________________
રાણી ચેલ્લા
૧૫
.ت.من.ت.توت
તારા પિતાનો તારા પર અથાગ પ્રેમ એટલે તે દોડ્યા ને તને ઊંચકી લીધો. તે વખતે કૂકડીએ કરડેલી લોહીવાળી તારી આંગળી એમણે મોંમાં લીધી અને તને રડતો છાનો રાખ્યો. ત્યાર બાદ અત્યાર સુધી તેમણે તારા તરફ અનહદ પ્રેમ બતાવ્યો છે. રાજ્ય પણ તને જ આપવાની ઇચ્છા હતી.'
આ સાંભળી કુણિકનું વેર શાંત થઈ ગયું. પોતાની ભારે ભૂલ ખ્યાલમાં આવી. હવે પિતાને કેદમાંથી જલદી છૂટા કરી તેમની ક્ષમા માગવાનો વિચાર આવ્યો. લુહારને બોલાવતાં વાર થાય એટલે પોતે જ હાથમાં લોઢાનો દંડ લઈ જેલ ભણી દોડ્યો. - કુણિકને આ પ્રમાણે જોઈને ચોકીદારોએ ખબર આપ્યા : ‘કુણિક હાથમાં લોઢાનો દંડ લઈને આવે છે. એટલે જરૂર આપનું મોત થશે.”
શ્રેણિકે વિચાર્યું : “કુણિક મારું મોત બગાડશે. માટે હું જ મારી જાતે મરી જાઉં તો ઠીક છે. એમ વિચારી તેમણે પોતાની પાસે છુપાવી રાખેલું હળાહળ ઝેર ખાધું ને તત્કાળ મરણ પામ્યો.
કુણિક આવીને જુએ તો પિતાનું મડદું. તે વિચારવા લાગ્યો : “અરરર ! આ શું? પિતાની છેલ્લી મુલાકાત પણ ન થઈ. મને જ્યારે ભૂલ જણાઈ ત્યારે પિતાજી ચાલ્યા ગયા. હા ! હું જ મહાદુષ્ટ કે પિતાને કમોતે મરવું પડ્યું. પણ હવે શું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org