનને ખૂબ સુંદર બનાવ્યું. છેવટે પોતાનું આયુષ્ય પૂરું કરી નિર્વાણ પામી.
ધન્ય હો સતી ચેલ્લણાને ! ધન્ય હો ભારતવર્ષની ભૂમિને દીપાવનાર પવિત્ર આર્યાઓને !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org