________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૮ . . . . . . બહાદુર યોદ્ધાઓ છે. તેઓ અંદર વાત કરે છે. “મહારાજ ! શત્રુની રાજધાનીમાં બહુ વખત રહેવું સારું નહિ. હજી સુધી કોઈ જણાતું નથી, માટે જરૂર કાંઈક દગો હશે.'
શ્રેણિક કહે : “દગો ન હોય. ચેટક રાજાની એ પુત્રી દગો કરે તેમ નથી.”
યોદ્ધાઓ કહે : “મહારાજ ! આપ વિશ્વાસુ છો. અમને તો લાગે છે કે જરૂર કાંઈક દગો હશે.'
શ્રેણિક કહે: થોડી વાર રાહ જોવા દો. સુજ્યષ્ઠા આવે કે રથ ઉપાડીશું!' શ્રેણિક રાજાને ખબર નથી કે એકને બદલે બંને બહેનો આવવાની છે.
ચલ્લણા ને સુયેષ્ઠા તૈયાર થયાં. ભોંયરામાં ચાલવા લાગ્યાં. રથ થોડે દૂર રહ્યો એટલે સુજ્યેષ્ઠા બોલી : “બહેન, ઉતાવળમાં મારાં ઘરેણાંનો દાબડો રહી ગયો.” ચેલણા કહે : બહેન ! તમે રથમાં બેસો. હું લઈ આવું.' સુજ્યેષ્ઠા કહે : ના, ચલ્લણા ! તું રથમાં બેસ. હું દાબડો લઈ આવું છું.”
ચલ્લણા આવીને રથમાં બેઠી. સહુ સમજ્યા કે તે સુયેષ્ઠા છે, એટલે રથ પવનવેગે ઉપાડ્યો.
અહીં સુયેષ્ઠા આવી જુએ તો રથ નહિ ! તે સમજી કે મારા બદલે ચેલ્લણાનું હરણ થયું અને હું રહી ગઈ. તેણે બૂમ પાડી, દોડો ! દોડો ! ચલ્લણાનું હરણ થયું.”
ચેટક રાજાના યોદ્ધાઓ દોડ્યા, પણ તેઓ મોડા પડ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org