________________
રાણી ચેલ્લા
બધી તૈયારી થઈ. દિવસ નક્કી થયો. શ્રેણિક થોડા બહાદુર યોદ્ધાઓ સાથે આવી ગયા. સુયેષ્ઠા પણ જવા તૈયાર થઈ.
એવામાં સુજ્યેષ્ઠાને ચેલ્લણા યાદ આવી. તેનાથી વાત છાની ન રાખવી એવો વિચાર થયો, એટલે મળવા ગઈ.
ચલ્લણા કહે : “બહેન, આજે ઉદાસ કેમ છે?” સુયેષ્ઠા કહે : ‘તારા વિયોગના વિચારે.”
ચલ્લણા કહે : “મારો વિયોગ ? બહેન ! હું અને તમે તો સાથે જ છીએ. અને સાથે જ રહીશું.'
સુજ્યેષ્ઠા કહે : “ચલ્લણા, લગ્ન નથી થયાં ત્યાં સુધી. લગ્ન પછી તો છૂટાં જ પડીશું ને.'
ચલ્લણા કહે : “ના રે ! સુજ્યેષ્ઠા ! આપણે બંને એક જ પતિ પરણીશું. પછી છૂટાં કેવી રીતે પડીશું? જા, જે તારો પતિ એ જ મારો પતિ.'
સુયેષ્ઠા કહે : ‘તો થા તૈયાર. મારા પતિ તારી રાહ જોઈને ઊભા છે.'
ચેલણાએ પૂછયું : “ક્યાં?”
સુજ્યેષ્ઠા કહે, ભોંયરામાં. પછી બધી વાત વિસ્તારથી કહી.
રાજા શ્રેણિક ભોંયરાના મોઢે ઊભા છે. સાથે પોતાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org